શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
આ કેવું મોત! કોરોનાના ડરથી વતન જવા ટ્રકમાં બેઠા અને મહેસાણા નજીક અકસ્માત સર્જાયો, 3નાં મોત
સુરતના એક પરિવારનાં સભ્યો કોરોનાથી બચવા માટે એક ટ્રકમાં બેસીને પોતાના વતન જઈ રહ્યાં હતા. ત્યારે મહેસાણા-અમદાવાદ હાઈવે પર અકસ્માત સર્જાયો
મહેસાણા: કોરોના વાયરસને કારણે સમગ્ર દુનિયામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યાં છે. ત્યારે સુરતના એક પરિવારનાં સભ્યો કોરોનાથી બચવા માટે એક ટ્રકમાં બેસીને પોતાના વતન જઈ રહ્યાં હતા. ત્યારે મહેસાણા-અમદાવાદ હાઈવે પર અકસ્માત સર્જાયો હતો જેમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો હતો. જ્યારે અન્ય ત્રણથી ચાર જણ ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માત થતાં સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, સુરતની ખાંડ મિલમાંથી ખાંડની બોરી ભરીને ટ્રક પાલનપુર તરફ આવતી હતી. ત્યારે સુરત નજીક લોકડાઉનના પગલે રાજસ્થાન તેમજ પાલનપુરના શ્રમિકો ચાલીને જઈ રહ્યા હતા. ત્યારે ટ્રક તેમજ સ્થાનિક પોલીસે પણ માનવતા દાખવીને સાત જેટલા લોકોને સુરતથી ટ્રકમાં પેસેન્જર તરીકે બેસાડ્યાં હતાં.
ત્યારે ખાંડ ભરેલી ટ્રક શુક્રવારે સવારે અમદાવાદ-મહેસાણા હાઈવે પર જગુદણ નજીકથી પસાર થઈ રહી હતી. ત્યારે ટ્રક ચાલકને અચાનક ઝોંકુ આવી જતાં ટ્રક પલટી ખાઈ ગઈ હતી. જેમાં બેઠેલા ત્રણ લોકોનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી.
આ સમાચાર સાંભળતા જ મૃતકોનાં પરિવારમાં શોક છવાઈ ગયો હતો. ઈજાગ્રસ્તોને સારવાર માટે મહેસાણા સિવિલમા ખસેડ્યા હતા. મહેસાણા તાલુકા પોલીસે અકસ્માતનો ગુનો નોંધયો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion