શોધખોળ કરો
Coronavirus : છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નવા 366 કેસ, 35ના મોત, સંક્રમિત દર્દીઓની સંખ્યા 11746
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19નાં વધુ નવા 366 કેસ સામે આવ્યા છે, જ્યારે વધુ 35 દર્દીઓનાં મોત થયા છે અને 305 લોકોને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

ગાંધીનગર : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19નાં વધુ નવા 366 કેસ સામે આવ્યા છે, જ્યારે વધુ 35 દર્દીઓનાં મોત થયા છે અને 305 લોકોને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 11746 પર પહોંચી છે અને 694 લોકોનાં મોત થયા છે. પત્રકાર પરિષદમાં સ્વાસ્થ્ય મંત્રાલયે આ જાણકારી આપી હતી.
અમદાવાદમાં 263, વડોદરા 22, સુરતમાં 33, ગાંધીનગર-12,ભાવનગર 4, રાજકોટ-1, અરવલ્લી 3, મહીસાગર 2, ખેડા 1, પાટણ 7, સાબરકાંઠા 1, દાહોદ 4, કચ્છ 3, વલસાડ 6, જૂનાગઢ 3 અને સુરેન્દ્રનગરમાં 1 કેસ નોંધાયો છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધુ 35 લોકોનાં મોત થયા છે. જેમાંથી 13નાં મોત પ્રાથમિક રીતે કોવિડ-19નાં કારણે જ્યારે 22નાં મોત કોરોના તથા કોમોબીડીટી, હાઈરીસ્ક જેવી અન્ય બીમારીના કારણે થયા છે. અમદાવાદમાં 31 ,સુરતમાં 2, પાટણ અને ભરૂચમાં 1-1 મોત થયું છે.
રાજ્યમાં અત્યાર સુધી નોંધાયેલ કુલ 11746 કોરોના કેસમાંથી 38 દર્દી વેન્ટિલેટર પર છે અને 6210 સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 4804 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 148824 ટેસ્ટ થયા જેમાંથી 11746 કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
ગુજરાત
Advertisement
