શોધખોળ કરો

Gujarat Rain: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ સક્રિય બન્યો છે. રાજ્યમાં હાલ 4 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આગામી બે દિવસ દરમિયાન અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ગુજરાતમાં ચાર સક્રિય સિસ્ટમથી આગામી બે દિવસ ભારે વરસાદ.
  • આજે અરવલ્લી, મહીસાગરમાં અતિભારે વરસાદ; અન્યત્ર યલો એલર્ટ.
  • ૧૧ ઓગસ્ટે કેટલાક જિલ્લામાં ભારે વરસાદ; પવનની પણ શક્યતા.
  • આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે.

Gujarat Rain Alert: ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ સક્રિય બન્યો છે. રાજ્યમાં હાલ 4 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આગામી બે દિવસ દરમિયાન અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાનની સ્થિતિને જોતા રાજ્યમાં સાર્વત્રિક વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. રાજ્યમાં એકસાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આગામી દિવસોમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને રાજ્યના અન્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે.

30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે

ભારે વરસાદની સાથે રાજ્યના કેટલાક વિસ્તારોમાં 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી છે. ગાજવીજ સાથે વરસાદની સ્થિતિમાં લોકોને સાવચેતી રાખવાની જરૂર રહેશે. આજે અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વિસ્તારોમાં ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે.

આ જિલ્લાઓમાં યલો એલર્ટ

આજે વાવ, થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ અને દાહોદમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વિસ્તારોમાં પણ ગાજવીજ અને પવન સાથે વરસાદની શક્યતા છે. અમદાવાદ શહેરમાં આજે સામાન્ય વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. શહેરમાં ભારે વરસાદની સરખામણીએ હળવાથી સામાન્ય વરસાદની સ્થિતિ રહેવાની આગાહી છે.

11 ઓગસ્ટે આ વિસ્તારોમાં ભારે વરસાદ

11 ઓગસ્ટે અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ અને છોટા ઉદેપુરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વિસ્તારોમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે. આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે, જ્યારે અન્ય વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળશે.

આગામી 7 દિવસ સુધી રાજ્યભરમાં વરસાદની સંભાવના

ગુજરાત પર લો પ્રેશર, મોનસૂન ટ્રફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયા છે. આ સિસ્ટમની અસરને કારણે આગામી 7 દિવસ સુધી રાજ્યભરમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. 

આ પણ વાંચો- Gujarat Rain: આગામી 3 કલાક રાજ્યના આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, હવામાન નાઉ કાસ્ટ

ચોમાસાની આ સિઝનમાં ગુજરાતમાં વરસાદના આંકડા પર નજર કરીએ તો સ્થિતિ એકંદરે ઘણી સારી રહી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માના જણાવ્યા અનુસાર: અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ 491.2 mm (એટલે કે આશરે 19.64 ઈંચ) વરસાદ ખાબકી ચૂક્યો છે. સામાન્ય રીતે આ સમયગાળા દરમિયાન રાજ્યમાં 450.5 mm વરસાદ થવો જોઈએ. આ આંકડાઓ સ્પષ્ટ કરે છે કે ગુજરાતમાં અત્યાર સુધીમાં સામાન્ય કરતા 9 ટકા વધુ વરસાદ નોંધાયો છે. કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારો હજુ પણ સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે. આંકડા મુજબ, સૌરાષ્ટ્ર અને કચ્છ પંથકમાં સિઝનનો સરેરાશ વરસાદ હજુ પણ 13 ટકા જેટલો ઓછો નોંધાયો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાક રાજ્યના આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, હવામાન નાઉ કાસ્ટ
Gujarat Rain: આગામી 3 કલાક રાજ્યના આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, હવામાન નાઉ કાસ્ટ
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
Advertisement

વિડિઓઝ

Chandipura Virus : ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 23 બાળકોના મોત
Gujarat Rain : આગાહી વચ્ચે ક્યાં શરૂ થયો વરસાદ?
Surat Ragging Case : સુરતમાં રેગિંગે લીધો ડોક્ટરનો જીવ
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી
Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રીય, 11 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
8th Pay Commission: 69,000 બેઝિક પગાર અને OPS ની માંગ, શું ખરેખર બદલાઈ જશે સરકારી કર્મચારીઓની કિસ્મત?
8th Pay Commission: 69,000 બેઝિક પગાર અને OPS ની માંગ, શું ખરેખર બદલાઈ જશે સરકારી કર્મચારીઓની કિસ્મત?
TRAIમાં ફ્રેશર્સ માટે નોકરીની તક, 80,000 રૂપિયા સુધીનો મળશે પગાર
TRAIમાં ફ્રેશર્સ માટે નોકરીની તક, 80,000 રૂપિયા સુધીનો મળશે પગાર
ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા
ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
ઓક્ટોબરમાં ભારતમાં Apple Pay થશે લોન્ચ, પરંતુ નહીં મળે UPI સર્વિસ, જાણો શું હશે ખાસ?
ઓક્ટોબરમાં ભારતમાં Apple Pay થશે લોન્ચ, પરંતુ નહીં મળે UPI સર્વિસ, જાણો શું હશે ખાસ?
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Embed widget