યુક્રેનમાં ફસાયા ઉત્તર ગુજરાતના 69, વડોદરાના 44 વિદ્યાર્થીઓ, સરકાર પાસે માંગી મદદ
યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ દિવસે ને દિવસે ઉગ્ર બની રહ્યું છે. યુક્રેનમાં ઉત્તર ગુજરાતના 69, વડોદરાના 44 સહિત અનેક ગુજરાતી વિદ્યાર્થીઓ ફસાયા છે
ગાંધીનગરઃ યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ દિવસે ને દિવસે ઉગ્ર બની રહ્યું છે. યુક્રેનમાં ઉત્તર ગુજરાતના 69, વડોદરાના 44 સહિત અનેક ગુજરાતી વિદ્યાર્થીઓ ફસાયા છે. વિદ્યાર્થીઓના પરિવારોએ સરકાર પાસે મદદ માંગી છે.
સુરતના જહાંગીરાબાદ ખાતે રહેતો પરિવાર યુક્રેન અને રશિયાના યુદ્ધના કારણે ચિંતામાં છે. પ્રમોદ પટેલની દીકરી ધ્વની પટેલ MBBS ના બીજા વર્ષમાં યુક્રેનમાં અભ્યાસ કરે છે. ધ્વનિ સાથે અન્ય 3 વિદ્યાર્થીનીઓ યુક્રેનમાં ફસાઇ છે. ધ્વનિ પટેલ, તુલસી પટેલ, જાનવી પટેલ નામની આ વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાઇ છે જેના કારણે તેમના પરિવારજનો ચિંતિંત છે.
તે સિવાય વડોદરાના 44 વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા છે. વડોદરાનો કેયુર પટેલ યુક્રેનની રાજધાની કીવમાં ફસાયો છે. તે યુક્રેનમાં મિકેનિકલ એન્જિનિયરનો અભ્યાસ કરવા ગયો હતો. કેયુર પટેલના માતા પિતાએ પુત્ર સાથે વીડિયો કોલ પર વાત કરી હતી. માતા પિતાએ પોતાના પુત્રને લાવવા માટે સાંસદ રંજનબેન ભટ્ટને પણ રજૂઆત કરી છે.
બીજી તરફ યુક્રેનમા ફસાયેલા ગુજરાતીઓ માટે રાજ્ય સરકારે કંટ્રોલ રૂમ શરૂ કર્યો છે. ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલ રૂમ પર કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારે ૦૭૯-૨૩૨૫૧૯૦૦ હેલ્પલાઇન નંબર જાહેર કર્યો હતો. બે દિવસમા ૭૨ જેટલી ઇન્કવાયરી કંન્ટ્રોલ રૂમને મળી હતી. જે પણ ફોન આવે તેમની માહિતી વિદેશ મંત્રાલયને મોકલી અપાય છે.
એક્ટ્રેસનો બૉલ્ડ અંદાજ, કપડાં ઉતારીને કેમેરાની સામે આવી ગઇ આ હૉટ એક્ટ્રેસ, ટૉપલેસ તસવીર વાયરલ
ગ્રેજ્યુએટ પાસ માટે આ સરકારી બેંકમાં સ્પેશિયાલિસ્ટ ઓફિસરની જગ્યા બહાર પડી, મળશે 78000 રૂપિયાનો પગાર