શોધખોળ કરો
સુરેન્દ્રનગરઃ ચોટીલા માતાજીના દર્શન કરી પરત ફરતા પરિવારને નડ્યો અકસ્માત, કારમાં આગ લાગતાં સાત લોકો બળીને ભડથું
અકસ્માતમાં મોત પામનાર તમામ મૃતકો નાઇ સમાજના અને પાટણ જિલ્લાના રાઘનપુર તાલુકાના નાનાપુરા ગામ અને સાંતલપુર તાલુકાના કોરડા ગામના હોવાનું સામે આવ્યું છે.

સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગર નજીક કાર અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ડમ્પરની ટક્કરે કારને અડફેટમાં લેતા કારમાં ભયાનક આગ લાગી અને કારમાં સવાર 7 લોકોના કારમાં જ સળગી જતા કરુણ મોત નીપજ્યા છે. જ્યારે એક મહિલાનો આબાદ બચાવ થયો છે. અકસ્માતમાં મોત પામનાર તમામ મૃતકો નાઇ સમાજના અને પાટણ જિલ્લાના રાઘનપુર તાલુકાના નાનાપુરા ગામ અને સાંતલપુર તાલુકાના કોરડા ગામના હોવાનું સામે આવ્યું છે. કમનસીબે મોત પામનાર તમામ 7 વ્યક્તિ એક જ પરીવારના સભ્યો હોવાનું પણ સામે આવ્યું છે . આ અકસ્માતમાં બે પરીવારોના તમામ સભ્યોએ જીવ ગુમાવ્યા છે. જેમાં તસ્વીરમાં જણાતા એક જ પરિવારના 5 સભ્યો જે સાંતલપુરના કોરડા ગામના હોવાનું સામે આવ્યું છે . પતિ , પત્નિ અને ૦૨ બાળકોના કરુણ મોત નીપજ્યા છે. જ્યારે અન્ય ૦૩ લોકો પણ નાનાપુરા ગામના એક જ પરીવારના સભ્યો છે . જેમાં પતિ , પત્નિ અને પુત્રનો સમાવેશ થાય છે. આ તમામ લોકો શુક્રવારે ચોટીલા ખાતે દર્શન કરીને પરત ફરતા મોડીરાત્રે અકસ્માત સર્જાતા કરુણ મોત નીપજ્યા છે. જ્યારે અકસ્માતમાં આબાદ બચાવ થયેલ મહિલાને સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડાયેલ છે. હાલમાં સમગ્ર અકસ્માત મામલે પોલીસે તપાસ પણ શરુ કરી દીધી છે . તો નાનાપુરા અને કોરડા ગામમા શોકનો માહોલ શર્જાયો છે . અકસ્માતમાં કમનશીબે મોત પામનાર લોકોના નામ: કોરડાનો પરીવાર( સાંતલપુર ) ૦૧_ નાઇ રમેશભાઇ મન્સુખભાઇ ૦૨_ નાઇ કૈલાષબેન રમેશભાઇ _ પત્નિ ૦૩_ નાઇ મિતલ રમેશભાઇ _ પુત્રી ૦૪_ નાઇ શનિ રમેશભાઇ _ પુત્ર નાનાપુરાનો પરીવાર( રાઘનપુર) ૦૫_ નાઇ હરેશભાઇ ચતુરભાઇ ૦૬_ નાઇ તેજશબેન હરેશભાઇ _ પત્નિ ૦૭_નાઇ હર્ષદ હરેશભાઇ _ પુત્ર
વધુ વાંચો





















