શોધખોળ કરો
Advertisement
ગુજરાતના કયા જિલ્લામાં કેટલા લોકોનું કોરોનાથી નિપજ્યું મોત? આ રહ્યું લેટેસ્ટ લિસ્ટ
સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કાળો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે અત્યાર સુધી ગુજરાતમાં કોરોનાના 2272 પોઝિટિસ કેસ નોંધાયા છે જ્યારે 95 લોકોનાં મોત નિપજ્યાં છે.
અમદાવાદઃ સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કાળો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે અત્યાર સુધી ગુજરાતમાં કોરોનાના 2272 પોઝિટિસ કેસ નોંધાયા છે જ્યારે 95 લોકોનાં મોત નિપજ્યાં છે. આ ઉપરાંત 144 લોકોના હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યાં છે. પોઝિટિવ કેસોની સાથે સાથે મોતનો આંકડો પણ વધી રહ્યો છે. અત્યાર સુધી અમદાવાદમાં 57 લોકોનાં કોરોનાને કારણે મોતને ભેટ્યાં છે. પોઝિટિવ કેસની સંખ્યા પણ અમદાવાદમાં વધુ છે.
ગુજરાતમાં કોરોનાથી થયેલા મોતના આંકડા અંગે વાત કરીએ તો, અમદાવાદમાં 57, સુરતમાં 12, વડોદરામાં 7, ભાવનગરમાં 5, આણંદમાં 2, ભરૂચમાં 3, ગાંધીનગરમાં 2, પાટણમાં 1, પંચમહાલમાં 2, કચ્છમાં 1, બોટાદમાં 1, જામનગરમાં 1 અને અરવલ્લીમાં 1નું મોત નિપજ્યું છે.
ગુજરાતમાં જે 2272 કેસ જેમાંથી 13 વેન્ટિલેટર પર છે જ્યારે 2020 સ્ટેબલ છે. જ્યારે કુલ 144 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં કુલ મૃત્યુઆંક 95એ પહોંચ્યો છે. છેલ્લા 24 કલાકમાં 2516 સેમ્પલ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા જેમાં 206 પોઝિટિવ, 2310 નેગેટિવ આવ્યા છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 38059 ટેસ્ટ કરવામાં આવ્યાછે જેમાંથી 2272 પોઝિટિવ આવ્યા છે જ્યારે 35787 નેગેટિવ આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
દેશ
Advertisement