(Source: ECI/ABP News/ABP Majha)
Heart attack: રાજ્યમાં હાર્ટ અટેકથી વધુ એક આશાસ્પદ યુવકે ગુમાવી જિંદગી, સુરતમાં 25 વર્ષિય યુવકનું મોત
સુરતના ઇચ્છાપોરમાં 25 વર્ષિય યુવકનું હાર્ટ અટેકના કારણે મૃત્યુ થયું છે. રાજકુમાર શાહુ નામના યુવકને થોડા મિનિટ માટે અસ્વસ્થતા અનુભવાય બાદ તે બેસી ગયો અને થોડી ક્ષણમાં તેમને હાર્ટ અટેક આવતી નિધન થયું છે.
સુરત:રાજયમાં નાની ઉંમરે થતાં હાર્ટ અટેકથી મોતે ચિંતા વધારી છે. રોજ બેથી ત્રણ કેસ સરેરાશ હાર્ટ અટેકના બની રહ્યાં છે, કોરોના બાદ હાર્ટ અટેકના વધતાં કેસના કારણે અનેક સવાલો ઉપસ્થિત થઇ રહ્યાં છે. સુરતમાં પણ વધુ એક આશાસ્પદ યુવકે હાર્ટ અટેકના કારણે જિંદગી ગુમાવી છે.
સુરતના ઇચ્છાપોર કવાસ વિસ્તારમાં 25 વર્ષીય યુવકનું હાર્ટ અટેકથી મોત થયું છે. રાજકુમાર શાહને અચાનક અસ્વસ્થતા અનુભવાતા તે નીચે બેસી ગયો હતો અને બાદ તેમને હાર્ટ અટેક આવતા તે ઢળી પડ્યો હતો. રાજકુમાર શાહુ જમ્યાં બાદ હજીરાની એક કંપનીમાં કોલસો ભરવા ગયો હતો આ દરમિયાન જ તેમની તબિયત ખરાબ થઇ હતી અને તે ત્યાં જ ટ્રક સામે બેસી ગયો હતો. આ ઘટનાના પગલે તેમને તાબડતોબ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો હતી. જો કે અહીં તેને ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો પ્રાથમિક રીતે તપાસમાં હાર્ટ અટેકથી મોતનું કારણ સામે આવ્યું છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલમાં લઇ જવાયો હતો. યુવકના મોતથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
છેલ્લા થોડા સમયમાં હાર્ટ એટેકથી થયેલા મોત
તારીખઃ 15 ઓક્ટોબર 202
સ્થળઃ ઈચ્છાપોર, સુરત
માતાજીની મૂર્તિ લઈને પરત
ફરતા સમયે હાર્ટ એટેકથી મોત
તારીખઃ 14 ઓક્ટોબર 2023
સ્થળઃ પાદરા
યુવક ઓચિંતા ઢળી પડ્યો
તારીખઃ 14 ઓક્ટોબર 2023
સ્થળઃ ગોધરા
શહેરાની કોલેજમાં કલાર્ક તરીકે ફરજ
બજાવતા યુવકનું હૃદયરોગના હુમલાથી મોત
તારીખઃ 13 ઓક્ટોબર 2023
સ્થળઃ ભુજ સ્વામિનારાયણ મંદિર
મોડાસા માર્કેટયાર્ડના સેક્રેટરી ઘનશ્યામભાઈ
ભટ્ટનું મંદિરમાં દર્શન વખતે ઢળી પડ્યા
તારીખઃ 13 ઓક્ટોબર 2023
સ્થળઃ વડોદરા
કારેલીબાગના 26 વર્ષીય યુવકનું
હાર્ટ એટેકથી નિધન
તારીખઃ 12 ઓક્ટોબર 2023
સ્થળઃ ઓલપાડ
42 વર્ષીય રત્નકલાકાર વિપુલભાઈ હિંચકા પર
બેઠા હતા અને હૃદયરોગનો હુમલો આવ્યો
તારીખઃ 12 ઓક્ટોબર 2023
સ્થળઃ સુરત
સુરતના વેસુમાં કલર કામ કરતા યુવકને
છાતીમાં દુઃખાવો ઉપડ્યો અને હાર્ટ એટેક આવ્યો
તારીખઃ 10 ઓક્ટોબર 2023
સ્થળઃ જામનગર
ધો. 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું યોગા
દરમિયાન હાર્ટ એટેક આવતા મોત
તારીખઃ 5 ઓક્ટોબર 2023
સ્થળઃ સુરત
પ્રિ-નવરાત્રિ નિમિતે ગરબા રમતા 26 વર્ષીય
યુવકનું હાર્ટ એટેકથી થયું નિધન
તારીખઃ 25 સપ્ટેમ્બર 2023
સ્થળઃ જામનગર
ગરબાની પ્રેકટિસ દરમિયાન 19 વર્ષીય યુવકને
હાર્ટ એટેક આવતા સારવાર પહેલા થયું મોત