શોધખોળ કરો

ACCIDENT: રાધનપુર હાઈવે પર ટ્રકે સાઈકલ ચાલકને ટક્કર મારતા ઘટના સ્થળે જ મોત

પાટણ: રાધનપુર હાઈવે પર અકસ્માતની ઘટનામાં એકનું મોત નિપજ્યું છે. કચ્છ તરફ જઈ રહેલ ટ્રકે સાઇકલ ચાલકને અડફેટે લીધો હતો. ટ્રકની અડફેટે આવતા સાઇકલ ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.

પાટણ: રાધનપુર હાઈવે પર અકસ્માતની ઘટનામાં એકનું મોત નિપજ્યું છે. કચ્છ તરફ જઈ રહેલ ટ્રકે સાઇકલ ચાલકને અડફેટે લીધો હતો. ટ્રકની અડફેટે આવતા સાઇકલ ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માતને પગલે લોકોના ટોળા થયા એકઠા થયા હતા. યુવકના મૃતદેહને રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.  ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.

પ્રવાસીઓના રિયલ ટાઈમ ડેટા માટે ‘AATITHYAM’ ડેશબોર્ડ કર્યું લોન્ચ

પ્રવાસન ક્ષેત્રને વધુ વેગ આપવા ગુજરાત સરકારે નવતર પહેલ કરી છે. સ્થાનિક –આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓના રિયલ ટાઈમ ડેટા માટે ‘આતિથ્યમ’ ડેશબોર્ડનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે.  પ્રવાસન ક્ષેત્રના વિકાસ થકી વધુ રોજગારી ઉપલબ્ધ કરાવવા સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓના રિયલ ટાઈમ ડેટા માટે ‘આતિથ્યમ’ ડેશબોર્ડનું લોન્ચિંગ કરનાર ગુજરાત એ ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે તેમ, આજે ગાંધીનગરથી ‘આતિથ્યમ’ ડેશબોર્ડનું લોન્ચિંગ પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ કર્યું હતું.

તેમણે કહ્યું હતું કે, પ્રવાસનના ક્ષેત્રમાં ગુજરાતે ખૂબ ઊંચી ઉડાન ભરી છે, આજથી ૨૦ વર્ષ પહેલાં ભારતના પ્રવાસનના નકશામાં ગુજરાતનું ક્યાંય નામો-નિશાન નહોતું ત્યારે રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ ગુજરાતે પ્રવાસન ક્ષેત્રે વિકાસની હરણફાળ ભરી છે જેના પરિણામ સ્વરૂપે આજે વિશ્વભરમાં ગુજરાત પ્રવાસન ક્ષેત્રે મૈત્રી પૂર્ણ રાજ્ય તરીકે ઉભરી આવ્યું છે. પીએમ મોદીએ પ્રવાસનને એક મિશન મોડ તરીકે લેવા કરેલા અનુરોધના ભાગરૂપે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આ વર્ષે ૨૦૨૩-૨૪ના ગુજરાત બજેટમાં પ્રવાસન ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે અત્યાર સુધીમાં સૌથી વધુ રૂ. ૨,૦૭૭ કરોડની જોગવાઈ એટલે કે ગત વર્ષ કરતા પ્રવાસન બજેટમાં ૩૪૬ ટકાનો વધારો કર્યો છે. 

પ્રવાસન મંત્રીએ જણાવ્યું હતું કે, ‘આતિથ્યમ’ ડેશબોર્ડમાં રાજ્યના વિવિધ જિલ્લાઓ, પ્રવાસન સ્થળોની કેટલા પ્રવાસીઓએ મુલાકાત લીધી તેની માહિતી પણ એકત્ર થશે એટલું જ નહિ, ડેશબોર્ડના માધ્યમથી પ્રવાસીઓની ઉંમર, ઘરેલુ કે આંતરરાષ્ટ્રીય પ્રવાસી, પ્રવાસનો હેતુ, કેટલા દિવસ કે રાત્રિ રોકાણ કર્યું તેની વિગતો પણ ઉપલબ્ધ થશે. સચોટ આંકડાકીય વિગતો પ્રાપ્ત થવાને પરિણામે પ્રવાસન સ્થળોને વધુ વિકસિત કરવા માટે વિવિધ પ્રકારની યોજના, પ્રવાસી સુવિધાઓ વિકસાવવા તેમજ પ્રોજેક્ટ નિર્ધારિત કરવામાં ગુજરાત સરકારને વધુ સરળતા રહેશે. ગુજરાતના GSDPમાં પ્રવાસન ક્ષેત્રના યોગદાન વિશે ચોક્કસ માહિતી પણ પ્રાપ્ત થશે. 

મંત્રીએ વધુ વિગતો આપતાં કહ્યું હતું કે, ‘ગુજરાત’ ચાર અક્ષરનો આ શબ્દ આજે વિકાસનાં નકશામાં કંઈક અલગ ભાત પાડી રહ્યો છે. ગુજરાતની શ્રેષ્ઠતા, ગુજરાતનું ગૌરવ અને ગુજરાતનો વિકાસ આ ત્રિવેણી સંગમ ગુજરાતની ગરિમાની આગવી ઓળખ છે. ગુજરાતે ટુરિઝમ સેક્ટરમાં અનેક નવી પહેલ કરી છે. ટુરિઝમ પોલિસી અને હેરિટેજ ટુરિઝમ પોલિસીનો નવો કન્સેપ્ટ ગુજરાતે દેશને આપ્યો છે એટલું જ નહિ, હોમ સ્ટે પોલિસી દ્વારા ગ્રામ્યવિસ્તારમાં રોજગારીની તકોમાં વધારો થયો છે. ટુરિઝમ સેક્ટરે રાજ્યની અર્થવ્યવસ્થાને નવું બળ પૂરું પાડ્યું છે. ગુજરાત સરકાર ‘વોકલ ફોર લોકલ’ અંતર્ગત વણ ખેડાયેલા પ્રવાસન ધામોને વિકસાવી રોજગારીની વિપુલ તકો ઉભી કરી રહી છે તેમ જણાવી મંત્રીએ નવીન ડેશબોર્ડ બદલ સૌને અભિનંદન પાઠવ્યા હતા. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Accident: રખડતાં ઢોરના કારણે દ્રારકા હાઇવે પર ગમખ્વાર અકસ્માત, બે માસૂમ બાળકો સહિત 5નાં મોત
Accident: રખડતાં ઢોરના કારણે દ્રારકા હાઇવે પર ગમખ્વાર અકસ્માત, બે માસૂમ બાળકો સહિત 5નાં મોત
Nepal Flood: ભારે વરસાદ બાદ નેપાળમાં પૂર અને ભૂસ્ખલનથી 112ના મોત,બિહારમાં એલર્ટ જારી
Nepal Flood: ભારે વરસાદ બાદ નેપાળમાં પૂર અને ભૂસ્ખલનથી 112ના મોત,બિહારમાં એલર્ટ જારી
Financial Rules: 1 ઓક્ટોબરથી થવા જઈ રહ્યા છે 10 મોટા ફેરફાર,તહેવારોની સિઝનમાં તમારા બજેટ પર કરશે અસર
Financial Rules: 1 ઓક્ટોબરથી થવા જઈ રહ્યા છે 10 મોટા ફેરફાર,તહેવારોની સિઝનમાં તમારા બજેટ પર કરશે અસર
BCCIએ IPL 2025માં રિટેન્શનના નિયમોને આપી મંજૂરી, આ વખતે જોવા મળશે 8 મોટા ફેરફાર
BCCIએ IPL 2025માં રિટેન્શનના નિયમોને આપી મંજૂરી, આ વખતે જોવા મળશે 8 મોટા ફેરફાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Fire In Travel| અમદાવાદ-મુંબઈ એક્સ્પ્રેસ વે પર ભડભડ કરતી સળગી ગઈ ખાનગી ટ્રાવેલ્સDwarka Accident | દ્વારકામાં બારડિયા નજીક ટ્રાવેલ્સ અને બે કાર વચ્ચે ગમખ્વાર અક્સમાત, 7 લોકોના મોતની આશંકા, 15 લોકો ઈજાગ્રસ્તHun To Bolish | હું તો બોલીશ | આખી રાત વાગશે ઢોલ!Hun To Bolish | હું તો બોલીશ | યાત્રાધામમાં સાફ-સફાઈ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Accident: રખડતાં ઢોરના કારણે દ્રારકા હાઇવે પર ગમખ્વાર અકસ્માત, બે માસૂમ બાળકો સહિત 5નાં મોત
Accident: રખડતાં ઢોરના કારણે દ્રારકા હાઇવે પર ગમખ્વાર અકસ્માત, બે માસૂમ બાળકો સહિત 5નાં મોત
Nepal Flood: ભારે વરસાદ બાદ નેપાળમાં પૂર અને ભૂસ્ખલનથી 112ના મોત,બિહારમાં એલર્ટ જારી
Nepal Flood: ભારે વરસાદ બાદ નેપાળમાં પૂર અને ભૂસ્ખલનથી 112ના મોત,બિહારમાં એલર્ટ જારી
Financial Rules: 1 ઓક્ટોબરથી થવા જઈ રહ્યા છે 10 મોટા ફેરફાર,તહેવારોની સિઝનમાં તમારા બજેટ પર કરશે અસર
Financial Rules: 1 ઓક્ટોબરથી થવા જઈ રહ્યા છે 10 મોટા ફેરફાર,તહેવારોની સિઝનમાં તમારા બજેટ પર કરશે અસર
BCCIએ IPL 2025માં રિટેન્શનના નિયમોને આપી મંજૂરી, આ વખતે જોવા મળશે 8 મોટા ફેરફાર
BCCIએ IPL 2025માં રિટેન્શનના નિયમોને આપી મંજૂરી, આ વખતે જોવા મળશે 8 મોટા ફેરફાર
General Knowledge: એલિયન્સ સાથે જોડાયેલી આ ત્રણ ઘટનાઓને દુનિયા ક્યારેય નહીં ભૂલી શકે,એકમાં તો થયું હતું અપહરણ
General Knowledge: એલિયન્સ સાથે જોડાયેલી આ ત્રણ ઘટનાઓને દુનિયા ક્યારેય નહીં ભૂલી શકે,એકમાં તો થયું હતું અપહરણ
Online Shopping: જો તમે પણ દિવાળી સેલમાં ઓનલાઈન શોપિંગ કરી રહ્યા છો તો સાવધાન! બની શકો છો આ કૌભાંડનો શિકાર
Online Shopping: જો તમે પણ દિવાળી સેલમાં ઓનલાઈન શોપિંગ કરી રહ્યા છો તો સાવધાન! બની શકો છો આ કૌભાંડનો શિકાર
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
BCCIના આ એક નિર્ણયથી IPL 2025માં MS ધોનીને થશે કરોડોનું નુકસાન
BCCIના આ એક નિર્ણયથી IPL 2025માં MS ધોનીને થશે કરોડોનું નુકસાન
Embed widget