Surat: મહુવામાં પ્રેમીપંખીડાએ કેનાલમાં ઝંપલાવી મોતને વ્હાલું કર્યું
સુરત: મહુવા તાલુકાના કોષ ગામની સીમમાંથી પસાર થતી નહેરમાં પ્રેમીપંખીડાઓએ જીવન ટુંકાવ્યું છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર વ્યારાના પરિણીત યુવાનનો યુવતી સાથે પ્રેમ સંબંધ હતો
સુરત: મહુવા તાલુકાના કોષ ગામની સીમમાંથી પસાર થતી નહેરમાં પ્રેમીપંખીડાઓએ જીવન ટુંકાવ્યું છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર વ્યારાના પરિણીત યુવાનનો યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. યુવાન યુવતીને લઈ ગતરોજ બપોરના સમયે બાઇક પર સવાર થઈ નીકળ્યો હતો. યુવાનના સગા સબંધીએ શોધખોળ આદરી છતાં કોઈ ભાળ ન મળતા વ્યારા પોલીસ મથકે ગુમ જાણવા જોગ ફરિયાદ આપી હતી. યુવાનની મોપેડ સાથે નહેર કિનારે બન્નેના ચપ્પલ મળી આવતા પોલીસે તપાસ આદરી હતી. આખર કોષ ગામની સમમાંથી પસાર થતી ઉકાઈ ડાબા કાંઠા નહેરમાંથી યુવક અને યુવતીના મૃતદેહ મળી આવ્યા હતા. અનાવલ પોલીસે બન્નેના મૃતદેહનો કબ્જો લઈ પી.એમ કરાવવાની કાર્યવાહી હાથ ધરી છે.
સાબરમતી નદીમાંથી એક જ દિવસમાં 4 મૃતદેહ મળી આવતા અરેરાટી
સાબરમતી નદીમાં પાંચ અલગ અલગ બનાવમાં 4 મૃતદેહ મળી આવ્યા છે. સાબરમતી નદીમાથી ફાયર વિભાગે એક જ દિવસમાં 4 મૃતદેહ બહાર કાઢ્યા છે. શુક્રવાર સાંજથી શનિવાર સવાર સુધીમાં પાંચ અલગ અલગ બનાવો સામે આવ્યા છે. પાંચ કલાકમાં નદીના પાચ કૉલ મળ્યા હતા. પાંચ કોલમાં 4 મૃતદેહ બહાર કઢાયા છે. જ્યારે એક વ્યક્તિનો જીવ બચાવવામાં આવ્યો છે. ઉસ્માનપુરા ગાર્ડન, આંબેડકર બ્રિજ,સુભાષ બ્રિજ,એલિસ બ્રિજ પાસેથી મૃતદેહ મળી આવ્યા છે.
આંબેડકર બ્રિજ પાસે એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. સુભાષ બ્રિજ નારાયણ ઘાટ પાસે અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે. સપ્તર્ષિના આરા પાસે એક યુવકનો મૃતદેહ મળી તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ઉસમાનપુરા બગીચા પાસે પણ એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. ફાયર બ્રિગેડે નદીમાંથી મૃતદેહ બહાર કાઢી પોલીસને સોંપ્યો છે.
તો બીજી કરફ એલિસ બ્રિજ ઉપરથી નદીમાં જંપલાવનાર યુવકને ફાયર બિગેડ બચાવી હોસ્પિટલે ખસેડ્યો છે. પાંચ બનાવમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત તણાઈ આવેલા મૃતદેહ અલગ અલગ સ્થળોએ આવ્યા હોવાનું અનુમાન છે. સાબરમતી નદી સુસાઈડ પોઈન્ટ બની રહી છે.
બેટ દ્વારકા જતી ફેરી બોટ સર્વિસ બંધ
સમગ્ર રાજ્યની જેમ યાત્રાધામ દ્વારકામાં પણ કમોસમી વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદ અને ભારે પવનના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. દ્વારકાનાં માર્ગો પર પાણી ફરી વળ્યા છે. પવન અને વરસાદને લઇ યાત્રાધામ દ્વારકા અને ગ્રામ્ય વિસ્તારોમાં રોડ રસ્તા સુના સુના જોવા મળી રહ્યા છે. ભારે વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે તો બીજી તરફ ભારે પવનના કારણે બેટ દ્વારકા જતી ફેરી બોટ સર્વિસ બંધ કરવામાં આવી છે.