શોધખોળ કરો

Gujarat Election 2022: EVM માં ચેડાંની આશંકાએ કોંગ્રેસ-આપના કાર્યકરો 24 કલાક કરી રહ્યા છે પહેરો, સ્ટ્રોંગ રુમ બહાર લગાવ્યા સીસીટીવી

Gujarat Assembly Election 2022: રાજ્યમાં પ્રથમ ચરણની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ ગઈ છે પરંતુ ઈવીએમમાં ચેડાં થવાની આશંકાને લઈને વલસાડ ખાતે ઇવીએમ સ્ટ્રોંગ રૂમની બહાર કોંગ્રેસ અને આપ નેતાઓ દ્વારા પેહરો ભરવામાં આવી રહ્યો છે.

રાજ્યમાં પ્રથમ ચરણની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ ગઈ છે ત્યારે વલસાડની પાંચ બેઠકો પર 65 ટકા જેટલું મતદાન થયું છે ત્યારે તમામ પાર્ટીઓ જીતના દાવા કરી રહી છે. જોકે વલસાડની એન્જિનિયરિંગ કોલેજ ખાતે  સ્ટ્રોંગ રૂમમાં ઈવીએમ રાખવામાં આવ્યા છે. જેના કારણે આ સ્ટ્રોંગ રુમની બહાર આપ અને કોંગ્રેસનો પહેરો જોવા મળી રહ્યો છે. વલસાડની સરકારી ઇજનેરી કોલેજ બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. જોકે પોલીસની સાથે સાથે ઉમેદવારો અને કાર્યકર્તાઓનો પહેરો જોવા મળી રહ્યો છે.

ઇવીએમ સાથે છેડછાડ થઈ શકે છે તેવી આશંકાએ પહેરો ગોઠવવામાં આવ્યો છે. મતદાન પૂર્ણ થયા બાદ ઇવીએમ મશીન વલસાડમાં સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવ્યા છે. આપના ઉમેદવારો અને કોંગ્રેસના ઉમેદવારો અને અગ્રણીનો 24 કલાક પહેરો જોવા મળી રહ્યો છે. જોકે સ્ટ્રોંગ રૂમની આસપાસ સીસીટીવી કેમેરા પણ લગાવ્યા છે. સીસીટીવી મોનિટરિંગ કરી તમામ ગતિવિધિઓ પર આપ અને કોંગ્રેસ બંને પક્ષ નજર રાખી રહ્યું છે.

બીજા તબક્કાની 93 બેઠકો પર ચૂંટણી પ્રચાર પડઘમ શાંત

બીજા તબક્કાની 93 બેઠકો માટે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થયા છે.  આ 93 બેઠકો પર 5 ડિસેમ્બરના મતદાન યોજાશે.  પક્ષો-ઉમેદવારો સાંજથી ડોર ટુ ડોર તેમજ સોશિયલ મીડિયા થકી ઉમેદવારોને રીઝવવા માટે છેલ્લી ઘડી સુધી પ્રયાસ કરશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં 14 જિલ્લાની 93 બેઠક માટે કુલ 833 ઉમેદવારો મેદાનમાં છે.  

ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી પી.ભારતી ચૂંટણી અંગે વિગતો આપતા કહ્યું  કે, ‘ બીજા તબક્કાની ચૂંટણીમાં 37,432 બેલેટ યૂનિટ, કંટ્રોલ યૂનિટ 36,157 અને VVPAT 40,066 ઉપયોગ કરી રહ્યા છે. મતદાન કર્મચારીઓની સંખ્યા 1,13,325 છે.’ ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. 

5 ડિસેમ્બરે 14 જિલ્લાની 93 બેઠક માટે બીજા તબક્કાનું મતદાન

  • બનાસકાંઠા જિલ્લો : બેઠકોના નામ : વાવ, થરાદ, ધાનેરા, દાંતા (ST), વડગામ (SC), પાલનપુર, ડીસા, દિયોદર, કાંકરેજ
  • પાટણ જિલ્લો : બેઠકોના નામ : રાધનપુર, ચાણસ્મા, પાટણ, સિદ્ધપુર
  • મહેસાણા જિલ્લો : બેઠકો : ખેરાલુ, ઉંઝા, વિસનગર, બેચરાજી, કડી, મહેસાણા, વિજાપુર
  • સાબરકાંઠા જિલ્લો : બેઠકોના નામ : હિંમતનગર, ઈડર, ખેડબ્રહ્મા (ST), પ્રાંતિજ
  • અરવલ્લી જિલ્લો : બેઠકોના નામ : ભિલોડા (ST), મોડાસા, બાયડ
  • ગાંધીનગર જિલ્લો : બેઠકો: દહેગામ, ગાંધીનગર દક્ષિણ, ગાંધીનગર ઉત્તર, માણસા, કલોલ
  • અમદાવાદ જિલ્લો : બેઠકો: વિરમગામ, સાણંદ, ઘાટલોડિયા, વેજલપુર, વટવા, એલિસબ્રિજ, નારાણપુરા, નિકોલ, નરોડા, ઠક્કરબાપા નગર, બાપુનગર, અમરાઈવાડી, દરિયાપુર, જમાલપુર-ખાડિયા, મણિનગર, દાણીલીમડા, સાબરમતી, અસારવા, દસક્રોઈ, ધોળકા, ધંધુકા
  • આણંદ જિલ્લો : બેઠકો : ખંભાત, બોરસદ, આંકલાવ, ઉમરેઠ, આણંદ, પેટલાદ, સોજિત્રા
  • ખેડા જિલ્લો : બેઠકોના નામ : માતર, નડિયાદ, મહેમદાબાદ, મહુધા, ઠાસરા, કપડવંજ
  • મહીસાગર જિલ્લો : બેઠકોના નામ : બાલાસિનોર, લુણાવાડા, સંતરામપુર 
  • પંચમહાલ જિલ્લો : બેઠકોના નામ :  શહેરા, મોરવાહડફ, ગોધરા, કાલોલ, હાલોલ
  • દાહોદ જિલ્લો : બેઠકો : ફતેપુરા, ઝાલોદ, લીમખેડા, દાહોદ, ગરબાડા, દેવગઢ બારિયા
  • વડોદરા જિલ્લો : બેઠકોના નામ : સાવલી, વાઘોડિયા, ડભોઈ, વડોદરા શહેર (SC), સયાજીગંજ, અકોટા, રાવપુરા, માંજલપુર, પાદરા, કરઝણ
  • છોટાઉદેપુર જિલ્લો : બેઠકોના નામ: છોટાઉદેપુર, જેતપુર (ST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સંઘાણીએ પાટીલ સામે ખોલ્યો મોરચો, કહ્યું- સહકાર ક્ષેત્રે ન કરો દખલગીરી
સંઘાણીએ પાટીલ સામે ખોલ્યો મોરચો, કહ્યું- સહકાર ક્ષેત્રે ન કરો દખલગીરી
Ambalal Patel Forecast: રાજ્યમાં હજુ ગાજવીજ સાથે પડશે વરસાદ, આ તારીખથી પડશે આકરી ગરમીઃ અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં હજુ ગાજવીજ સાથે પડશે વરસાદ, આ તારીખથી પડશે આકરી ગરમીઃ અંબાલાલ પટેલની આગાહી
PM Modi Property: ન ઘર, ન ગાડી, ન કોઈ જમીન, PM મોદીના હાથ પર છે 52 હજારની કેશ અને સોનાની 4 વીંટી
PM Modi Property: ન ઘર, ન ગાડી, ન કોઈ જમીન, PM મોદીના હાથ પર છે 52 હજારની કેશ અને સોનાની 4 વીંટી
કાર્બન ફાર્મિંગ શું છે, કેવી રીતે ભારતના ખેડૂતો જળવાયુ પરિવર્તન પર વિશ્વને બતાવી શકે છે રસ્તો?
કાર્બન ફાર્મિંગ શું છે, કેવી રીતે ભારતના ખેડૂતો જળવાયુ પરિવર્તન પર વિશ્વને બતાવી શકે છે રસ્તો?
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ભાજપમાં ઉકળતો ચરુHun To Bolish | હું તો બોલીશ | આકાશમાંથી આફત, ખેડૂતની આંખમાં આંસૂCID Crime | CID ક્રાઇમના દરોડા બાદ આંગડિયા પેઢીઓમાં સન્નાટો, જુઓ અહેવાલSwaminarayan Gurukul | 'વિદ્યાર્થીને સાધૂ બનાવવા માગે છે સ્વામી', પિતાનો ગંભીર આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંઘાણીએ પાટીલ સામે ખોલ્યો મોરચો, કહ્યું- સહકાર ક્ષેત્રે ન કરો દખલગીરી
સંઘાણીએ પાટીલ સામે ખોલ્યો મોરચો, કહ્યું- સહકાર ક્ષેત્રે ન કરો દખલગીરી
Ambalal Patel Forecast: રાજ્યમાં હજુ ગાજવીજ સાથે પડશે વરસાદ, આ તારીખથી પડશે આકરી ગરમીઃ અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં હજુ ગાજવીજ સાથે પડશે વરસાદ, આ તારીખથી પડશે આકરી ગરમીઃ અંબાલાલ પટેલની આગાહી
PM Modi Property: ન ઘર, ન ગાડી, ન કોઈ જમીન, PM મોદીના હાથ પર છે 52 હજારની કેશ અને સોનાની 4 વીંટી
PM Modi Property: ન ઘર, ન ગાડી, ન કોઈ જમીન, PM મોદીના હાથ પર છે 52 હજારની કેશ અને સોનાની 4 વીંટી
કાર્બન ફાર્મિંગ શું છે, કેવી રીતે ભારતના ખેડૂતો જળવાયુ પરિવર્તન પર વિશ્વને બતાવી શકે છે રસ્તો?
કાર્બન ફાર્મિંગ શું છે, કેવી રીતે ભારતના ખેડૂતો જળવાયુ પરિવર્તન પર વિશ્વને બતાવી શકે છે રસ્તો?
EXCLUSIVE: 2024 માં પણ જોવા મળશે મોદી લહેર? જાણો આ સવાલ પર શું બોલ્યા અમિત શાહ
EXCLUSIVE: 2024 માં પણ જોવા મળશે મોદી લહેર? જાણો આ સવાલ પર શું બોલ્યા અમિત શાહ
Polling Booth Rules: મતદાન મથક પર શું હોય છે બે રૂપિયાવાળો નિયમ, જેનાથી રોકી શકાય છે નકલી મતદાન
Polling Booth Rules: મતદાન મથક પર શું હોય છે બે રૂપિયાવાળો નિયમ, જેનાથી રોકી શકાય છે નકલી મતદાન
પોઇચા નજીક  નર્મદા નદીમાં ત્રણ બાળકો સહિત  સાત લોકો ડૂબ્યાં. યુદ્ધના ધોરણ રેસ્ક્યુ ઓપરેશન શરૂ
પોઇચા નજીક નર્મદા નદીમાં ત્રણ બાળકો સહિત સાત લોકો ડૂબ્યાં. યુદ્ધના ધોરણ રેસ્ક્યુ ઓપરેશન શરૂ
Unseasonal Rain : ખેડૂતો માટે આવ્યા મોટા સમાચાર, માવઠાને કારણે થયેલા નુકસાનનો સર્વે કરવા કૃષિમંત્રીનો આદેશ
Unseasonal Rain : ખેડૂતો માટે આવ્યા મોટા સમાચાર, માવઠાને કારણે થયેલા નુકસાનનો સર્વે કરવા કૃષિમંત્રીનો આદેશ
Embed widget