શોધખોળ કરો

GCAS પૉર્ટલને લઇ ABVPનું વિરોધ પ્રદર્શન, ગુજરાતમાં ઠેર-ઠેર વિદ્યાર્થીઓએ કર્યુ ચક્કાજામ

ABVP Protest: ગુજરાતમાં આજે સવારથી જ એબીવીપી કાર્યકર્તાઓએ વિરોધ શરૂ કર્યો છે, છેલ્લા કેટલાક સમયથી GCAS પૉર્ટલને લઇને ખામીઓ આવી રહી છે

ABVP Protest: ગુજરાતમાં આજે સવારથી જ એબીવીપી કાર્યકર્તાઓએ વિરોધ શરૂ કર્યો છે, છેલ્લા કેટલાક સમયથી GCAS પૉર્ટલને લઇને ખામીઓ આવી રહી છે, અને હવે આ પૉર્ટલ જામ થતાં એબીવીપીએ પૂરજોશમાં વિરોધ પ્રદર્શન શરૂ કર્યુ છે, અને ઠેક ઠેર દેખાવો સાથે ચક્કાજામ કર્યુ છે. આજે અમદાવાદથી લઇને સુરત, વડોદરા, આણંદ સહિતના શહેરોમાં વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગુજરાતમાં આજે એબીવીપી કાર્યકર્તાઓ દ્વારા જબરદસ્ત વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ છે. GCAS પૉર્ટલને લઇને ABVP આ વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરા, આણંદ, જામનગર, જેતપુર, મહેસાણામાં વિરોધ પ્રદર્શન શરૂ થયુ હતુ. ખાસ વાત છે કે, વિવિધ પ્રશ્નો, વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીને લઈને વિરોધ કરવામાં આવી રહ્યું હતુ. આ ઉપરાંત સુરતમાં આજે સવારથી જ એબીવીપીના કાર્યકર્તાઓઓ રસ્તા રોકીને ચક્કાજામ કર્યો હતો. વિદ્યાર્થીઓનો આરોપ છે કે ખાનગી કૉલેજો મનમાની કરી રહી છે. GCAS પૉર્ટલને લઇને વિરોધ દરમિયાન એબીવીપીના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણના પણ દ્રશ્યો સર્જાયા હતા, અને પોલીસે કેટલાક વિદ્યાર્થીઓની અટકાયત પણ કરી હતી. 

રાજ્યની 14 યુનિવર્સિટીમાં લાગુ ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ પોર્ટલ, જાણો શું છે વિશેષતા

અરજી એક, વિકલ્પ અનેકના ધ્યેય સાથે ખાસ પોર્ટલ તૈયાર કરવામાં આવ્યુંઃ પ્રફુલ પાનશેરિયા

શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું કે, ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ-  પોર્ટલ થકી રાજ્યના વિદ્યાર્થીઓ માટે એડમિશન પ્રક્રિયા અત્યંત સરળ બની જશે. એટલું જ નહિ, એડમિશન માટે કોલેજોમાં ધક્કા ખાવા સહિતની જે અગવડતા વિદ્યાર્થી અને વાલીઓએ અનુભવવી પડતી હતી તેનું નિરાકરણ આવી જશે. ટેકનોલોજીની મદદથી 'અરજી એક, વિકલ્પ અનેક'ના ધ્યેય સાથે ખાસ પોર્ટલ તૈયાર કરી આ પ્રકારની કોમન એડમિશન પ્રક્રિયા શરૂ કરનાર ગુજરાત સમગ્ર ભારતમાં પ્રથમ છે જેનું ગર્વ છે. આ પોર્ટલથી સમગ્ર એડમિશન પ્રક્રિયા ઝડપી થશે જે આવનાર સમયમાં વરદાનરૂપ સાબિત થશે.

માત્ર સ્નાતક જ નહીં અનુસ્તાક, પીએચડી કક્ષાના અભ્યાસક્રમો માટેનું કોમન એડમિશન

આ પૉર્ટલ દ્વારા માત્ર સ્નાતક કક્ષાના જ નહિ, પરંતુ અનુસ્નાતક, પી.એચ.ડી. એવા અભ્યાસક્રમો માટેનું કૉમન ઍડિ્‌મશન રહેશે. વિદ્યાર્થીની અનેક વિટંબણાઓનો આ પૉર્ટલ થકી અંત આવશે. સામાન્યતઃ મનપસંદ યુનિવર્સિટી તેમજ કૉલેજ, અનુકૂળ અભ્યાસક્રમ પસંદ કરવાની પ્રક્રિયા તેમજ દરેક જગ્યાએ રૂબરૂ જવાની તમામ પરિસ્થિતિનો અંત આવશે. માહિતીના અભાવે ઘણી વાર ખોટા અભ્યાસક્રમમાં, ખોટી રીતે એડિ્‌મશન લેવાની ભૂલ થતી હોય છે. વિશાળ શ્રેણીમાં ઉપલબ્ધ તકમાંથી ઉત્તમ તક ઝડપીને પ્રક્રિયા સરળ બનાવવી એ જ આ પૉર્ટલનું કામ છે.

બે ભાષામાં પોર્ટલ ઉપલબ્ધ

આ પૉર્ટલને કારણે બારમા ધોરણ પછી વિદ્યાર્થી અને વાલીને આટ્‌ર્સ, કૉમર્સ, સાયન્સ, રૂરલ સ્ટડીઝના અનેકવિધ અભ્યાસક્રમો છે, અનેક યુનિવર્સિટીઓ છે, અનેક કૉલેજો છે તેમાંથી પોતાની મનપસંદ સંસ્થા અને અભ્યાસક્રમ પસંદ કરવાની વિશાળ તક પ્રાપ્ત થાય છે.
અલગ અલગ જગ્યાએ જઈને લાંબી મુસાફરી, લાંબી પ્રક્રિયામાંથી મુક્તિ મળે છે. અલગ અલગ સંસ્થાઓમાં જે પ્રવેશ ફી ભરવી પડે છે તેમાંથી પણ મુક્તિ મળે છે. GCAS પૉર્ટલ અંગ્રેજી અને ગુજરાતી એ બે ભાષાઓમાં ઉપલબ્ધ છે, જેને કારણે માહિતી સરળતાથી મેળવી શકાય અને તમામ વિદ્યાર્થી સરળતાથી ઍપ્લિકેશન કરી શકશે.

GCAS પૉર્ટલની વિશેષતાઓ

  •  સરળતાથી ડૉક્યૂમેન્ટ્‌સ અપલોડ કરી શકાય છે.
  •  અનેક વિષયો પસંદ કરી શકાય છે. 
  •  જે તે સંસ્થા કે યુનિવર્સિટી દ્વારા જે પ્રવેશપ્રક્રિયાની યાદી તૈયાર થાય છે તેનાં નોટિફિકેશન્સ સરળતાથી રજિસ્ટર થયેલા મોબાઈલ ફોન અને ઈ-મેઈલ થકી પ્રાપ્ત થાય છે.
  • તમામ યુનિવર્સિટીઓને વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશન પછીથી એડ‌મીશનની પ્રક્રિયાની સ્વાયત્તતા રહેશે.
  •  માત્ર એક જ વખત પ્રવેશ ફ્રી ભરીને લાંબી, થકવી નાખનારી, ખર્ચાળ પ્રક્રિયામાંથી મુક્તિ મેળવીને ઍડિ્‌મશનની પ્રક્રિયા સરળ કરનારા આ પૉર્ટલ થકી વિદ્યાર્થીને અને વાલીને ખૂબ જ સહાય મળશે.
  •  

કઇ ૧૪ યુનિવર્સિટીઓમાં આ પોર્ટલ લાગુ પડશે ?

ગુજરાત યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી-વડોદરા, ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ ટીચર એજ્યુકેશન – IITE, શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, સરદાર પટેલ યુનિવર્સિટી, ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણવર્મા યુનિવર્સિટી, મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી, બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, શ્રી ગુરૂ ગોવિંદ યુનવર્સિટી, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, ભક્ત કવિ નરસિંહ મહેતા જુનાગઢ યુનિવર્સિટી, વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી , ચિલ્ડ્ર્ન્સ યુનિવર્સિટી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સૌરાષ્ટ્રમાં સિસ્ટમ સક્રીય થતાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 48 કલાક ભારેઃ અંબાલાલ પટેલની આગાહી
સૌરાષ્ટ્રમાં સિસ્ટમ સક્રીય થતાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 48 કલાક ભારેઃ અંબાલાલ પટેલની આગાહી
આગામી ત્રણ કલાક આ જિલ્લાઓ માટે ભારે, જોરદાર પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાક આ જિલ્લાઓ માટે ભારે, જોરદાર પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
Alert! આજથી બંધ થઇ શકે આ સેવિંંગ એકાઉન્ટ,  તમારું નામ તો નથી ને આ લિસ્ટમાં
Alert! આજથી બંધ થઇ શકે આ સેવિંંગ એકાઉન્ટ, તમારું નામ તો નથી ને આ લિસ્ટમાં
Rain Alert: આ 10 જિલ્લામાં ધડબડાટી બોલાવશે વરસાદ, હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું
Rain Alert: આ 10 જિલ્લામાં ધડબડાટી બોલાવશે વરસાદ, હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Accident | અમદાવાદમાં ફોર્ચ્યુનર અને થાર વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત, 3ના મોત; કારમાંથી મળ્યો દારૂCar structed in Flooded river of Dhoraji RajkotGujarat Rain | ગુજરાતમાં 24 કલાકમાં કયા જિલ્લામાં કેટલો ખાબક્યો વરસાદ?Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સૌરાષ્ટ્રમાં સિસ્ટમ સક્રીય થતાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 48 કલાક ભારેઃ અંબાલાલ પટેલની આગાહી
સૌરાષ્ટ્રમાં સિસ્ટમ સક્રીય થતાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 48 કલાક ભારેઃ અંબાલાલ પટેલની આગાહી
આગામી ત્રણ કલાક આ જિલ્લાઓ માટે ભારે, જોરદાર પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાક આ જિલ્લાઓ માટે ભારે, જોરદાર પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
Alert! આજથી બંધ થઇ શકે આ સેવિંંગ એકાઉન્ટ,  તમારું નામ તો નથી ને આ લિસ્ટમાં
Alert! આજથી બંધ થઇ શકે આ સેવિંંગ એકાઉન્ટ, તમારું નામ તો નથી ને આ લિસ્ટમાં
Rain Alert: આ 10 જિલ્લામાં ધડબડાટી બોલાવશે વરસાદ, હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું
Rain Alert: આ 10 જિલ્લામાં ધડબડાટી બોલાવશે વરસાદ, હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું
New Law: ઇ-એફઆઇઆરથી લઇને વીડિયો કોન્ફરન્સથી ટ્રાયલ સુધીની સુવિધા, જાણો નવા કાયદાઓ વિશે
New Law: ઇ-એફઆઇઆરથી લઇને વીડિયો કોન્ફરન્સથી ટ્રાયલ સુધીની સુવિધા, જાણો નવા કાયદાઓ વિશે
Rain Forecast: રાજ્યના 11 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, બે જિલ્લામાં તો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
Rain Forecast: રાજ્યના 11 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, બે જિલ્લામાં તો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
New Criminal Laws: ભારતીય ન્યાય સંહિતા લાગુ થતાં જ દિલ્હીમાં પહેલી FIR, રેલવે સ્ટેશન પાસે ગુટખા વેચનારા શખ્સ પર કેસ
New Criminal Laws: ભારતીય ન્યાય સંહિતા લાગુ થતાં જ દિલ્હીમાં પહેલી FIR, રેલવે સ્ટેશન પાસે ગુટખા વેચનારા શખ્સ પર કેસ
Rohit Sharma IPL Future: શું રોહિત શર્મા IPLને પણ અલવિદા કહેશે? T20 ફોર્મેટથી નિવૃત્તિ પછી મૌન તોડ્યું
Rohit Sharma IPL Future: શું રોહિત શર્મા IPLને પણ અલવિદા કહેશે? T20 ફોર્મેટથી નિવૃત્તિ પછી મૌન તોડ્યું
Embed widget