શોધખોળ કરો

વલસાડ: વાપીમાં હાઇવેના પુલ પર વિચિત્ર અકસ્માત, એક બાદ એક 8 વાહનો વચ્ચે  ટક્કર

મુંબઈ નેશનલ હાઈવે પર વારંવાર અકસ્માતની ઘટનાઓ બનતી રહે છે, ત્યારે  વાપીમાં હાઇવેના પુલ પર વિચિત્ર અકસ્માત થયો હતો.

વલસાડ: અમદાવાદ- મુંબઈ નેશનલ હાઈવે પર વારંવાર અકસ્માતની ઘટનાઓ બનતી રહે છે, ત્યારે  વાપીમાં હાઇવેના પુલ પર વિચિત્ર અકસ્માત થયો હતો.   એક પછી એક 8 વાહનો વચ્ચે ટક્કર થઈ હતી. જો કે આ અકસ્માતમાં કોઈ  ઈજા કે જાનહાનિ નથી થઈ.  પરંતુ વાહનોને મોટુ નુકશાન થયું છે.   આગળ ચાલતા એક ટેમ્પો ચાલકે અચાનક બ્રેક મારતાં આ અકસ્માત  સર્જાયો હતો.  અકસ્માતને કારણે થોડા સમય સુધી હાઇવે પર ટ્રાફિક  જામ થઈ ગયો હતો. આ અકસ્માતની ઘટના અંગે હજુ સુધી કોઈ ફરિયાદ નથી નોંધાઈ. 

ગુજરાતમાં  કોરોનાના નવા 234 કેસ નોંધાયા

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. આજે કુલ કેસનો આંકડો 200ને પાર પહોંચી ગયો છે. રાજ્યમાં આજે કોરોનાના નવા 234 કેસ નોંધાયા છે. બીજી તરફ 159 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જો કે આજે કોરોનાથી કોઈ પણ દર્દીનું મોત નથી થયું. આજે સૌથી વધુ 128 કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે. બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ ઘટ્યો છે અને 99.01 ટકાએ પહોંચી ચુક્યો છે. આ સાથે જ હાલ કોરોના સામે રસીકરણનો આંકડો વધી રહ્યો છે. જેમાં આજે કુલ કોરોનાની રસીના 55865  ડોઝ અપાયા હતા.

કયા જિલ્લામાં કેટલા કેસ?

જિલ્લા પ્રમાણે નોંધાયેલા કોરોના વાયરસના કેસો જોઈએ તો આજે સૌથી વધુ કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે. અમદાવાદ શહેરમાં 128 કેસ,  સુરત શહેરમાં 27 કેસ, વડોદરા શહેરમાં 22 કેસ, ભાવનગર શહેરમાં 12,  વલસાડમાં 7, ભરુચમાં 4, ગાંધીનગર શહેર 4, સુરત 4, જામનગર શહેર 4, રાજકોટ શહેર 3, વડોદરા 3, અમદાવાદ 2, આણંદ 2, અરવલ્લી 2, કચ્છ 2, મહેસાણા 2, સાબરકાંઠા 2, ભાવનગર 1, ખેડા 1, નવસારી 1, રાજકોટ 1 અને સુરેન્દ્રનગરમાં 1 કેસ નોંધાયો છે. 

આજે કોઈ મોત નથી

આજે રાજ્યમાં કોઈ દર્દીનું મોત નથી થયું. આ સાથે આજે રાજ્યમાં કુલ 159 દર્દીઓ કોરોનાથી સાજા પણ થયા છે. હાલ રાજ્યમાં કોરોના વાયરસના કુલ 1261 દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાં 6 દર્દી વેન્ટિલેટર પર છે. અત્યાર સુધીમાં કોરોનાને હરાવીને કુલ 1215192  નાગરિકો કોરોનાને હરાવી ચુક્યાં છે. તો બીજી તરફ અત્યાર સુધીમાં કુલ 10,946 નાગરિકોનાં કોરોનાને કારણે મોત થયાં છે. 

ટોપ સ્ટોરી

અમરેલીના પાયલ ગોટી લેટરકાંડમાં NHRCનો મોટો આદેશ,  7.50 લાખ રૂપિયા વળતર ચૂકવવા રાજ્ય સરકારને આદેશ
અમરેલીના પાયલ ગોટી લેટરકાંડમાં NHRCનો મોટો આદેશ,  7.50 લાખ રૂપિયા વળતર ચૂકવવા રાજ્ય સરકારને આદેશ
ગુજરાતના 10 પવિત્ર યાત્રાધામોમાં વર્લ્ડ ક્લાસ સુવિધાઓ ઊભી થશે: હર્ષ સંઘવીની મોટી જાહેરાત
ગુજરાતના 10 પવિત્ર યાત્રાધામોમાં વર્લ્ડ ક્લાસ સુવિધાઓ ઊભી થશે: હર્ષ સંઘવીની મોટી જાહેરાત
Gujarat Weather News: ખેડૂતો માટે માઠા સમાચાર, સપ્ટેમ્બરમાં વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી આગાહી?
Gujarat Weather News: ખેડૂતો માટે માઠા સમાચાર, સપ્ટેમ્બરમાં વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી આગાહી?
Gujarat Rain Forecast: 3 સિસ્ટમ સક્રિય છતાં ગુજરાતમાં કેમ નહીં વરસે ભારે વરસાદ? વાંચો અપડેટ
Gujarat Rain Forecast: 3 સિસ્ટમ સક્રિય છતાં ગુજરાતમાં કેમ નહીં વરસે ભારે વરસાદ? વાંચો અપડેટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નિવૃત્તિ બાદ પણ નિયુક્તિ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : સરકાર સુધી પહોંચી ખેડૂતોની વ્યથા
Hun To Bolish : હું તો બોલીશ : શહેરોમાં ડર શાનો ?
Gujarat Rain Forecast: આગામી 7 દિવસ મધ્યમ વરસાદની આગાહી
Mehsana Firing Case: મહેસાણાની નાગલપુર ચોકડી ફાયરિંગ કેસમાં છ આરોપીની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: દેશના આ રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ 
Rain Alert: દેશના આ રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ 
243Km ની રેંજ, 90Km/h ની સ્પીડ... માર્કેટમાં આવી ગયું નવું સ્કૂટર, જાણી લો કિંમત 
243Km ની રેંજ, 90Km/h ની સ્પીડ... માર્કેટમાં આવી ગયું નવું સ્કૂટર, જાણી લો કિંમત 
પોસ્ટ ઓફિસની શાનદાર PPF સ્કીમ પર કેટલું મળે વ્યાજ, જાણો કેટલા વર્ષે મેચ્યોર થાય છે પ્લાન   
પોસ્ટ ઓફિસની શાનદાર PPF સ્કીમ પર કેટલું મળે વ્યાજ, જાણો કેટલા વર્ષે મેચ્યોર થાય છે પ્લાન   
Rajkot Lok Mela 2026: રાજકોટ લોકમેળાના પ્રારંભે જ બબાલ, વેપારી અને ગ્રાહક વચ્ચે ઉગ્ર બોલાચાલી
Rajkot Lok Mela 2026: રાજકોટ લોકમેળાના પ્રારંભે જ બબાલ, વેપારી અને ગ્રાહક વચ્ચે ઉગ્ર બોલાચાલી
Bhavnagar | ભાજપ નેતાની હાજરીમાં લઠ્ઠાકાંડ પર રાજભા ગઢવીની ટિપ્પણી, રાક્ષસના ઉદાહરણ સાથે ઘટનાનો કર્યો ઉલ્લેખ
Bhavnagar | ભાજપ નેતાની હાજરીમાં લઠ્ઠાકાંડ પર રાજભા ગઢવીની ટિપ્પણી, રાક્ષસના ઉદાહરણ સાથે ઘટનાનો કર્યો ઉલ્લેખ
PM મોદી-પેઝેશ્કિયાન વચ્ચેની બેઠકથી ભડક્યું અમેરિકા, કહ્યું- 'ઈરાનની મદદ કરી તો...'
PM મોદી-પેઝેશ્કિયાન વચ્ચેની બેઠકથી ભડક્યું અમેરિકા, કહ્યું- 'ઈરાનની મદદ કરી તો...'
SBI ATM Rule Change: SBI ગ્રાહકો માટે મોટા સમાચાર! 1 ઓક્ટોબરથી બદલશે ATM નો આ નિયમ, જાણો 
SBI ATM Rule Change: SBI ગ્રાહકો માટે મોટા સમાચાર! 1 ઓક્ટોબરથી બદલશે ATM નો આ નિયમ, જાણો 
Gaurang Vyas Death: ગુજરાતના જાણીતા સંગીતકાર ગૌરાંગ વ્યાસનું નિધન, લતા મંગેશકર પાસે ગવડાવ્યા હતા ગુજરાતી ગીતો
Gaurang Vyas Death: ગુજરાતના જાણીતા સંગીતકાર ગૌરાંગ વ્યાસનું નિધન, લતા મંગેશકર પાસે ગવડાવ્યા હતા ગુજરાતી ગીતો
Embed widget