વડોદરા અમદાવાદ નેશનલ હાઇવે પર હિટ એન્ડ રનની ઘટના, 4 કાર સવાર વ્યક્તિને ગંભીર ઇજા
વડોદરા અમદાવાદ નેશનલ હાઇવે પર આઇસરને કાર અથડાતા અકસ્માત સર્જાયો, જેમાં 4 લોકો ગંભીર રીતે ઘવાતા તાબડતોબ હોસ્પિટલ લઇ જવાયા છે.
વડોદરા અમદાવાદ નેશનલ હાઇવે પર આઇસરને કાર અથડાતા અકસ્માત સર્જાયો, જેમાં 4 લોકો ગંભીર રીતે ઘવાતા તાબડતોબ હોસ્પિટલ લઇ જવાયા છે.
વડોદરા અમદાવાદ નેશનલ હાઇવે પર આઇસરને કાર અથડાતા અકસ્માત સર્જાયો, જેમાં 4 લોકો ગંભીર રીતે ઘવાતા તાબડતોબ હોસ્પિટલ લઇ જવાયા છે. વડોદરાથી અમદાવાદ તરફ જતી કારને અકસ્માત નડ્યો હતો. મોગર બાલ અમૂલ પાસે રોંગ સાઈડ આવી રહેલી આઇસર કાર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કારમાં સવાર 4 વ્યક્તિઓ પહોંચી હતી. 108 ઘ્વારા ઇજાગ્રસ્તો ને સારવાર અર્થે હોસ્પિલ લઇ જાવાયા હતા. અકસ્માત બાદ આઇસર ચાલક ફરાર થઇ ગયો હતો. વાસદ પોલીસ ઘટના સ્થળે પહોચીને તપાસ હાથ ઘરી હતી.
ડુંગળીના ગગડતાં ભાવે ખેડૂતને રડાવ્યાં
Rajkot News: રાજ્યમાં ડબલ એન્જિન સરકારથી ભાવનગરના ખેડૂતો ભારે નારાજ થયા છે. ખેડૂતોને ડુંગળીના પ્રતિ કિલો અઢીથી ત્રણ રૂપિયા ભાવ સતત બે મહિનાથી મળી રહ્યો છે, જેના કારણે ધરતી પુત્ર ખેડૂત દિવસેને દિવસે આર્થિક દેવાના ડુંગર તળે દબાઈ રહ્યા છે. આ દરમિયાન કાલાવાડના ખેડૂતે ડુંગળી વેચી તો વેપારી પાસેથી રૂપિયા લેવાના બદલે ચૂકવવાના થયા છે. જેનું બિલ સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે.
કાલાવડના ધુતારપુર ગામના ખેડૂતે રાજકોટ પહોંચીને 472 કિલો ડુંગળીનો એક પણ રૂપિયો ન મળ્યો અને સામે 131 રૂપિયા ચૂકવવાના થયા હતા. રાજકોટ યાર્ડમાં ખેડૂતે 472 કિલો ડુંગળી વહેચી હતી. 472 કિલો ડુંગળીના 495 રૂપિયામળ્યા,જ્યારે ટ્રક ભાડું અને અન્ય ખર્ચ 626 રૂપિયા થયો હતો. એટલે કે 131 રૂપિયા સામે ચૂકવવાના થયા હતા.
અન્ય ખેડૂતને મળ્યાં માત્ર 10 રૂપિયા
રાજકોટના ગોંડલ માર્કેટ યાર્ડનું 25 ફેબ્રુઆરીનું એક બિલ આજકાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયું છે. કાલાવડના બજરંગપુર ગામના સવજી મોહન દોમડીયા નામના ખેડૂતે યાર્ડમાં 8 મણ અને 6 કિલો ડુંગળી વેચી તો બિલમાં ખેડૂતના ભાગે માત્ર 10 રૂપિયા મળ્યા હતા. બજરંગપુર ગામથી ગોંડલ માર્કેટિંગ યાર્ડ 100 કિલોમીટર દૂર આવેલું છે. એટલે કે 100 કિલોમીટર દૂર ડુંગળી વેચવા આવેલા ખેડૂતને માત્ર 10 રૂપિયા મળ્યા હતા. માર્કેટ યાર્ડના વેપારી મુજબ ખેડૂતે 166 કિલો ડુંગળી વેચી હતી. ડુંગળીની કુલ આવક 257 રૂપિયા થઈ હતી અને મજૂરી ખર્ચ વગેરેનો ખર્ચ 247 રૂપિયા થતા ખેડૂતના હાથમાં માત્ર 10 રૂપિયા જ આવ્યા હતા. હાલમાં બજારનો ભાવ તળિયે છે જેથી ખેડૂતોને આ ભોગવવું પડી રહ્યું છે.
કાલાવાડના બજરંગપુરા ગામના ખેડૂતે 166 કિલો ડુંગળી વેચી હતી જેમાં એક મણના તેમને 31 રૂપિયા લેખે ખેડૂતને ભાવ મળ્યો હતો અને ડુંગળીની કુલ આવક 257 રૂપિયા થઈ હતી પરંતુ ડુંગળી યાર્ડ સુધી પહોંચાડવાનો તેમજ અન્ય મજૂરી ખર્ચ વગેરેના રૂપિયા 247 થતા ખેડૂતના હાથમાં માત્ર 10 રૂપિયા જ આવ્યા હતા.
બજરંગપુરા ગામના ખેડૂતે 166 કિલો ડુંગળી ગોંડલની સાવલિયા એન્ટરપ્રાઇઝ નામની પેઢીને વેચી હતી ડુંગળીની કુલ આવક 257 રૂપિયા થઈ હતી અને મજૂરી ખર્ચ વગેરેના રૂપિયા 247 થતા ખેડૂતના હાથ માં માત્ર 10 રૂપિયા જ મળ્યા હતા. હાલ આ બિલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યું છે.