શોધખોળ કરો

અંબાલાલ પટેલની આગાહી: આજથી આ જિલ્લામાં ઘટશે વરસાદ, 13-14 જુલાઈએ ફરી આ વિસ્તારમાં વરસશે વરસાદ

Ambalal Patel;s Forecast: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી પડેલા ભારે વરસાદ બાદ હવે વરસાદનું જોર ઘટવાની શક્યતા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે, આજથી રાજ્યમાં વરસાદની તીવ્રતામાં ઘટાડો થશે.

Ambalal Patel;s Forecast: ગુજરાતમાં સતત વરસી રહેલા વરસાદ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોની નવી આગાહી જાહેર કરી છે. તેમના જણાવ્યા મુજબ આજથી રાજ્યમાં વરસાદનું જોર ધીમે ધીમે ઘટશે, જોકે કેટલાક જિલ્લાઓમાં વરસાદી પ્રવૃત્તિ યથાવત રહેવાની સંભાવના છે. ઉપરાંત  જુલાઈના મધ્યભાગમાં બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતાં ફરી વરસાદી માહોલ સર્જાઈ શકે છે.

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર દાહોદ, પંચમહાલ, ગોધરા, છોટાઉદેપુર, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં આગામી દિવસોમાં વરસાદ પડી શકે છે. આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે ક્યાંક ભારે ઝાપટાં પણ નોંધાઈ શકે છે. તેમણે વધુમાં જણાવ્યું કે 13 અથવા 14 જુલાઈની આસપાસ બંગાળની ખાડીમાં એક નવી હવામાન સિસ્ટમ બનવાની શક્યતા છે. આ સિસ્ટમ સક્રિય બન્યા બાદ તેની અસર દેશના વિવિધ ભાગો સાથે ગુજરાતમાં પણ જોવા મળી શકે છે.

અંબાલાલ પટેલના અનુમાન પ્રમાણે 17થી 20 જુલાઈ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં ફરી વરસાદનું જોર વધી શકે છે. ઉપરાંત 27 જુલાઈ બાદ પણ વરસાદની વધુ એક શક્યતા તેમણે વ્યક્ત કરી છે.  તેમણે જણાવ્યું કે, ઓગસ્ટ મહિનાના પ્રથમ સપ્તાહમાં પણ વરસાદી માહોલ સર્જાઈ શકે છે. જોકે ઓગસ્ટ અને સપ્ટેમ્બર દરમિયાન અલનીનો (El Niño) ની અસર હવામાન પર જોવા મળી શકે છે, જેના કારણે વરસાદના વિતરણમાં ફેરફાર થઈ શકે છે.

આ ઉપરાંત સપ્ટેમ્બર અને ઓક્ટોબર દરમિયાન જો હવાના હળવા દબાણની સિસ્ટમો સર્જાશે તો રાજ્યમાં મોડો વરસાદ પણ નોંધાઈ શકે છે.હવામાનમાં સતત બદલાવને ધ્યાનમાં રાખીને ખેડૂતો, મુસાફરો અને સામાન્ય નાગરિકોને આગામી દિવસોમાં સત્તાવાર હવામાન અપડેટ પર નજર રાખવાની સલાહ આપવામાં આવી છે.

આ પણ વાંચો:  Train Cancelled: દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી રેલ સેવાને અસર, અનેક ટ્રેનો કરાઈ રદ, જુઓ યાદી 

હવામાન વિભાગ આગાહી 

ગુજરાતમાં ભારે વરસાદનો વધુ એક રાઉન્ડ ચાલુ રહેવાની શક્યતા વચ્ચે હવામાન વિભાગે રાજ્ય માટે નવી આગાહી જાહેર કરી છે. વિભાગના જણાવ્યા મુજબ આગામી 24 કલાક દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ગાજવીજ, વીજળીના ચમકારા અને તેજ પવન સાથે વરસાદની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાત રીજનમાં આજે અનેક સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પણ નોંધાઈ શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતના રાજકારણમાં ‘બાપુ’ તરીકે જાણીતા શંકરસિંહ વાઘેલાની ઐતિહાસિક રાજકીય સફર વિશે જાણો 
ગુજરાતના રાજકારણમાં ‘બાપુ’ તરીકે જાણીતા શંકરસિંહ વાઘેલાની ઐતિહાસિક રાજકીય સફર વિશે જાણો 
Gir Safari: સિંહ પ્રેમીઓ માટે ખુશખબર, ચાલુ વર્ષે ગીર અભયારણ્યમાં સિંહ દર્શન 13 દિવસ વહેલા થશે શરૂ
Gir Safari: સિંહ પ્રેમીઓ માટે ખુશખબર, ચાલુ વર્ષે ગીર અભયારણ્યમાં સિંહ દર્શન 13 દિવસ વહેલા થશે શરૂ
Gujarat Rain: ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે આગામી 3 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ
Gujarat Rain: ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે આગામી 3 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ
ESIC: ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, 1લી ઓક્ટોબરથી સમગ્ર રાજ્યમાં ESIC યોજનાનો થશે વ્યાપક અમલ
ESIC: ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, 1લી ઓક્ટોબરથી સમગ્ર રાજ્યમાં ESIC યોજનાનો થશે વ્યાપક અમલ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વિદેશની આટલી ઘેલછા કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : બાપુ આવે છે ?
Gandhinagar Municipal Election: ગાંધીનગર મનપા માટે ચિત્ર સ્પષ્ટ,130 ઉમેદવારો વચ્ચે જામશે જંગ
Gujaratis Kidnapped on 'Dunki' Route: અમેરિકા જવાની લાલચ બની મુસીબત! 3 ગુજરાતીઓનું અપહરણ
Shankersinh Vaghela: ગુજરાતની રાજનીતિમાં મોટા સમાચાર! શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં પરત ફરશે?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CEC જ્ઞાનેશ કુમારને હટાવવા ડ્રાફ્ટ તૈયાર, નિશાના પર ભાજપ; INDIA ગઠબંધનની બેઠકમાં મોટો નિર્ણય
CEC જ્ઞાનેશ કુમારને હટાવવા ડ્રાફ્ટ તૈયાર, નિશાના પર ભાજપ; INDIA ગઠબંધનની બેઠકમાં મોટો નિર્ણય
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં CISF જવાનો વચ્ચે લોહિયાળ ગોળીબાર: 4 જવાનોનાં કરુણ મોત
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં CISF જવાનો વચ્ચે લોહિયાળ ગોળીબાર: 4 જવાનોનાં કરુણ મોત
ભારત vs પાકિસ્તાન મહામુકાબલો! ફાઇનલ કે બ્રોન્ઝ મેડલ મેચ? જાણો સેમિફાઇનલનું ગણિત
ભારત vs પાકિસ્તાન મહામુકાબલો! ફાઇનલ કે બ્રોન્ઝ મેડલ મેચ? જાણો સેમિફાઇનલનું ગણિત
આવતીકાલનું હવામાન: દિલ્હી, યુપી સહિત 20 રાજ્યોમાં વરસાદ ખાબકશે, દક્ષિણમાં એલર્ટ
આવતીકાલનું હવામાન: દિલ્હી, યુપી સહિત 20 રાજ્યોમાં વરસાદ ખાબકશે, દક્ષિણમાં એલર્ટ
રાજકોટમાં 700 કરોડનું મહા જમીન કૌભાંડ: અલ્પેશ દોંગા સામે તપાસ માટે SIT ની રચના કરાઈ
રાજકોટમાં 700 કરોડનું મહા જમીન કૌભાંડ: અલ્પેશ દોંગા સામે તપાસ માટે SIT ની રચના કરાઈ
ગુજરાત HC ની ડબલ બેન્ચે કેજરીવાલની અરજી ફગાવી: PM મોદી ડિગ્રી કેસમાં શું બન્યું?
ગુજરાત HC ની ડબલ બેન્ચે કેજરીવાલની અરજી ફગાવી: PM મોદી ડિગ્રી કેસમાં શું બન્યું?
રાહુલ ગાંધીનો મોટો દાવો: PM મોદી પોતે જ CEC જ્ઞાનેશ કુમારનું રાજીનામું માંગશે!
રાહુલ ગાંધીનો મોટો દાવો: PM મોદી પોતે જ CEC જ્ઞાનેશ કુમારનું રાજીનામું માંગશે!
એશિયન ગેમ્સ 2026: મહિલા રિલે ટીમે રચ્યો ઈતિહાસ, ભારતને અપાવ્યો છઠ્ઠો ગોલ્ડ મેડલ
એશિયન ગેમ્સ 2026: મહિલા રિલે ટીમે રચ્યો ઈતિહાસ, ભારતને અપાવ્યો છઠ્ઠો ગોલ્ડ મેડલ
Embed widget