શોધખોળ કરો

Train Cancelled: દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી રેલ સેવાને અસર, અનેક ટ્રેનો કરાઈ રદ, જુઓ યાદી 

Train Cancelled:  દક્ષિણ ગુજરાતમાં અવિરત વરસી રહેલા ભારે વરસાદની અસર હવે રેલવે સેવા પર પણ જોવા મળી રહી છે

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી નવસારી-મરોલ ટ્રેક પર પાણી ભરાયા.
  • સલામતીને કારણે પશ્ચિમ રેલવેએ અનેક એક્સપ્રેસ ટ્રેનો રદ કરી.
  • કેટલીક ટ્રેનોના રૂટ બદલાયા, મુસાફરોને ભારે હાલાકી પડી.
  • મુસાફરોને મુસાફરી પહેલા ટ્રેન સ્ટેટસ ચકાસવા અપીલ કરાઈ.

Train Cancelled:  દક્ષિણ ગુજરાતમાં અવિરત વરસી રહેલા ભારે વરસાદની અસર હવે રેલવે સેવા પર પણ જોવા મળી રહી છે. નવસારી-મરોલ રેલવે સેક્શન વચ્ચે ટ્રેક પર વરસાદી પાણી ભરાઈ જતાં ટ્રેન સેવા ગંભીર રીતે પ્રભાવિત થઈ છે. સુરક્ષાના કારણોસર પશ્ચિમ રેલવે દ્વારા અનેક મહત્વની એક્સપ્રેસ ટ્રેનો રદ કરવામાં આવી છે, જ્યારે કેટલીક ટ્રેનોના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

નવસારી-મરોલ સેક્શન વચ્ચે ટ્રેક પર પાણી ભરાયા

ભારે વરસાદને કારણે નવસારી-મરોલ રેલવે સેક્શન વચ્ચે ટ્રેક પર પાણી ભરાઈ જતાં ટ્રેનોની અવરજવર પર સીધી અસર પડી છે. ટ્રેક પર પાણીનું સ્તર વધતાં સલામતીને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ અનેક ટ્રેનોના સંચાલનમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે.

રદ કરાયેલી ટ્રેનની યાદી 

હાપા-મુંબઈ સેન્ટ્રલ સુપરફાસ્ટ એક્સપ્રેસ રદ
ઓખા-વેરાવળ એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે
વેરાવળ-ઓખા એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે
ઓખા-મુંબઈ સેંટ્રલ સૌરાષ્ટ્ર મેલ રદ રહેશે
દાદર-ભુજ સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેન સંપૂર્ણ રદ
અમદાવાદ-બાંદ્રા ટર્મિનસ કર્ણાવતી એક્સપ્રેસ રદ
બાંદ્રા ટર્મિનસ-અમદાવાદ કર્ણાવતી એક્સપ્રેસ રદ
અમદાવાદ-મુંબઈ સેંટ્રલ એસી ડબલ ડેકર એક્સપ્રેસ રદ
અમદાવાદ-મુંબઈ સેંટ્રલ તેજસ એક્સપ્રેસ ટ્રેન રદ
અમદાવાદ-મુંબઈ સેંટ્રલ તેજસ એક્સપ્રેસ ટ્રેન રદ
અમદાવાદ-મુંબઈ સેંટ્રલ વંદે ભારત એક્સપ્રેસ રદ
મુંબઈ સેંટ્રલ અને અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ રદ
ભુજ-દાદર સયાજીનગરી એક્સપ્રેસ ગાંધીધામ સુધી જ દોડશે

સયાજીનગરી એક્સપ્રેસના રૂટમાં ફેરફાર

ભારે વરસાદને કારણે ભુજ-દાદર સયાજીનગરી એક્સપ્રેસને ગાંધીધામ સુધી જ દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે દાદર-ભુજ સયાજીનગરી એક્સપ્રેસને સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે. રેલવે દ્વારા મુસાફરોને મુસાફરી પહેલાં પોતાની ટ્રેનનું સ્ટેટસ ચકાસવાની અપીલ કરવામાં આવી છે.

 આ પણ વાંચોઃ Gujarat Rain: ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, 24 કલાકમાં 195 તાલુકામાં વરસાદ

મુસાફરોને હાલાકી

અચાનક અનેક ટ્રેનો રદ થતાં હજારો મુસાફરોની મુસાફરીની યોજનાઓ ખોરવાઈ છે. પશ્ચિમ રેલવેએ મુસાફરોને સ્ટેશન પર જવા પહેલાં તેમની ટ્રેનની સ્થિતિની માહિતી મેળવી લેવા તેમજ રેલવેની સત્તાવાર માહિતીના આધારે જ મુસાફરીનું આયોજન કરવાની સલાહ આપી છે. ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને આગામી કલાકોમાં પણ ટ્રેન વ્યવહારમાં વધુ ફેરફાર થઈ શકે છે.

Frequently Asked Questions

ટ્રેનોની સેવાઓ શા માટે પ્રભાવિત થઈ છે?

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે નવસારી-મરોલ રેલવે સેક્શન વચ્ચે ટ્રેક પર પાણી ભરાઈ જતાં ટ્રેનોની સેવાઓ પ્રભાવિત થઈ છે.

રેલવે સેવાઓમાં કેવા પ્રકારના ફેરફારો કરવામાં આવ્યા છે?

સુરક્ષાના કારણોસર પશ્ચિમ રેલવે દ્વારા અનેક એક્સપ્રેસ ટ્રેનો રદ કરવામાં આવી છે. કેટલીક ટ્રેનોના રૂટમાં ફેરફાર પણ કરવામાં આવ્યો છે.

મુસાફરોને શું સલાહ આપવામાં આવી છે?

મુસાફરોને મુસાફરી પહેલાં પોતાની ટ્રેનનું સ્ટેટસ ચકાસવાની અપીલ કરવામાં આવી છે. રેલવેની સત્તાવાર માહિતીના આધારે જ મુસાફરીનું આયોજન કરવું.

કયા રેલવે સેક્શન પર ટ્રેનો સૌથી વધુ પ્રભાવિત થઈ છે?

ભારે વરસાદને કારણે નવસારી-મરોલ રેલવે સેક્શન વચ્ચે ટ્રેક પર પાણી ભરાઈ જતાં આ સેક્શનમાં ટ્રેનોની અવરજવર પર સીધી અસર પડી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
Advertisement

વિડિઓઝ

Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી
Gujarat Govt : ખાતરને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય
Chaudhary Samaj Sammelan : ચૌધરી સમાજના સંમેલનમાં મોટી જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓની નૌટંકી
Hun To Bolish : હું તો બોલીશ : કૃત્રિમ પનીર પર પ્રતિબંધ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
Embed widget