Gujarat Rain Forecast: રાજ્યના આ જિલ્લામાં આગામી 2 દિવસ અતિભારે વરસાદની આગાહી, એલર્ટ જાહેર
Gujarat Rain Forecast: રાજસ્થાન પર એક સિસ્ટમ એક્ટિવ થતાં રાજસ્થાન ગુજરાત સહિત આ રાજ્યોમાં મધ્યમથી ભારે વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગે આગામી 2 દિવસ કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી કરી છે. જાણીએ ક્યાં જિલ્લામાં વરસાદનું એલર્ટ જાહેર

Gujarat Rain Forecast: રાજસ્થાન પર એક્ટિવ થયેલી સિસ્ટમના કારણે ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યમાં બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આજે અરવલ્લી, સાબરકાંઠામાં ભારે વરસાદની અનુમાન છે. મહીસાગર જિલ્લામાં પણ ભારે વરસાદનું યલો એલર્ટ અપાયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ 20 જુલાઈ સુધી અનેક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ વરસશે, વરસાદની શક્યતાને જોતા હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી છે. રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો સરેરાશ 50.80 ટકા વરસાદ વરસ્યો છે.
અન્ય રાજ્યની વાત કરીએ તો દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારતમાં વરસાદ ચાલુ છે અને હવામાન વિભાગે 18 જુલાઈ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. ઉત્તર પ્રદેશના 13 જિલ્લાઓ અને બિહારના ઘણા ભાગોમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. પર્વતીય રાજ્યોમાં પણ વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. હિમાચલ પ્રદેશમાં 17 જુલાઈ સુધી ચેતવણી જાહેર કરવામાં આવી છે.
ઉત્તર ભારતની વાત કરીએ તો, ઉત્તર પ્રદેશ, બિહાર, હિમાચલ, ઉત્તરાખંડ, રાજસ્થાન, મધ્ય પ્રદેશમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગે બહરાઈચ, બલરામપુર, ગોંડા, આઝમગઢ, જૌનપુર, મહારાજગંજ, વારાણસી, ચંદૌલી, મિર્ઝાપુર, આંબેડકર નગર, ચંદૌલી, પ્રયાગરાજ, બલિયામાં ભારે વરસાદની આગાહી કરી છે.
આજે બિહારના આરા, પટના, નાલંદા, લખીસરાય, જમુઈ, ઔરંગાબાદ, જમુઈમાં પણ ભારે વરસાદ પડી શકે છે. પહાડી રાજ્યોમાં પણ સતત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. હિમાચલ પ્રદેશમાં 17 જુલાઈ સુધી વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. , મંડી, શિમલા અને સોલન જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ઉત્તરાખંડના દેહરાદૂન, બાગેશ્વર અને નૈનીતાલમાં ભારે વરસાદ માટે ઓરેન્જ ચેતવણી જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત, રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ હળવો વરસાદ થવાની સંભાવના છે.
મધ્યપ્રદેશ-રાજસ્થાનમાં ભારે વરસાદની ચેતવણી
મધ્યપ્રદેશમાં આજે હવામાનમાં ફેરફાર થવાની સંભાવના છે. આજે રાજ્યના ઘણા જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે. કેટલીક જગ્યાએ તાપમાન સામાન્ય કરતા થોડું ઓછું રહી શકે છે, જેના કારણે ભેજ પણ જળવાઈ રહેશે. રાજસ્થાનની વાત કરીએ તો, હવામાન વિભાગે કોટા, જયપુર, અજમેર, જયપુર અને જોધપુર વિભાગના જિલ્લાઓમાં વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે.




















