શોધખોળ કરો
નીતિન પટેલ પર ચપ્પલ ફેંકાવનાર શખ્સ ઝડપાયો, જાણો કોણ છે અને ક્યાંનો છે રહેવાસી
ચપ્પલ ફેંકાયાની ઘટના બાદ પોલીસે જણાવ્યું કે, ફૂટેજના આધારે આરોપીની શોધખોળ કરવામાં આવશે. જે બાદ આજે પોલીસે રશ્મિન પટેલ નામના વ્યક્તિની ધરપકડ કરી હતી.

કરજણઃ ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટા ચૂંટણી પ્રચાર હાલ જોરશોરમાં ચાલી રહ્યો છે. સોમવારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કરજણના કુરાલીમાં ચૂંટણી સભાને સંબોધ્યા બાદ મીડિયા સાથે વાત કરતા હતા તે દરમિયાન ચપ્પલ ફેંકવામાં આવ્યું હતું. જોકે તેમને ચપ્પલ વાગ્યુ નહોતું અને માઇક પર પડ્યું હતુ. ચપ્પલ ફેંકાયાની ઘટના બાદ પણ તેમણે મીડિયા સાથે વાત કરવાનું ચાલુ રાખ્યું હતું. કોણ છે આ વ્યક્તિ ચપ્પલ ફેંકાયાની ઘટના બાદ પોલીસે જણાવ્યું કે, ફૂટેજના આધારે આરોપીની શોધખોળ કરવામાં આવશે. જે બાદ આજે પોલીસે રશ્મિન પટેલ નામના વ્યક્તિની ધરપકડ કરી હતી. તેણે નીતિન પટેલ પર ચપ્પલ ફેંકાવ્યું હતું. રશ્મિન પટેલ શિનોરનો રહેવાસી છે. મોબાઇલમાં વાતચીતના આધારે તે પકડાયો હતો. કેવી રીતે પકડાયો રશ્મિન પોલીસ સૂત્રોના કહેવા મુજબ, અમિત પંડ્યા નામના યુવક સાથે રશ્મિનની વાત થઈ હતી. જેમાં રશ્મિન ફોન પર જૂત્તું ફેંકવાનું કામ આપણા માણસોએ જ કર્યુ હોવાની વાત કરતો હતો. રશ્મિન કોંગ્રેસનો સક્રિય કાર્યકર છે. પોલીસને આરોપીની ઓડિયો ક્લીપ પણ મળી છે અને બાતમીના આધારે તેની ધરપકડ કરવામાં આવી હતી. અમિત પંડ્યા વડોદરાનો રહેવાસી છે. પોલીસ કાવતરાની કલમ લગાવશે તેમ જાણવા મળ્યું છે. ગુજરાતમાં વિધાનસભાની આઠ બેઠકોની પેટા ચૂંટણી માટે 3 નવેમ્બરે મતદાન થશે અને 10 નવેમ્બરે રિઝલ્ટ જાહેર થશે.
વધુ વાંચો





















