શોધખોળ કરો

અગ્નિવીરોને હથિયારધારી પોલીસ અને SRPની ભરતીમાં પ્રાધાન્ય અપાશેઃ મુખ્યમંત્રીએ કરી મોટી જાહેરાત

Gujarat armed police Agniveer jobs: આ ભરતી પ્રક્રિયામાં અગ્નિવીરો માટે અનામત કોટા દાખલ કરવાની શક્યતા પણ ચકાસવામાં આવી રહી છે.

Agniveer job preference Gujarat: ગુજરાતના મુખ્યમંત્રીએ આજે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે જે અગ્નિવીરોના ભવિષ્યને લઈને આશાસ્પદ સંકેત આપે છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે ગુજરાત સરકાર અગ્નિવીરોને સરકારી નોકરીમાં પ્રાધાન્ય આપશે. હથિયારધારી પોલીસ અને SRP (સ્પેશિયલ રિઝર્વ પોલીસ)ની ભરતીમાં અગ્નિવીરોને પ્રાધાન્ય આપવામાં આવશે. આ ભરતી પ્રક્રિયામાં અગ્નિવીરો માટે અનામત કોટા દાખલ કરવાની શક્યતા પણ ચકાસવામાં આવી રહી છે.

આ નિર્ણયથી અગ્નિવીર યોજના હેઠળ સેવા આપનારા યુવાનોને તેમની સેવા પછી રોજગારીની તક મળશે. આ પગલું અગ્નિવીર યોજનાને વધુ આકર્ષક બનાવશે અને યુવાનોને સશસ્ત્ર દળોમાં જોડાવા પ્રોત્સાહિત કરશે.

ઉત્તર પ્રદેશમાં પણ યોગી સરકારે અગ્નિવીરો માટે કરી મોટી જાહેરાત

ઉત્તર પ્રદેશની યોગી સરકારના અગ્નિવીરો માટે મોટી જાહેરાત કરી છે. સીએમ યોગી આદિત્યનાથે નિર્ણય કર્યો છે કે યુપીમાં અગ્નિવીરને અનામત આપવામાં આવશે. અગ્નવીર સૈનિકોને યુપીમાં પોલીસ અને પીએસીમાં અનામત મળશે. સીએમ યોગીએ કહ્યું કે અગ્નિવીરની યોજનાથી યુવાનોમાં ઉત્સાહ છે અને કેટલાક રાજકીય પક્ષો રાજનીતિ કરી રહ્યા છે. તેઓ આ મુદ્દાઓને લઈને પણ ગેરમાર્ગે દોરે છે.

સીએમ યોગીએ કહ્યું કે જ્યારે અગ્નિવીર તેની સેવા પછી પરત ફરશે, ત્યારે ઉત્તર પ્રદેશ સરકાર આ યુવાનોને પોલીસ સેવા અને પીએસીમાં પ્રાથમિકતાના ધોરણે એડજસ્ટમેન્ટ સુવિધાઓ પ્રદાન કરશે. ઉત્તર પ્રદેશ પોલીસમાં તેમના માટે નિશ્ચિત રિઝર્વેશનની સુવિધા આપવામાં આવશે.

યોગી સરકારે આ નિર્ણય કારગિલ વિજય દિવસની 25મી વર્ષગાંઠ પર લીધો છે. જેના કારણે હવે યુપીમાં પોલીસ અને પીએસીની ભરતીમાં અગ્નિવીરોને છૂટછાટ મળશે. જો કે, અગ્નિવીરો યોજનાને લઈને સમાજવાદી પાર્ટીના સાંસદ અવધેશ પ્રસાદે કહ્યું કે, "મને એ કહેતા ગર્વ થાય છે કે આપણી સેનાનો ગૌરવશાળી ઈતિહાસ છે, પરંતુ અફસોસની વાત છે કે ભાજપ સરકારે અગ્નિવારી યોજનાનું આયોજન કર્યું છે, સેનાનું આનાથી મોટું કોઈ અપમાન નથી."

અર્ધલશ્કરી દળોમાં 10 ટકા અનામત

અગાઉ, ભારત સરકારના ગૃહ મંત્રાલયે ભૂતપૂર્વ અગ્નિવીરો માટે કેન્દ્રીય અર્ધલશ્કરી દળોમાં 10 ટકા જગ્યાઓ અનામત રાખવાનો નિર્ણય લીધો હતો. જો કે, વિપક્ષ હજી પણ આના પર પ્રહારો કરી રહ્યો છે અને ઘણા વિપક્ષી નેતાઓનું કહેવું છે કે જો અમારી સરકાર આવશે તો અમે 24 કલાકમાં આ યોજનાને ખતમ કરી દઈશું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
રાજ્યમાં ઠંડીમાં થયો વધારો, નલિયામાં સૌથી નીચું 13 ડિગ્રી તાપમાન નોંધાયું
રાજ્યમાં ઠંડીમાં થયો વધારો, નલિયામાં સૌથી નીચું 13 ડિગ્રી તાપમાન નોંધાયું
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Delhi Pollution News:દિલ્હીમાં પ્રદુષણને લઈને આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, જુઓ વીડિયોમાંSharemarket : શેરમાર્કેટ ખૂલ્યુ ભારે ઉછાળા સાથે, સેન્સેક્સ ખૂલ્યો 450 પોઈન્ટના વધારા સાથેAmreli: MP ભરત સુતરિયા અને GST અધિકારી વચ્ચે થઈ રકઝક, સાંસદે અધિકારીઓને ખખડાવી નાંખ્યાKhyati Hospital Scam: ઓપરેશન કાંડના આરોપીના ઘરેથી મળી ચોંકાવનારી વસ્તુઓ, જુઓ મોટા સમાચાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
રાજ્યમાં ઠંડીમાં થયો વધારો, નલિયામાં સૌથી નીચું 13 ડિગ્રી તાપમાન નોંધાયું
રાજ્યમાં ઠંડીમાં થયો વધારો, નલિયામાં સૌથી નીચું 13 ડિગ્રી તાપમાન નોંધાયું
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં લંચ સુધી ભારતે ગુમાવી ચાર વિકેટ, કોહલી પાંચ રન કરી આઉટ
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં લંચ સુધી ભારતે ગુમાવી ચાર વિકેટ, કોહલી પાંચ રન કરી આઉટ
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
Adani case: આ વખતે કેમ બરાબર રીતે ફસાયા છે ગૌતમ અદાણી, હિંડનબર્ગ કરતા કેમ અલગ છે આ આરોપો
Adani case: આ વખતે કેમ બરાબર રીતે ફસાયા છે ગૌતમ અદાણી, હિંડનબર્ગ કરતા કેમ અલગ છે આ આરોપો
Embed widget