શોધખોળ કરો

આગામી 3 કલાકમાં અમદાવાદ સહિત 11 જિલ્લામાં વરસાદ ધબધબાટી બોલાવશે, હવામાન વિભાગની આગાહી

gujarat weather nowcast: 41 થી 61 કિમીની ઝડપે તોફાની પવન ફૂંકાશે; બનાસકાંઠા, પાટણ, કચ્છ સહિતના વિસ્તારો માટે મધ્યમથી હળવા વરસાદનું એલર્ટ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • હવામાન વિભાગે આગામી 3 કલાક માટે વરસાદની આગાહી કરી છે.
  • અમદાવાદ સહિત 11 જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ.
  • અન્ય જિલ્લાઓમાં પણ હળવો વરસાદ અને 40 કિમી/કલાક પવન ફૂંકાશે.
  • લોકોને સુરક્ષિત સ્થળે રહેવા અને સાવધાની રાખવાની અપીલ.

gujarat weather nowcast: ગુજરાતના હવામાનમાં ફરી એકવાર અચાનક પલટો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે તાત્કાલિક નવી આગાહી જારી કરીને રાજ્યના અનેક વિસ્તારોમાં આગામી 3 કલાક માટે વરસાદ અને તોફાની પવનનું એલર્ટ આપ્યું છે. આગાહી મુજબ, સવારે 10 વાગ્યાથી લઈને બપોરે 1 વાગ્યા સુધીના સમયગાળામાં અમદાવાદ સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં 40 થી 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાશે અને ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતા છે.

આ 11 જિલ્લાઓમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી

હવામાન વિભાગની નવી આગાહી મુજબ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગોમાં મેઘરાજા ગાજવીજ સાથે તોફાની બેટિંગ કરી શકે છે. ખાસ કરીને બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર અને કચ્છ જિલ્લામાં મધ્યમ વરસાદ પડવાની આગાહી છે. આ વિસ્તારોમાં વાતાવરણ ડહોળાશે અને વરસાદની સાથે સાથે 41 થી 61 કિલોમીટર પ્રતિ કલાકની તેજ ઝડપે પવન ફૂંકાશે, જેથી સ્થાનિક લોકોને સાવચેત રહેવા જણાવાયું છે.

આ જિલ્લાઓમાં હળવા વરસાદ અને પવનનું અનુમાન

ભારે પવનવાળા વિસ્તારો સિવાય રાજ્યના અન્ય કેટલાક જિલ્લાઓમાં પણ છૂટોછવાયો અને હળવો વરસાદ જોવા મળશે. સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, વડોદરા અને ભરૂચ તેમજ સૌરાષ્ટ્રના મોરબી, રાજકોટ અને અમરેલી જિલ્લામાં સામાન્યથી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વિસ્તારોમાં પવનની ગતિ થોડી ઓછી રહેશે અને અંદાજે 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.

બપોરના 1 વાગ્યા સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો અને ગાજવીજવાળો માહોલ જોવા મળશે. લોકોને સુરક્ષિત સ્થળે રહેવા અને વરસાદી માહોલમાં વાહન ચલાવતી વખતે સાવધાની રાખવા અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Gujarat Rain Update: આભ ફાટશે! ગુજરાતના આ જિલ્લાઓમાં ૩ દિવસ રેડ એલર્ટ, વહીવટી તંત્ર થયું દોડતું

રાજકોટ જિલ્લામાં મેઘમહેર: જામકંડોરણાના ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદ

રાજકોટ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. જામકંડોરણાના ગ્રામ્ય વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યા બાદ ચિત્રાવડ અને બરડીયા સહિતના ગામોમાં સાંજના સમયે ભારે વરસાદ પડ્યો હતો. આ વરસાદને કારણે ચિત્રાવડ અને બરડીયાના રોડ ઉપર પાણી વહેતા થયા હતા, તેમજ ચિત્રાવડમાં વરસાદને પગલે ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા હતા.

Frequently Asked Questions

હાલ ગુજરાતમાં હવામાન કેવું છે?

ગુજરાતના હવામાનમાં અચાનક પલટો જોવા મળી રહ્યો છે. આગામી 3 કલાક માટે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ અને તોફાની પવનનું એલર્ટ આપવામાં આવ્યું છે.

કયા જિલ્લાઓમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી છે?

બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર અને કચ્છ જિલ્લામાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદ પડી શકે છે.

કેટલી ઝડપે પવન ફૂંકાશે?

અમદાવાદ સહિત કેટલાક જિલ્લાઓમાં 40 થી 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાશે. અન્ય વિસ્તારોમાં પવનની ગતિ લગભગ 40 કિલોમીટર પ્રતિ કલાક રહેશે.

હવામાન વિભાગે કયા સમયગાળા માટે આગાહી કરી છે?

હવામાન વિભાગે રાત્રે 10 વાગ્યાથી લઈને બપોરના 1 વાગ્યા સુધીના સમયગાળા માટે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો અને ગાજવીજવાળો માહોલ જોવા મળશે તેવી આગાહી કરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
ગુજરાતમાં ભારે વરસાદની અસર, GPSCની 34 કેડરની 1 ઓગસ્ટની પરીક્ષા મોકૂફ, હવે 9 ઓગસ્ટે યોજાશે
ગુજરાતમાં ભારે વરસાદની અસર, GPSCની 34 કેડરની 1 ઓગસ્ટની પરીક્ષા મોકૂફ, હવે 9 ઓગસ્ટે યોજાશે
Advertisement

વિડિઓઝ

Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં આપાયું ભારે વરસાદનું રેડ એલર્ટ? સાંબેલાધાર વરસાદની આગાહી
Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
Gujarat Rain Forecast : આવતી કાલથી અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પતિદેવનો ખુરશી પ્રેમ!
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Weather: 24 કલાક ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ધોધમાર વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Weather: 24 કલાક ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ધોધમાર વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, હવામાનનું લેટેસ્ટ અપડેટ 
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી પર હુમલાનું ષડયંત્ર! જૈશના આતંકીની ધરપકડ
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી પર હુમલાનું ષડયંત્ર! જૈશના આતંકીની ધરપકડ
Post Office ની ગજબ સ્કીમ: દર મહિને12,500 રુપિયા જમા કરો, એક સાથે મળશે 40 લાખ
Post Office ની ગજબ સ્કીમ: દર મહિને12,500 રુપિયા જમા કરો, એક સાથે મળશે 40 લાખ
કેન્દ્ર સરકારની ખેડૂતોને મોટી ભેટ! 2031 સુધી ચાલુ રહેશે PM કિસાન યોજના, કેબિનેટે આપી મંજૂરી
કેન્દ્ર સરકારની ખેડૂતોને મોટી ભેટ! 2031 સુધી ચાલુ રહેશે PM કિસાન યોજના, કેબિનેટે આપી મંજૂરી
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને ક્યારે મળશે પગારમાં વધારો? સરકારે આપ્યું મોટું નિવેદન
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને ક્યારે મળશે પગારમાં વધારો? સરકારે આપ્યું મોટું નિવેદન
Embed widget