શોધખોળ કરો

Gujarat Rain Update: આભ ફાટશે! ગુજરાતના આ જિલ્લાઓમાં ૩ દિવસ રેડ એલર્ટ, વહીવટી તંત્ર થયું દોડતું

સમગ્ર રાજ્યમાં 50 થી 60 કિમીની ઝડપે તોફાની પવન ફૂંકાશે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં તીવ્ર વરસાદની શક્યતા; તંત્ર દ્વારા લોકોને સતર્ક રહેવા અપીલ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • હવામાન વિભાગે આગામી ૩ દિવસ માટે નવી આગાહી કરી છે.
  • રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા, રેડ-ઓરેન્જ એલર્ટ.
  • ઉત્તર ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્રમાં તીવ્ર વરસાદ, તોફાની પવન ફૂંકાશે.
  • મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ ૩ દિવસ વરસાદી માહોલ રહેશે.

gujarat rain forecast: હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્ય માટે આગામી 3 દિવસની વરસાદની નવી આગાહી અને ચેતવણી જાહેર કરવામાં આવી છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાને પગલે હવામાન વિભાગે રેડ અને ઓરેન્જ એલર્ટ આપ્યું છે. ખાસ કરીને ઓરેન્જ એલર્ટવાળા વિસ્તારોમાં સ્થાનિક પ્રશાસનને અને લોકોને સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે. આ 3 દિવસ દરમિયાન સમગ્ર રાજ્યના તમામ જિલ્લાઓમાં 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાવાની પણ પૂરેપૂરી શક્યતા છે.

ઉત્તર ગુજરાત અને કચ્છમાં મેઘરાજાની તોફાની બેટિંગ

બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર અને અરવલ્લી તેમજ કચ્છ જિલ્લામાં આજે અને આવતીકાલે તીવ્ર વરસાદ સાથે તેજ પવન ફૂંકાવાની આગાહી છે. આ વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસી શકે છે. આ ઉપરાંત ગુરુવારે પણ આ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ મધ્યમથી ભારે વરસાદ પડવાનું અનુમાન છે.

સૌરાષ્ટ્રમાં કેવો રહેશે માહોલ?

સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, મોરબી અને બોટાદ જિલ્લામાં આજે ભારે પવન સાથે તીવ્ર વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે આવતીકાલે અને ગુરુવારે અહીં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. બીજી તરફ દરિયાકાંઠાના વિસ્તારો જેમ કે જામનગર, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા અને ગીર સોમનાથમાં આજે અને આવતીકાલે તેજ પવન સાથે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ગીર સોમનાથમાં ગુરુવારે પણ મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! ગુજરાતના 12 જિલ્લાઓમાં પવન સાથે વરસાદની આગાહી

મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ રહેશે વરસાદી માહોલ

અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા અને છોટાઉદેપુર સહિતના મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં આજે અને આવતીકાલે તેજ પવન સાથે મધ્યમ વરસાદ પડશે. ગુરુવારના રોજ અહીં કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની પણ સંભાવના છે. દક્ષિણ ગુજરાતના નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ અને તાપીમાં પણ આગામી 3 દિવસ મધ્યમથી ભારે વરસાદનું અનુમાન છે.

ખાસ નોંધ: હવામાન વિભાગની આગાહી મુજબ, વરસાદની તીવ્રતા ભલે અલગ-અલગ હોય, પરંતુ રાજ્યના તમામ જિલ્લાઓમાં પવનની ગતિ પ્રતિ કલાકે 50 થી 60 કિમીની રહેશે, જેથી નાગરિકોને કામ સિવાય બહાર ન નીકળવા અને સુરક્ષિત સ્થળે રહેવા જણાવાયું છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી; જાણો કયા 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ?

Frequently Asked Questions

હવામાન વિભાગે આગામી 3 દિવસ માટે ગુજરાતમાં વરસાદની શું આગાહી કરી છે?

હવામાન વિભાગે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. 50 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાવાની પણ શક્યતા છે.

ઉત્તર ગુજરાત અને કચ્છમાં વરસાદની શું આગાહી છે?

બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી અને કચ્છ જિલ્લામાં આજે અને આવતીકાલે તીવ્ર વરસાદ સાથે તેજ પવન ફૂંકાશે. ગુરુવારે પણ અહીં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે.

સૌરાષ્ટ્રના કયા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે?

સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, મોરબી અને બોટાદ જિલ્લામાં આજે ભારે પવન સાથે તીવ્ર વરસાદ પડી શકે છે. આવતીકાલે અને ગુરુવારે અહીં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે.

મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શું સ્થિતિ રહેશે?

અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ અને તાપીમાં આગામી 3 દિવસ મધ્યમથી ભારે વરસાદનું અનુમાન છે. ગુરુવારે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે.

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: વરસાદી સિસ્ટમ સક્રિય થતા 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે ધોધમાર
Gujarat Rain: વરસાદી સિસ્ટમ સક્રિય થતા 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે ધોધમાર
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ

Embed widget