શોધખોળ કરો
Advertisement
કોરોના વાયરસ મુદ્દે ગુજરાતના આગોગ્ય કમિશ્નર જયંતિ રવિએ શું આપ્યું મોટું નિવેદન? જાણો
ગુજરાતમાં ચીનથી આવતાં લોકો અને ચીનમાં ફસાયેલા લોકોને મદદ કરવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જેને લઈને આરોગ્ય વિભાગના મુખ્યસચિવ જયંતિ રવિએ પ્રેસકોન્ફરન્સ કરીને સમગ્ર માહિતી આપી હતી.
ગાંધીનગર: ચીનમાં વાયુ ગતિએ ફેલાયેલા કોરોના વાયરસે હાહાકાર મચાવી નાખ્યો છે. કોરોના વાયરસનો ભારતમાં હજુ સુધી એક પણ કેસ નોંધાયો નથી તેમ છતાં તમામ કાળજી રાખવામાં આવી રહી છે. ત્યારે ગુજરાતમાં ચીનથી આવતાં લોકો અને ચીનમાં ફસાયેલા લોકોને મદદ કરવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જેને લઈને આરોગ્ય વિભાગના મુખ્યસચિવ જયંતિ રવિએ પ્રેસકોન્ફરન્સ કરીને સમગ્ર માહિતી આપી હતી.
કોરોના વાયરસ મુદ્દે જયંતિ રવિ જણાવ્યું હતું કે, ભારતમાં સત્તાવાર કોઈ કેસ નોંધાયો નથી. કોરોનાનો કોઈ ઉપચાર હાલમાં શોધાયો નથી. તેમ છતાં ગુજરાતમાં આઈસોલેશન વોર્ડ તૈયાર કરી દેવામાં આવ્યા છે. માસ્ક અને કીટ આપણી પાસે પર્યાપ્ત પ્રમાણમાં છે. ચીનમાં ફસાયેલા બાળકોને પરત લાવવા સરકાર ચિંતિત છે. હાલ બે ડોક્ટર સાથેની ટીમ એરપોર્ટ પર તૈનાત પણ કરી દેવામાં આવી છે.
આ ઉપરાંત તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, આ સિવાય આરોગ્ય વિભાગે હેલ્પલાઈન નંબર પણ શરૂ કરી દીધો છે. દરેક વ્યક્તિ પોતાની હાઈઝિનનું પુરતું ધ્યાન રાખે. લોકજાગૃતિ માટે એરપોર્ટ પર પોસ્ટર લગાડી દેવામાં આવ્યા છે. ચીનમાં વડોદરાની યુવતી સહિત 20 લોકો અંગે હાલમાં માહિતી મળી છે.
શું છે કોરોના વાયરના લક્ષણો?
ભારે તાવ, શરદી, ઉઘરસ જેવા લક્ષણો છે. કોરોના વાયરસ માટે હાલમાં કોઈ દવા નથી. લોકોએ બિનજરૂરી ગભરાવવાની જરૂર નથી. કોરોના વાયરસ વ્યક્તિથી વ્યક્તિમાં ફેલાતો નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
Advertisement