અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ
હવામાન આગાહીકાર અંબાલાલ પટેલના અનુમાન મુજબ ઉત્તર ગુજરાતથી લઈને મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદી પ્રવૃત્તિ જોવા મળી શકે છે.

- સપ્ટેમ્બર 6-10 દરમિયાન ગુજરાતમાં સારો વરસાદ થશે.
ગુજરાતમાં વરસાદે વિરામ લીધો હોય તેવા વિસ્તારોમાં ફરી મેઘમહેર જોવા મળી શકે છે. આગામી 24 કલાક દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી ઝાપટાં પડવાની આગાહી વચ્ચે મધ્યપ્રદેશમાં ભારે વરસાદની શક્યતાએ પણ ગુજરાતની નદીઓના જળસ્તરને લઈને ચિંતા વધારી છે. હવામાન આગાહીકાર અંબાલાલ પટેલના અનુમાન મુજબ ઉત્તર ગુજરાતથી લઈને મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદી પ્રવૃત્તિ જોવા મળી શકે છે.
ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની શક્યતા
અંબાલાલ પટેલના અનુમાન મુજબ રાજસ્થાનને અડીને આવેલા ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડી શકે છે. કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સ્થિતિ પણ સર્જાઈ શકે છે. મધ્ય પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના પણ કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટાં પડી શકે છે. સ્થાનિક હવામાનની સ્થિતિ પ્રમાણે વરસાદનું પ્રમાણ અલગ-અલગ રહી શકે છે.
સૌરાષ્ટ્રના આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં પણ આગામી સમયમાં વરસાદી ઝાપટાં પડવાની આગાહી છે. ખાસ કરીને પોરબંદર, દ્વારકા અને જામનગરના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જોકે, વરસાદનો વિસ્તાર અને તીવ્રતા હવામાન પ્રણાલીઓની સ્થિતિ પર નિર્ભર રહેશે. 15 ઓગસ્ટ દરમિયાન મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદની સ્થિતિ સર્જાઈ શકે છે. મધ્યપ્રદેશમાં પડનારા ભારે વરસાદની અસર નર્મદા નદીના કેચમેન્ટ વિસ્તારમાં જોવા મળી શકે છે. જેના કારણે નર્મદા નદીના પ્રવાહ અને જળસ્તરમાં વધારો થવાની શક્યતા છે.
17થી 19 ઓગસ્ટે ફરી વરસાદી ઝાપટાં
17થી 19 ઓગસ્ટ દરમિયાન ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ફરી વરસાદી ઝાપટાં પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. અંબાલાલ પટેલના અનુમાન મુજબ ઓગસ્ટના અંતથી સપ્ટેમ્બરની શરૂઆત દરમિયાન અરબ સાગરમાં હવામાન પ્રણાલી સક્રિય થઈ શકે છે. જો આ સિસ્ટમ મજબૂત બને તો તેની અસરથી ગુજરાતમાં વરસાદી પ્રવૃત્તિમાં વધારો થવાની શક્યતા છે.
આ પણ વાંચો- Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
6થી 10 સપ્ટેમ્બર દરમિયાન સારા વરસાદનો અનુમાન
આગામી 6થી 10 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જોકે, લાંબા ગાળાની આગાહીમાં હવામાન પ્રણાલીઓની સ્થિતિ બદલાતી રહેતી હોવાથી વરસાદનો વિસ્તાર અને તીવ્રતા લેટેસ્ટ અપડેટ્સમાં વધુ સ્પષ્ટ થઈ શકે છે.






















