શોધખોળ કરો

Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ

આજે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ગુજરાતમાં આગામી સપ્તાહે ૬ સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદ.
  • ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી.
  • ૧૬ અને ૧૭ ઓગસ્ટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના.
  • રાજ્યમાં સરેરાશ કરતા ૧% વધુ વરસાદ, માહોલ યથાવત.

ગુજરાતમાં આગામી એક સપ્તાહ દરમિયાન મધ્યમથી ભારે વરસાદનું હવામાન વિભાગે અનુમાન વ્યક્ત કર્યું છે. રાજ્યમાં એકસાથે છ સિસ્ટમ સક્રિય થતાં વરસાદી માહોલ વધુ સક્રિય બનવાની શક્યતા છે. આજે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારો માટે પણ માછીમારોને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.

આજે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

આજે બનાસકાંઠા, સાબરકાંઠા અને વાવ-થરાદ વિસ્તારમાં ભારે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત અરવલ્લીમાં પણ ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. ભારે વરસાદની શક્યતાને પગલે સ્થાનિક તંત્ર અને લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

મધ્ય ગુજરાતના આ જિલ્લાઓમાં પણ વરસાદનું અનુમાન

મધ્ય ગુજરાતમાં દાહોદ અને મહિસાગર જિલ્લામાં આજે ભારે વરસાદ પડી શકે છે. રાજ્યમાં એક સાથે 6 સિસ્ટમ સક્રિય હોવાના કારણે રાજ્યના વિવિધ વિસ્તારોમાં આગામી દિવસોમાં વરસાદી ગતિવિધિ વધવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરા-નગર હવેલીમાં પણ ભારે વરસાદ વરસી શકે છે.

16 અને 17 ઓગસ્ટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને 16 અને 17 ઓગસ્ટના રોજ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પવન અને વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને સાવચેતી રાખવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. ગુજરાતમાં અત્યાર સુધી સિઝનનો સરેરાશ કરતાં 1 ટકા વધુ વરસાદ નોંધાયો છે. આગામી એક સપ્તાહ દરમિયાન પણ વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી હોવાથી રાજ્યના વરસાદના આંકડામાં વધુ વધારો થવાની શક્યતા છે.

આ પણ વાંચો- રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

એકસાથે 6 જેટલી હવામાન સિસ્ટમ્સ સક્રિય થઈ છે, જેમાં ડિપ્રેશન, મોન્સૂન ટ્રફ, શિયર ઝોન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફનો સમાવેશ થાય છે. આ સિસ્ટમ્સના કારણે રાજ્યના વિવિધ વિસ્તારોમાં મેઘમહેર જોવા મળશે. 

ખેડૂતો અને લોકોને સાવચેતી રાખવાની સલાહ

ભારે વરસાદની શક્યતા ધરાવતા વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે. ગાજવીજ દરમિયાન લોકોને ખુલ્લા મેદાનમાં ન રહેવાની અને હવામાન વિભાગની લેટેસ્ટ સૂચનાઓ પર નજર રાખવાની સલાહ આપવામાં આવે છે. 

Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતના 2,900થી વધુ ગ્રામસેવકો માટે ખુશખબર: ભૂપેન્દ્ર પટેલ સરકારે લીધો મોટો નિર્ણય
ગુજરાતના 2,900થી વધુ ગ્રામસેવકો માટે ખુશખબર: ભૂપેન્દ્ર પટેલ સરકારે લીધો મોટો નિર્ણય
છોટાઉદેપુર નગરપાલિકામાં ભાજપમાં ભડકો: પ્રમુખની વરણીના માત્ર 3 દિવસમાં 17 સભ્યોનો બળવો
છોટાઉદેપુર નગરપાલિકામાં ભાજપમાં ભડકો: પ્રમુખની વરણીના માત્ર 3 દિવસમાં 17 સભ્યોનો બળવો
ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન: રાજયમાં 25.5 કરોડથી વધુના ડ્રગ્સ સાથે ત્રણની ધરપકડ, આંતરરાજ્ય નેટવર્કનો પર્દાફાશ
ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન: રાજયમાં 25.5 કરોડથી વધુના ડ્રગ્સ સાથે ત્રણની ધરપકડ, આંતરરાજ્ય નેટવર્કનો પર્દાફાશ
ગૌતમ અદાણી પત્ની ડૉ. પ્રીતિ અદાણી સાથે શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર પહોંચ્યા, ગુરુદેવશ્રી રાકેશજી સાથે મુલાકાત કરી
ગૌતમ અદાણી પત્ની ડૉ. પ્રીતિ અદાણી સાથે શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર પહોંચ્યા, ગુરુદેવશ્રી રાકેશજી સાથે મુલાકાત કરી
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાંથી આવશે વીજળી-પાણી ?
Hun To Bolish : હું તો બોલીશ : ગોપનીયતા નામે ગોબાચારી પર પર્દો
Hun To Bolish : હું તો બોલીશ : અવિરત સેવા
Farmer Akrosh Sabha : 2027 વિધાનસભા ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન
IPS Anupam Singh Gehlot: અમદાવાદ-સુરત ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન!, કરોડના ડ્રગ્સ સાથે 3 આરોપી ઝડપાયા
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs NZ: ન્યૂઝીલેન્ડમાં ભારતે બનાવ્યો મહારેકોર્ડ; છેલ્લી ઓવરમાં પલટાઈ ગઈ આખી બાજી!
IND vs NZ: ન્યૂઝીલેન્ડમાં ભારતે બનાવ્યો મહારેકોર્ડ; છેલ્લી ઓવરમાં પલટાઈ ગઈ આખી બાજી!
તહેવારોમાં ચાંદી થશે સસ્તી? કેન્દ્ર સરકારના આ 1 મોટા નિર્ણયથી બજારમાં ખળભળાટ!
તહેવારોમાં ચાંદી થશે સસ્તી? કેન્દ્ર સરકારના આ 1 મોટા નિર્ણયથી બજારમાં ખળભળાટ!
બંગાળની ખાડીમાં ચક્રવાતી વાવાઝોડાનો ખતરો! દેશનાં આ રાજ્યો માટે IMDની ચેતવણી
બંગાળની ખાડીમાં ચક્રવાતી વાવાઝોડાનો ખતરો! દેશનાં આ રાજ્યો માટે IMDની ચેતવણી
IND vs NZ: ગંભીર-ઐયરનો આ નિર્ણય ભારતને ડુબાડી દેત! નમન ધીરે હારતી મેચ કેવી રીતે જીતાડી?
IND vs NZ: ગંભીર-ઐયરનો આ નિર્ણય ભારતને ડુબાડી દેત! નમન ધીરે હારતી મેચ કેવી રીતે જીતાડી?
દેવઉઠી એકાદશી 2026: તુલસી વિવાહ પર કરો આ 1 કામ, કિસ્મત ચમકી જશે!
દેવઉઠી એકાદશી 2026: તુલસી વિવાહ પર કરો આ 1 કામ, કિસ્મત ચમકી જશે!
France Violent: ફ્રાન્સમાં હિંસક પ્રદર્શનો વચ્ચે ભારતે જાહેર કરી એડવાઈઝરી, ટ્રમ્પના નિવેદન પર ભડક્યા મેક્રોન
France Violent: ફ્રાન્સમાં હિંસક પ્રદર્શનો વચ્ચે ભારતે જાહેર કરી એડવાઈઝરી, ટ્રમ્પના નિવેદન પર ભડક્યા મેક્રોન
ડેટા લીક બાદ SBIમાં તમારુ એકાઉન્ટ સુરક્ષિત છે કે નહીં? બેન્કે પોસ્ટ કરી આપી જાણકારી
ડેટા લીક બાદ SBIમાં તમારુ એકાઉન્ટ સુરક્ષિત છે કે નહીં? બેન્કે પોસ્ટ કરી આપી જાણકારી
IND vs NZ: વૈભવને પ્લેઈંગ-11માં સ્થાન મળવું મુશ્કેલ, વરુણની વાપસી પર નજર
IND vs NZ: વૈભવને પ્લેઈંગ-11માં સ્થાન મળવું મુશ્કેલ, વરુણની વાપસી પર નજર
Embed widget