શોધખોળ કરો

આ તારીખ બાદ સૌરાષ્ટ્રમાં મુશળધાર વરસાદની અંબાલાલની આગાહી, જાણો  ક્યાં ખાબકશે ધોધમાર

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મેઘરાજા જતા જતા ગુજરાતને ઘમરોળશે.

ગાંધીનગર: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મેઘરાજા જતા જતા ગુજરાતને ઘમરોળશે. અંબાલાલ પટેલે રાજ્યમાં અનરાધાર વરસાદની આગાહી કરી છે.  5થી 8 સપ્ટેમ્બર દરમિયાન સૌરાષ્ટ્રમાં મુશળધાર વરસાદ પડી શકે છે. 5થી 8 સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાતમાં પણ અતિભારે વરસાદની તેમણે આગાહી વ્યક્ત કરી છે.  

મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી

તેમની આગાહી અનુસાર,  ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે. ગાંધીનગર અને અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ પડી શકે છે. ગાજવીજ અને પવન સાથે રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદ વરસશે.  અનેક વિસ્તારમાં 4થી10 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે. નર્મદા ડેમમાં પાણીનું સ્તર વધવાની આગાહી તેમના દ્વારા કરવામાં આવી છે. 

તાપી નદીમાં પાણીની આવક વધારો થશે

અંબાલાલ પટેલની આગાહી મુજબ તાપી નદીમાં પાણીની આવક વધારો થશે.  સાબરમતી નદીમાં પણ પાણીની આવકમાં વધારો થશે. આ સિવાય તેમણે રાજ્યના અનેક જિલ્લાઓમાં સામાન્યથી લઈ હળવા વરસાદની આગાહી કરી છે.  હવામાન વિભાગે પણ રાજ્યમાં વરસાદનું જોર વધવાની આગાહી કરી છે.  

નવરાત્રિમાં વરસાદ વિલન બનશે

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ નવરાત્રિમાં વરસાદ વિલન બનશે. તેમના જણાવ્યા  મુજબ પ્રથમ નોરતાથી જ વાદળછાયું વાતાવરણ રહેશે.  અંબાલાલની આ આગાહીથી ખેલૈયાઓમાં ચિંતામાં મૂકાશે. તેમના જણાવ્યા મુજબ પ્રથમ 5 નોરતા રાજ્યના અનેક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.  જ્યારે છઠ્ઠા નોરતાથી દશેરા સુધી રાજ્યના અનેક ભાગોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. અંબાલાલની આગાહી મુજબ છઠ્ઠા નોરતાથી રાજ્યમાં પવન સાથે વરસાદ પડી શકે છે. 27મી તારીખથી 5 ઓક્ટોબર સુધી ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. 

સરેરાશ 90.81  ટકા વરસાદ

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગર મુજબ, રાજ્યમાં સિઝનનો સરેરાશ 90.81 ટકા વરસાદ વરસ્યો છે. ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ 95.31 ટકા, દક્ષિણ ગુજરાતમાં 94.48 ટકા, પૂર્વ મધ્યમાં 90.58 ટકા, કચ્છમાં 85.14 ટકા અને સૌરાષ્ટ્રમાં 84.48 ટકા વરસાદ વરસ્યો છે. રાજ્યની જીવાદોરી ગણાતો સરદાર સરોવર નર્મદા ડેમ 89.66 ટકા ભરાયેલો છે. જ્યારે રાજ્યના અન્ય 206 જળાશયોમાં 80.58 ટકા જળસંગ્રહ છે.

રાજ્યમાં 108 ડેમ હાઈ એલર્ટ પર છે, જ્યારે 80 ડેમ 100 ટકા ભરાયેલા છે. આ સિવાય 30 ડેમ એલર્ટ અને 9 ડેમ વોર્નિંગ પર છે. જ્યારે 67 ડેમ 70 થી 100 ટકા, 25 ડેમ 50 થી 70 ટકા અને 18 ડેમ 25 થી 50 ટકા ભરાયેલા છે. 16 ડેમ 25 ટકાથી ઓછા ભરાયેલા છે.

ટોપ સ્ટોરી

Gujarat Rain: રાજ્યમાં એક સપ્તાહ સુધી સામાન્ય વરસાદની આગાહી, એકસાથે ચાર વરસાદી સિસ્ટમ થઇ સક્રિય
Gujarat Rain: રાજ્યમાં એક સપ્તાહ સુધી સામાન્ય વરસાદની આગાહી, એકસાથે ચાર વરસાદી સિસ્ટમ થઇ સક્રિય
Banaskantha: બાદરગઢ ગામમાં સરપંચે લગાવ્યો નાસ્તાના પડીકા પર પ્રતિબંધ, ઉલ્લંઘન કરનારને 1 હજારનો દંડ
Banaskantha: બાદરગઢ ગામમાં સરપંચે લગાવ્યો નાસ્તાના પડીકા પર પ્રતિબંધ, ઉલ્લંઘન કરનારને 1 હજારનો દંડ
સાબરકાંઠામાં બાળ તસ્કરી કેસમાં વધુ બે આરોપીની ધરપકડ, પૂછપરછમાં થયા ચૌંકાવનારા ખુલાસા
સાબરકાંઠામાં બાળ તસ્કરી કેસમાં વધુ બે આરોપીની ધરપકડ, પૂછપરછમાં થયા ચૌંકાવનારા ખુલાસા
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ

વિડિઓઝ

Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી
Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાહુલ ગાંધીના ધરણાં બાદ આખરે પેલેટ ગન મામલે FIR નોંધવા તૈયાર દિલ્હી પોલીસ
રાહુલ ગાંધીના ધરણાં બાદ આખરે પેલેટ ગન મામલે FIR નોંધવા તૈયાર દિલ્હી પોલીસ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
Embed widget