શોધખોળ કરો

West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત

West Bengal:  પશ્ચિમ બંગાળના તારાપીઠમાં વહેલી સવારે એક હોટેલમાં ભીષણ આગ લાગવાથી ઓછામાં ઓછા 5 લોકોના દાઝી જવાથી મોત થયા છે, જ્યારે અન્ય 5 લોકો ઈજાગ્રસ્ત હોવાનું કહેવાઈ રહ્યું છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • પશ્ચિમ બંગાળના તારાપીઠમાં હોટેલમાં ભીષણ આગ લાગી, સાત મૃત્યુ.
  • શોર્ટ સર્કિટથી લાગેલી આગ ગ્રાઉન્ડ ફ્લોરથી ચાર માળ સુધી ફેલાઈ.
  • સવારે પાંચ વાગ્યે મહેમાનો ઊંઘતા હતા, નાસભાગ મચી હતી.
  • ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો, ઈજાગ્ર્રસ્તોને હોસ્પિટલે ખસેડાયા.

West Bengal:  પશ્ચિમ બંગાળના તારાપીઠમાં વહેલી સવારે એક હોટેલમાં ભીષણ આગ લાગવાથી ઓછામાં ઓછા 5 લોકોના દાઝી જવાથી મોત થયા છે, જ્યારે અન્ય 5 લોકો ઈજાગ્રસ્ત હોવાનું કહેવાઈ રહ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ, આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાની આશંકા છે. આગ સૌથી પહેલાં હોટેલના ગ્રાઉન્ડ ફ્લોર પર લાગી અને જોતજોતામાં ચાર માળની ઈમારતમાં ફેલાઈ ગઈ. ઘટના બાદ હોટેલમાં રોકાયેલા શ્રદ્ધાળુઓમાં નાસભાગ અને અફરાતફરી મચી ગઈ હતી.

AC માં આગ લાગવાથી આખી હોટેલમાં ફેલાઈ આગ

જણાવાઈ રહ્યું છે કે સોમવારે સવારે હોટેલના ફર્સ્ટ ફ્લોર પર રિસેપ્શનના AC માં આગ લાગી ગઈ. અત્યાર સુધીની માહિતી મુજબ, હોટેલમાં ફાયર સિક્યુરિટી હતી પરંતુ મહત્વના સમયે ફાયર એલાર્મ વાગ્યું નહીં. આગ ધીમે-ધીમે આખી હોટેલમાં ફેલાઈ ગઈ. હોટેલ અને તેની આસપાસનો વિસ્તાર ધુમાડાથી ભરાઈ ગયો. કેટલાક લોકોના આગમાં ગૂંગણામણને કારણે મોત થયા, જ્યારે કેટલાક લોકો જીવતા સળગી ગયા. મૃતકોની સંખ્યા વધી શકે છે.

આ પણ વાંચો...બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત

આગ લાગી તે સમયે ઊંઘી રહ્યા હતા લોકો

પોલીસે જણાવ્યું કે આગ સવારે લગભગ 5 વાગ્યે તારાપીઠ મંદિર નગરી સ્થિત ચાર માળની એક હોટેલના ગ્રાઉન્ડ ફ્લોર પર લાગી. તે સમયે હોટેલમાં રોકાયેલા મોટાભાગના અતિથિઓ ઊંઘી રહ્યા હતા. માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી અને આગ પર કાબૂ મેળવ્યો. ઈજાગ્રસ્તોને રામપુરહાટ સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. હોસ્પિટલના સૂત્રોએ શરૂઆતમાં જણાવ્યું હતું કે આગની ઘટનામાં 5 લોકોના મોત થયા છે. જોકે, પાછળથી પોલીસે 7 લોકોના મોત થયા હોવાની માહિતી આપી. હોટેલ સત્તાવાળાઓએ દાવો કર્યો કે આગ શોર્ટ સર્કિટના કારણે લાગી.

મૃતકોમાં ઘણા તીર્થયાત્રીઓ સામેલ

કોલકાતાની એક મહિલા આગમાંથી બચી નીકળવામાં સફળ રહી. તેણે જણાવ્યું કે હોટેલની અંદર આગના કારણે અફરાતફરી મચી ગઈ. અચાનક, આખી હોટેલ ધુમાડાથી ભરાઈ ગઈ. અમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી અને બહાર નીકળવાનો રસ્તો શોધવો મુશ્કેલ હતો. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે મરનારાઓમાં કેટલાક તીર્થયાત્રીઓ પણ સામેલ હતા, જેઓ પ્રખ્યાત કાલી મંદિરમાં પૂજા કરવા માટે શહેર આવ્યા હતા.                                   

Frequently Asked Questions

પશ્ચિમ બંગાળના તારાપીઠમાં કઈ ઘટના બની હતી?

પશ્ચિમ બંગાળના તારાપીઠમાં એક હોટેલમાં વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં 7 લોકોના મોત થયા અને 5 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

હોટેલમાં આગ લાગવાનું સંભવિત કારણ શું હતું?

પ્રાથમિક માહિતી મુજબ, શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની આશંકા છે. હોટેલના પહેલા માળે રિસેપ્શનના AC માં આગ લાગ્યા બાદ તે ફેલાઈ હતી.

આગ ક્યારે લાગી અને તેનાથી કેટલા લોકો પ્રભાવિત થયા?

આગ સવારે લગભગ 5 વાગ્યે લાગી હતી. તેમાં 7 લોકોના મોત થયા અને 5 લોકો ઈજાગ્રસ્ત થયા. મૃતકોમાં ઘણા તીર્થયાત્રીઓ સામેલ હતા.

શું હોટેલમાં ફાયર સેફ્ટીની યોગ્ય વ્યવસ્થા હતી?

હોટેલમાં ફાયર સિક્યુરિટી હતી, પરંતુ મહત્વના સમયે ફાયર એલાર્મ વાગ્યું નહોતું. આગ ધીમે-ધીમે આખી હોટેલમાં ફેલાઈ ગઈ હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
Embed widget