શોધખોળ કરો

Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે, જાણો ક્યાં તૂટી પડશે

ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદ વધુ સક્રિય બનવાની શક્યતા છે. અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદને લઈ લેટેસ્ટ આગાહી કરી છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • અંબાલાલ પટેલે ગુજરાતમાં આગામી 48 કલાકમાં સારો વરસાદની આગાહી.
  • દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં 24-27 જુલાઈ ધોધમાર વરસાદ શક્ય.
  • પંચમહાલ, દાહોદ, કચ્છ સહિત અન્ય જિલ્લાઓમાં પણ વરસાદ.

Ambalal patel rain forecast: ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદ વધુ સક્રિય બનવાની શક્યતા છે. અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદને લઈ લેટેસ્ટ આગાહી કરી છે.  હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી 48 કલાક દરમિયાન અનેક વિસ્તારોમાં સારો વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. ઉપરાંત 24થી 27 જુલાઈ દરમિયાન મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી શકે તેવી સંભાવના અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા

હવામાન આગાહીકાર અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ આગામી બે દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે હોવાથી સાવચેતી રાખવાની જરૂર રહેશે.  મધ્ય ગુજરાત માટે પણ મહત્વની આગાહી કરવામાં આવી છે. 24થી 27 જુલાઈ દરમિયાન આ વિસ્તારમાં ધોધમાર વરસાદી માહોલ સર્જાઈ શકે છે. અનેક જિલ્લાઓમાં સતત વરસાદને કારણે નદી-નાળાઓમાં પાણીની આવક વધવાની શક્યતા છે.

રાજ્યના આ જિલ્લાઓમાં વરસશે ભારે વરસાદ 

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર,  પંચમહાલ જિલ્લાના ગોધરા, મહિસાગરના લુણાવાડા તેમજ દાહોદ જિલ્લાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. સ્થાનિક વહીવટીતંત્ર અને ખેડૂતોને હવામાનની સ્થિતિ પર સતત નજર રાખવાની સલાહ આપવામાં આવી છે.  મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી અને બનાસકાંઠાના વિવિધ વિસ્તારોમાં પણ સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદના કારણે ખેતી માટે અનુકૂળ વાતાવરણ સર્જાવાની શક્યતા છે.

કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ વરસાદની સંભાવના

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર કચ્છના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકી શકે છે. જ્યારે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદી ઝાપટાંથી વાતાવરણમાં બદલાવ જોવા મળી શકે છે. સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, બોટાદ, જુનાગઢ, ગીર સોમનાથમાં વરસાદનું અનુમાન છે. 

આ પણ વાંચો- વલસાડ-નવસારીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, પારડીમાં 8.19 ઈંચ વરસાદથી જળબંબાકાર

હવામાન પર નજર રાખવાની સલાહ

રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદનું જોર વધવાની શક્યતા હોવાથી નાગરિકોને હવામાન વિભાગ અને સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવાની સલાહ આપવામાં આવે છે. ખાસ કરીને ભારે વરસાદની આગાહી ધરાવતા વિસ્તારોમાં અનાવશ્યક મુસાફરી ટાળવી અને સાવચેતી રાખવી જરૂરી છે.         

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

આગામી 2 દિવસ ભારે વરસાદ તૂટી પડશે! હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
આગામી 2 દિવસ ભારે વરસાદ તૂટી પડશે! હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
Gujarat Rain: મહીસાગરના લુણાવાડામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ,  બજારમાં ભરાયા ઘૂંટણસમા પાણી
Gujarat Rain: મહીસાગરના લુણાવાડામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ,  બજારમાં ભરાયા ઘૂંટણસમા પાણી
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Embed widget