શોધખોળ કરો

વલસાડ-નવસારીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, પારડીમાં 8.19 ઈંચ વરસાદથી જળબંબાકાર

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ફરી એકવાર તોફાની બેટિંગ કરતાં વલસાડ અને નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ નોંધાયો છે

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, વલસાડમાં જળબંબાકારની સ્થિતિ.
  • પારડીમાં સૌથી વધુ 8.19 ઈંચ વરસાદ, ઔરંગા નદી બે કાંઠે વહી.
  • નવસારી જિલ્લામાં પણ ભારે વરસાદ, ખેરગામમાં આઠ ઈંચ નોંધાયો.

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ફરી એકવાર તોફાની બેટિંગ કરતાં વલસાડ અને નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ નોંધાયો છે. વલસાડ જિલ્લાના પારડીમાં સૌથી વધુ 8.19 ઈંચ વરસાદ વરસતાં અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી, જ્યારે વાપી, વલસાડ, ધરમપુર અને નાના પોંઢામાં પણ ભારે વરસાદ ખાબક્યો હતો. ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે ઔરંગા નદી બે કાંઠે વહેતી થઈ છે, જ્યારે નવસારી જિલ્લામાં પણ ખેરગામ, જલાલપોર અને ચીખલી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે.

વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ

છેલ્લા 24 કલાકમાં વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં મેઘરાજાએ મન મુકીને વરસાદ વરસાવ્યો છે. જિલ્લામાં પારડીમાં સૌથી વધુ 8.19 ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત નાના પોંઢામાં 7.17 ઈંચ, વાપીમાં 7.17 ઈંચ, વલસાડમાં 7.05 ઈંચ, ધરમપુરમાં 6.50 ઈંચ અને કપરાડામાં 4.61 ઈંચ વરસાદ વરસ્યો છે.

વાપીમાં અનેક વિસ્તારોમાં જળબંબાકાર

વાપીમાં મોડી રાત્રે પડેલા ધોધમાર વરસાદને કારણે ચલા, મુક્તાનંદ માર્ગ, દમણ રોડ સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ભારે વરસાદ અને વીજળીના કડાકા-ભડાકા વચ્ચે વાહનચાલકો અને સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. કેટલીક રહેણાંક સોસાયટીઓમાં પણ વરસાદી પાણી ઘૂસી જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે વલસાડની ઔરંગા નદી બે કાંઠે વહેતી થઈ છે. નદીના જળસ્તરમાં વધારો થતાં તંત્રે લોકોને નદીના પટમાં ન જવા અને સાવચેતી રાખવા અપીલ કરી છે.

વલસાડ જિલ્લામાં અત્યાર સુધી સીઝનનો કુલ 44.30 ઈંચ વરસાદ નોંધાયો છે. જેમાં પારડીમાં સૌથી વધુ 53 ઈંચ, વલસાડમાં 52.56 ઈંચ, ઉમરગામમાં 52.17 ઈંચ, વાપીમાં 46.24 ઈંચ, કપરાડામાં 40.59 ઈંચ, નાના પોંઢામાં 37.44 ઈંચ અને ધરમપુરમાં 32.69 ઈંચ વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં 165 તાલુકામાં વરસાદ

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 165 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં પારડીમાં સૌથી વધુ 8.19 ઈંચ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત ખેરગામમાં 7.95 ઈંચ, નાના પોંઢામાં 7.17 ઈંચ, વાપીમાં 7.17 ઈંચ, વલસાડમાં 7.05 ઈંચ, ધરમપુરમાં 6.50 ઈંચ, જલાલપોરમાં 6.10 ઈંચ, ચીખલીમાં 5.75 ઈંચ, નવસારીમાં 5.20 ઈંચ અને ગણદેવીમાં 5.04 ઈંચ વરસાદ નોંધાયો છે. કપરાડામાં 4.61 ઈંચ, પલસાણામાં 4.17 ઈંચ, વઘઈમાં 3.43 ઈંચ, અંબિકા વિસ્તારમાં 3.07 ઈંચ, મહુવામાં 2.87 ઈંચ, ઉમરગામમાં 2.87 ઈંચ, ડોલવણ અને ડાંગમાં 2.83 ઈંચ, બારડોલીમાં 2.40 ઈંચ તેમજ વાંસદા અને વાલોડમાં 2.32 ઈંચ વરસાદ નોંધાયો છે.

નવસારી જિલ્લામાં પણ મેઘરાજાની તોફાની બેટિંગ

નવસારી જિલ્લામાં પણ છેલ્લા 24 કલાક દરમિયાન મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. ખેરગામમાં આશરે 8 ઈંચ, જલાલપોરમાં 6.50 ઈંચ, ચીખલીમાં 6.10 ઈંચ, નવસારીમાં 5 ઈંચ અને ગણદેવીમાં 5.04 ઈંચ વરસાદ નોંધાયો છે. આજે સવારે 6થી 8 વાગ્યા દરમિયાન માત્ર બે કલાકમાં નવસારી શહેરમાં 1 ઈંચ વરસાદ પડતાં કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જિલ્લાના અનેક વિસ્તારોમાં હજુ પણ વરસાદી માહોલ યથાવત છે. નવસારી જિલ્લામાં અત્યાર સુધી સીઝનનો કુલ 56.07 ઈંચ વરસાદ નોંધાયો છે. જેમાં નવસારી તાલુકામાં સૌથી વધુ 66.29 ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ચીખલીમાં 64.55 ઈંચ, જલાલપોરમાં 63.18 ઈંચ, ગણદેવીમાં 55.01 ઈંચ, ખેરગામમાં 52.64 ઈંચ અને વાંસદામાં 36.57 ઈંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને પગલે જિલ્લામાં નીચાણવાળા વિસ્તારો પર તંત્ર સતત નજર રાખી રહ્યું છે.

Frequently Asked Questions

કયા જિલ્લાઓમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે?

દક્ષિણ ગુજરાતમાં વલસાડ અને નવસારી જિલ્લામાં મેઘરાજાએ ફરી એકવાર તોફાની બેટિંગ કરી છે. આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ નોંધાયો છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સૌથી વધુ વરસાદ ક્યાં નોંધાયો?

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સૌથી વધુ 8.19 ઈંચ વરસાદ વલસાડ જિલ્લાના પારડીમાં નોંધાયો છે. આ ઉપરાંત ખેરગામ, નાના પોંઢા અને વાપીમાં પણ ભારે વરસાદ પડ્યો હતો.

વલસાડમાં કઈ નદી બે કાંઠે વહેતી થઈ છે અને શા માટે?

ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે વલસાડની ઔરંગા નદી બે કાંઠે વહેતી થઈ છે. નદીના જળસ્તરમાં વધારો થતાં તંત્રે સાવચેતી રાખવા અપીલ કરી છે.

વાપીમાં ધોધમાર વરસાદથી શું અસર થઈ?

વાપીમાં ચલા, મુક્તાનંદ માર્ગ, દમણ રોડ સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ભારે વરસાદને કારણે વાહનચાલકો અને સ્થાનિક લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
પૂજ્ય સંત શ્રી લાલબાપુનું અમદાવાદમાં સફળતાપૂર્વક ઓપરેશન પૂર્ણ
પૂજ્ય સંત શ્રી લાલબાપુનું અમદાવાદમાં સફળતાપૂર્વક ઓપરેશન પૂર્ણ
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Advertisement

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે

Embed widget