શોધખોળ કરો

અંબાલાલ પટેલની નવી આગાહી: આ વિસ્તારમાં તૂટી પડશે 5 ઈંચ સુધી વરસાદ

Ambalal Patel weather forecast: મધ્ય અને ઉત્તર ગુજરાતમાં 4 થી 5 ઇંચ વરસાદની શક્યતા; નિષ્ણાતે જણાવ્યું કચ્છમાં વરસાદ ખેંચાવાનું મુખ્ય કારણ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • દક્ષિણ ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદ ચાલુ રહેશે.
  • મધ્ય અને ઉત્તર ગુજરાતમાં 100mm સુધી ભારે વરસાદની શક્યતા.
  • પશ્ચિમ વિક્ષોભથી કચ્છમાં વરસાદ ઓછો, રાપરમાં શક્યતા.

Ambalal Patel weather forecast: ગુજરાતમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે. એક તરફ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ જળબંબાકારની સ્થિતિ સર્જી છે, તો બીજી તરફ કચ્છ જેવા વિસ્તારો હજુ પણ સારા વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે. આ પરિસ્થિતિ વચ્ચે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યના વિવિધ વિસ્તારોમાં આગામી દિવસોમાં કેવો વરસાદ રહેશે અને ચોમાસાની સિસ્ટમ કઈ તરફ આગળ વધી રહી છે, તે અંગેની નવી અને મહત્વપૂર્ણ આગાહી કરી છે.

દક્ષિણ ગુજરાતમાં હજુ 1-2 દિવસ રાહત નહીં

વલસાડ, નવસારી, ડાંગ અને સુરતમાં ભારે વરસાદને કારણે ઠેર-ઠેર પાણી ભરાયા છે અને જનજીવન પ્રભાવિત થયું છે. અંબાલાલભાઈના જણાવ્યા અનુસાર, દક્ષિણ ગુજરાત પર છવાયેલી વરસાદી સિસ્ટમ હવે ધીમે ધીમે મહારાષ્ટ્ર તરફ આગળ વધી રહી છે. જોકે, આમ છતાં દક્ષિણ ગુજરાતના લોકોને હજુ 1 થી 2 દિવસ સુધી ભારે વરસાદથી કોઈ મોટી રાહત મળવાની શક્યતા નથી અને જળબંબાકાર જેવી હાલની સ્થિતિ યથાવત રહી શકે છે.

મધ્ય અને ઉત્તર ગુજરાતમાં 100 mm સુધી ખાબકશે વરસાદ

હવામાનમાં સર્જાયેલી હળવા દબાણની સિસ્ટમ (લો-પ્રેશર) ધીમે ધીમે નજીક આવી રહી હોવાથી ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદનું જોર વધશે. અંબાલાલ પટેલની આગાહી મુજબ:

મધ્ય ગુજરાત: વડોદરા, મહીસાગર, છોટાઉદેપુર, પંચમહાલ અને ખેડા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં 100 મિલીમીટર એટલે કે 4 થી 5 ઇંચ જેટલો ભારે વરસાદ થવાની પ્રબળ સંભાવના છે.

ઉત્તર ગુજરાત: સાબરકાંઠા, અરવલ્લી અને મહેસાણાના વિસ્તારોમાં પણ સારો વરસાદ પડી શકે છે.

સૌથી મોટા રાહતના સમાચાર એ ખેડૂતો માટે છે જેમના વિસ્તારોમાં હજુ વાવણી લાયક વરસાદ નથી થયો; આગામી દિવસોમાં આ વિસ્તારોમાં પણ મેઘમહેર થવાની પૂરી શક્યતા છે.

આ પણ વાંચોઃ આગામી 3 કલાકમાં આ 6 જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ, રેડ એલર્ટ જાહેર; જાણો હવામાન અપડેટ

કચ્છમાં વરસાદ કેમ ખેંચાયો? જાણો કારણ

કચ્છમાં નહિવત્ વરસાદ અંગે અંબાલાલ પટેલે વૈજ્ઞાનિક કારણ આપતા સ્પષ્ટ કર્યું કે, પશ્ચિમ વિક્ષોભ (વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ) પાકિસ્તાન તરફ ફંટાઈ ગયા છે અને નજીકમાં કોઈ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું નથી. બંગાળની ખાડીમાંથી આવતો ભેજવાળો પ્રવાહ મધ્ય ભાગમાં જ વરસી જાય છે અને ચોમાસાની ધરી પર સીધો આગળ વધી જાય છે, જેના કારણે કચ્છ કોરું ધાકોડ રહી ગયું છે.

જોકે, આગામી સમયમાં ઉત્તર સૌરાષ્ટ્રમાં હવામાન પલટાતા કચ્છના રાપર અને આસપાસના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. પરંતુ ખાવડામાં વરસાદનું પ્રમાણ ઓછું રહેવાની શક્યતા છે.

આ પણ વાંચોઃ નવસારી પર તોળાઈ રહ્યું છે પૂરનું સંકટ: પૂર્ણા નદી ભયજનક સપાટીથી માત્ર 1 ફૂટ દૂર, હેલ્પલાઇન નંબર્સ જાહેર

Frequently Asked Questions

દક્ષિણ ગુજરાતમાં વરસાદની હાલની પરિસ્થિતિ શું છે?

દક્ષિણ ગુજરાતમાં જળબંબાકાર જેવી સ્થિતિ છે. અંબાલાલ પટેલ અનુસાર, આગામી 1-2 દિવસ સુધી ભારે વરસાદથી મોટી રાહત મળવાની શક્યતા નથી.

મધ્ય અને ઉત્તર ગુજરાતમાં કેવા વરસાદની આગાહી છે?

મધ્ય ગુજરાતના વડોદરા, મહીસાગર જેવા વિસ્તારોમાં 100 મિલીમીટર સુધીનો વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લીમાં પણ સારો વરસાદ થવાની સંભાવના છે.

કચ્છમાં ઓછો વરસાદ પડવાનું કારણ શું છે?

પશ્ચિમ વિક્ષોભ પાકિસ્તાન તરફ ફંટાઈ ગયા છે અને કોઈ સાયક્લોનિક સર્ક્યુલેશન નથી. બંગાળની ખાડીનો ભેજવાળો પ્રવાહ મધ્ય ભાગમાં જ વરસી જાય છે.

આગામી સમયમાં કચ્છમાં વરસાદની શું શક્યતા છે?

ઉત્તર સૌરાષ્ટ્રમાં હવામાન પલટાતા કચ્છના રાપર અને આસપાસના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. જોકે, ખાવડામાં વરસાદ ઓછો રહેવાની શક્યતા છે.

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: રાજ્યમાં એક સપ્તાહ સુધી સામાન્ય વરસાદની આગાહી, એકસાથે ચાર વરસાદી સિસ્ટમ થઇ સક્રિય
Gujarat Rain: રાજ્યમાં એક સપ્તાહ સુધી સામાન્ય વરસાદની આગાહી, એકસાથે ચાર વરસાદી સિસ્ટમ થઇ સક્રિય
Banaskantha: બાદરગઢ ગામમાં સરપંચે લગાવ્યો નાસ્તાના પડીકા પર પ્રતિબંધ, ઉલ્લંઘન કરનારને 1 હજારનો દંડ
Banaskantha: બાદરગઢ ગામમાં સરપંચે લગાવ્યો નાસ્તાના પડીકા પર પ્રતિબંધ, ઉલ્લંઘન કરનારને 1 હજારનો દંડ
સાબરકાંઠામાં બાળ તસ્કરી કેસમાં વધુ બે આરોપીની ધરપકડ, પૂછપરછમાં થયા ચૌંકાવનારા ખુલાસા
સાબરકાંઠામાં બાળ તસ્કરી કેસમાં વધુ બે આરોપીની ધરપકડ, પૂછપરછમાં થયા ચૌંકાવનારા ખુલાસા
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Advertisement

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ
Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ
Embed widget