શોધખોળ કરો

આગામી 3 કલાકમાં આ 6 જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ, રેડ એલર્ટ જાહેર; જાણો હવામાન અપડેટ

Gujarat weather forecast today: 5 સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્ર જળબંબાકાર; 347 રસ્તા બંધ, 11 ડેમ હાઈએલર્ટ પર.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • પાંચ સક્રિય સિસ્ટમને કારણે IMD દ્વારા રેડ એલર્ટ.
  • છેલ્લા 24 કલાકમાં 225 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો.
  • રાજ્યમાં 347 રસ્તા બંધ, 11 ડેમ હાઈ એલર્ટ.
  • NDRF-SDRF ટીમો તૈનાત, માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી.

Gujarat weather forecast today: ગુજરાતમાં એકસાથે 5 શક્તિશાળી હવામાન સિસ્ટમ સક્રિય થતાં મેઘરાજાએ જાણે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પડી રહેલા ભારે વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. આ પરિસ્થિતિ વચ્ચે હવામાન વિભાગે આગામી 3 કલાક (રાત્રે 10 વાગ્યા સુધી) માટે રાજ્યના અડધા ડઝનથી વધુ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી સાથે 'રેડ એલર્ટ' જાહેર કર્યું છે.

ક્યાં કયું એલર્ટ અપાયું?

હવામાન વિભાગની તાજી આગાહી મુજબ, રાત્રે 10 વાગ્યા સુધીમાં સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદર અને નગર હવેલી, ભાવનગર, દાહોદ અને પંચમહાલમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે, જેના પગલે આ વિસ્તારોમાં 'રેડ એલર્ટ' અપાયું છે. જ્યારે અમરેલી, ગીર સોમનાથ, દીવ, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, મહીસાગર, અરવલ્લી, તાપી અને ડાંગ જિલ્લામાં 'ઓરેન્જ એલર્ટ' આપવામાં આવ્યું છે. આ સિવાય અમદાવાદ અને ગાંધીનગર સહિત રાજ્યના બાકીના તમામ જિલ્લાઓમાં 'યલો એલર્ટ' જારી કરાયું છે.

24 કલાકમાં 225 તાલુકામાં મેઘમહેર

છેલ્લા 24 કલાકના આંકડા પર નજર કરીએ તો, રાજ્યના 34 જિલ્લાના 225 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાનું વાપી 8 ઈંચથી વધુ વરસાદ સાથે મોખરે રહ્યું છે. આ ઉપરાંત પારડી, ઉમરગામ, સુરતના કામરેજ અને ભાવનગરના ઘોઘામાં પણ 6 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. તમને જણાવી દઈએ કે, 7 જુલાઈ 2026 સુધીમાં ગુજરાતમાં સિઝનનો કુલ સરેરાશ વરસાદ 20.44 ટકા થઈ ગયો છે. જેમાં સૌરાષ્ટ્રમાં સૌથી વધુ 26.79 ટકા અને કચ્છમાં સૌથી ઓછો 1.92 ટકા વરસાદ પડ્યો છે.

આ પણ વાંચોઃ નવસારી પર તોળાઈ રહ્યું છે પૂરનું સંકટ: પૂર્ણા નદી ભયજનક સપાટીથી માત્ર 1 ફૂટ દૂર, હેલ્પલાઇન નંબર્સ જાહેર

તંત્ર એલર્ટ મોડ પર: 347 રસ્તાઓ બંધ

સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે રાજ્યમાં 4 નેશનલ હાઈવે અને 4 સ્ટેટ હાઈવે સહિત કુલ 347 રસ્તાઓ હજી પણ વાહનવ્યવહાર માટે બંધ છે. જળાશયોમાં પાણીની ભારે આવક થતાં 11 ડેમ 'હાઈ એલર્ટ' પર મૂકવામાં આવ્યા છે. કોઈ પણ ઈમરજન્સી પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર દ્વારા અલગ-અલગ જિલ્લાઓમાં NDRF ની 12 અને SDRF ની 27 ટીમો તૈનાત કરી દેવામાં આવી છે. આ ઉપરાંત, દરિયામાં ભારે કરંટ અને પવનની શક્યતા જોતા માછીમારોને 11 જુલાઈ સુધી દરિયો ન ખેડવા માટે કડક ચેતવણી આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 36 લોકોના મોત, 156 રસ્તાઓ બંધ અને 11 ડેમ હાઈ એલર્ટ પર

Frequently Asked Questions

ગુજરાતમાં કયા જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કરાયું છે?

હવામાન વિભાગ દ્વારા સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, ભાવનગર, દાહોદ અને પંચમહાલ જિલ્લાઓ માટે અતિભારે વરસાદની શક્યતાને કારણે 'રેડ એલર્ટ' જાહેર કરાયું છે. આ એલર્ટ રાત્રે 10 વાગ્યા સુધી લાગુ રહેશે.

છેલ્લા 24 કલાકમાં ગુજરાતના કયા વિસ્તારોમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે?

છેલ્લા 24 કલાકમાં વલસાડ જિલ્લાના વાપીમાં 8 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત, પારડી, ઉમરગામ, સુરતના કામરેજ અને ભાવનગરના ઘોઘામાં પણ 6 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

ભારે વરસાદને કારણે તંત્ર દ્વારા કયા પગલાં લેવામાં આવ્યા છે?

રાજ્યમાં કુલ 347 રસ્તાઓ બંધ કરાયા છે અને 11 ડેમ 'હાઈ એલર્ટ' પર મુકાયા છે. NDRFની 12 અને SDRFની 27 ટીમો તૈનાત કરાઈ છે, તથા માછીમારોને 11 જુલાઈ સુધી દરિયો ન ખેડવા ચેતવણી અપાઈ છે.

ગુજરાતમાં હાલમાં ભારે વરસાદનું મુખ્ય કારણ શું છે?

ગુજરાતમાં એકસાથે 5 શક્તિશાળી હવામાન સિસ્ટમ સક્રિય થતાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. આ સિસ્ટમને કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી રહ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ઈન્શ્યોરન્સ ન હોય તો ન આપો પેટ્રોલ', સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને નિર્દેશ- 'પાયલોટ પ્રોજેક્ટ તૈયાર કરો'
'ઈન્શ્યોરન્સ ન હોય તો ન આપો પેટ્રોલ', સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને નિર્દેશ- 'પાયલોટ પ્રોજેક્ટ તૈયાર કરો'
Yemen: રેડ સીમાં કેવી રીતે ડૂબ્યું ભારતીય જહાજ? તમામ 14 ભારતીયોને બચાવી લેવાયા
Yemen: રેડ સીમાં કેવી રીતે ડૂબ્યું ભારતીય જહાજ? તમામ 14 ભારતીયોને બચાવી લેવાયા
2 હજાર રૂપિયાથી વધુના UPI પેમેન્ટ પર જલદી લાગી શકે છે ચાર્જ, મોટા ફેરફારની તૈયારીમાં સરકાર
2 હજાર રૂપિયાથી વધુના UPI પેમેન્ટ પર જલદી લાગી શકે છે ચાર્જ, મોટા ફેરફારની તૈયારીમાં સરકાર
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
શું WhatsApp પર આવી છે ઈન્કમ ટેક્સની નોટિસ? સાયબર ઠગ આ રીતે લોકોને બનાવી રહ્યા છે શિકાર
શું WhatsApp પર આવી છે ઈન્કમ ટેક્સની નોટિસ? સાયબર ઠગ આ રીતે લોકોને બનાવી રહ્યા છે શિકાર
Embed widget