શોધખોળ કરો

અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 48 કલાક આ વિસ્તાર માટે ભારે, 20 ઈંચ વરસાદની આશંકા

રાજસ્થાનમાં લો પ્રેશર સર્જાતા બનાસકાંઠા, સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ શકે છે; કચ્છ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને અમદાવાદમાં પણ સારા વરસાદની આગાહી.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી.
  • 48 કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં જળબંબાકારની શક્યતા.
  • રાજસ્થાનની લો પ્રેશર અને ભેજવાળા પવનો વરસાદ માટે જવાબદાર.
  • આઈએમડી દ્વારા 3 દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર.

Ambalal Patel Rain Forecast: ગુજરાતમાં મેઘરાજાએ જમાવટ કરી છે, ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યના વરસાદ અંગે એક મોટી અને ચોંકાવનારી આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, આગામી 48 કલાક ખાસ કરીને ઉત્તર ગુજરાત માટે ભારેથી અતિભારે સાબિત થઈ શકે છે. ઉત્તર ગુજરાતમાં 10 થી 20 ઈંચ જેટલો અત્યંત ભારે વરસાદ ખાબકવાનું અનુમાન છે. આ ઉપરાંત કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ સારા વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે અમદાવાદમાં પણ હજુ વરસાદી માહોલ યથાવત રહેશે.

કેમ પડશે આટલો ભારે વરસાદ?

તમને જણાવી દઈએ કે અત્યારે રાજસ્થાનના પૂર્વ ભાગમાં એક મજબૂત લો પ્રેશર સિસ્ટમ સર્જાઈ છે. આ સિસ્ટમની સાથે અરબ સાગર અને બંગાળના ઉપસાગરમાંથી આવતા ભેજવાળા પવનો (વહન) ભેગા થતા ઉત્તર ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની પૂરી શક્યતા ઊભી થઈ છે.

આ વિસ્તારોમાં ભરાઈ શકે છે પાણી

અંબાલાલ પટેલના ચોક્કસ અનુમાન મુજબ, ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવી શકે છે. આ વિસ્તારોમાં અતિભારે વરસાદ પડવાની વકી છે. આ સાથે પાટણ અને સાંતલપુર સહિતના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડી શકે છે. સતત અને ભારે વરસાદના કારણે આ વિસ્તારોમાં નીચાણવાળા ભાગોમાં પાણી ભરાવાની એટલે કે જળબંબાકારની સ્થિતિ પણ સર્જાઈ શકે છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં આગામી 3 દિવસ અતિભારે વરસાદની આગાહી! કાલે 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, જુઓ લિસ્ટ

અન્ય વિસ્તારોમાં કેવો રહેશે વરસાદી માહોલ?

ઉત્તર ગુજરાત સિવાય રાજ્યના અન્ય વિસ્તારોની વાત કરીએ તો, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાત અને કચ્છમાં પણ સારો એવો વરસાદ વરસી શકે છે. બીજી બાજુ, અમદાવાદના લોકો માટે પણ અંબાલાલ પટેલે આગાહી કરી છે કે શહેરમાં હજુ પણ વરસાદી ઝાપટાં પડવાનો સિલસલો યથાવત રહેશે, જેથી અમદાવાદીઓએ પણ ઘરની બહાર નીકળતા પહેલા છત્રી કે રેઈનકોટ સાથે રાખવો હિતાવહ છે.

આગામી 3 દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી

ગુજરાતમાં હજુ પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ યથાવત રહેવાની છે. હવામાન વિભાગની (IMD) લેટેસ્ટ આગાહી મુજબ, રાજ્ય પર અલગ-અલગ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે આગામી 3 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. આજે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ સહિત ખેડા અને સુરેન્દ્રનગરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તો આવતીકાલ માટે પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારે વરસાદની આ આગાહીને પગલે દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને ખાસ સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ 26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!

Frequently Asked Questions

અંબાલાલ પટેલના અનુમાન મુજબ ઉત્તર ગુજરાતમાં કેવો વરસાદ પડી શકે છે?

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, ઉત્તર ગુજરાતમાં આગામી 48 કલાકમાં 10 થી 20 ઇંચ જેટલો અત્યંત ભારે વરસાદ ખાબકી શકે છે, જે ભારેથી અતિભારે સાબિત થશે.

ગુજરાતમાં ભારે વરસાદ પડવાનું મુખ્ય કારણ શું છે?

રાજસ્થાનના પૂર્વ ભાગમાં સર્જાયેલું મજબૂત લો પ્રેશર સિસ્ટમ અને અરબ સાગર તેમજ બંગાળના ઉપસાગરમાંથી આવતા ભેજવાળા પવનોના સમન્વયથી ભારે વરસાદ પડી રહ્યો છે.

અતિભારે વરસાદને કારણે કયા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા છે?

અંબાલાલ પટેલના અનુમાન મુજબ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ અને સાંતલપુર સહિતના ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં નીચાણવાળા ભાગોમાં પાણી ભરાઈ શકે છે.

હવામાન વિભાગની આગામી 3 દિવસ માટેની વરસાદની આગાહી શું છે?

હવામાન વિભાગે આગામી 3 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. આજે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ સહિત ખેડા અને સુરેન્દ્રનગરમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

અમરેલીમાં રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું-વિકસીત ભારત સંકલ્પ માટે ગુજરાત જ લીડ લેશે
અમરેલીમાં રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું-વિકસીત ભારત સંકલ્પ માટે ગુજરાત જ લીડ લેશે
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
પૂજ્ય સંત શ્રી લાલબાપુનું અમદાવાદમાં સફળતાપૂર્વક ઓપરેશન પૂર્ણ
પૂજ્ય સંત શ્રી લાલબાપુનું અમદાવાદમાં સફળતાપૂર્વક ઓપરેશન પૂર્ણ
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
Advertisement

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ
80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Embed widget