શોધખોળ કરો

ગુજરાતમાં આગામી 3 દિવસ અતિભારે વરસાદની આગાહી! કાલે 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, જુઓ લિસ્ટ

5 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આગામી 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી; આવતીકાલ માટે 8 જિલ્લામાં ઓરેન્જ અને 16 જગ્યાએ યલો એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • રાજ્યમાં આગામી 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી.
  • આજે ઉત્તર ગુજરાત, ખેડા, સુરેન્દ્રનગરમાં 'રેડ એલર્ટ' જાહેર.
  • લો પ્રેશર સિસ્ટમ સક્રિય, કાલે પણ ભારે વરસાદની સંભાવના.

Gujarat Rain Forecast: ગુજરાતમાં હજુ પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ યથાવત રહેવાની છે. હવામાન વિભાગની (IMD) લેટેસ્ટ આગાહી મુજબ, રાજ્ય પર અલગ-અલગ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે આગામી 3 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. આજે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ સહિત ખેડા અને સુરેન્દ્રનગરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તો આવતીકાલ માટે પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારે વરસાદની આ આગાહીને પગલે દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને ખાસ સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે.

આ કારણોસર ગુજરાતમાં જામ્યો છે વરસાદી માહોલ

તમને થતું હશે કે આટલો બધો વરસાદ કેમ પડી રહ્યો છે? તો તમને જણાવી દઈએ કે, હાલમાં લો પ્રેશર સિસ્ટમ, મોનસૂન ટ્રફ, એક અન્ય ટ્રફ લાઈન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને તેના પર બનેલા એક ટ્રફ એમ કુલ મળીને મજબૂત સિસ્ટમ્સ સક્રિય છે. આ જ કારણોસર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આજના (Today) એલર્ટની સ્થિતિ

આજે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓની સાથે-સાથે મધ્ય ગુજરાતના ખેડા અને સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી છે, જેને પગલે અહી 'રેડ એલર્ટ' જાહેર કરાયું છે.

આ ઉપરાંત, કચ્છની સાથે સૌરાષ્ટ્રના 4, મધ્ય ગુજરાતના 6 અને દક્ષિણ ગુજરાતના 5 જિલ્લામાં વરસાદનું 'ઓરેન્જ એલર્ટ' આપવામાં આવ્યું છે. જ્યારે રાજ્યના અન્ય બાકી રહેલા જિલ્લાઓ માટે 'યલો એલર્ટ' જારી કરાયું છે.

આ પણ વાંચોઃ હવામાન વિભાગની આગામી 3 કલાક માટે અતિભારે વરસાદની આગાહી: 6 જિલ્લામાં રેડ એલર્ટ તો 21 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

આવતીકાલની (26 જુલાઈ) આગાહી: ક્યાં કયું એલર્ટ?

આવતીકાલે પણ રાજ્યના ઘણા ભાગોમાં વરસાદનું જોર જોવા મળશે. હવામાન વિભાગ દ્વારા 26 જુલાઈ માટે જાહેર કરાયેલા એલર્ટનું લિસ્ટ નીચે મુજબ છે:

આવતીકાલે આ જિલ્લાઓમાં રહેશે ઓરેન્જ એલર્ટ (Orange Alert):

વાવ-થરાદ

બનાસકાંઠા

મહેસાણા

સાબરકાંઠા

અરવલ્લી

મહીસાગર

દાહોદ

ભાવનગર

આવતીકાલે આ વિસ્તારોમાં રહેશે યલો એલર્ટ (Yellow Alert):

પાટણ

ગાંધીનગર

અમદાવાદ

ખેડા

પંચમહાલ

આણંદ

વડોદરા

અમરેલી

બોટાદ

ભરૂચ

સુરત

નવસારી

વલસાડ

સંઘ પ્રદેશ દમણ

દાદરા નગર હવેલી

આ પણ વાંચોઃ 26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!

Frequently Asked Questions

ગુજરાતમાં કેટલા દિવસ સુધી વરસાદની આગાહી છે?

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી મુજબ, ગુજરાતમાં આગામી 3 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે.

ગુજરાતમાં ભારે વરસાદનું મુખ્ય કારણ શું છે?

લો પ્રેશર સિસ્ટમ, મોનસૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જેવી મજબૂત વરસાદી સિસ્ટમ્સ સક્રિય હોવાને કારણે રાજ્યમાં ભારે વરસાદ પડી રહ્યો છે.

આજે (Today) કયા જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે?

આજે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ સહિત ખેડા અને સુરેન્દ્રનગર જિલ્લામાં અત્યંત ભારે વરસાદ માટે 'રેડ એલર્ટ' જાહેર કરાયું છે.

26 જુલાઈએ કયા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે?

26 જુલાઈએ બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ અને ભાવનગર જેવા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ રહેશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
Advertisement

વિડિઓઝ

ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Embed widget