શોધખોળ કરો

અંબાલાલ પટેલની મોટી આગાહી: અલનીનો વચ્ચે પણ ગુજરાતમાં આ તારીખથી જામશે ધોધમાર વરસાદ

Ambalal Patel weather forecast વારંવાર આવતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અલનીનોની અસરના કારણે ચોમાસું ભલે ધીમું પડ્યું હોય, પરંતુ 22 જૂનથી ફરી ચોમાસું સક્રિય થશે અને જુલાઈમાં વરસાદ જમાવટ કરશે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • હાલ અટકેલું ચોમાસું 22 જૂનથી ફરી સક્રિય થશે.
  • 18 જૂન બાદ વાદળો, 22 સુધીમાં કેટલાક સ્થળે વરસાદ.
  • 23 જૂનથી સત્તાવાર વરસાદની શરૂઆત, જુલાઈમાં મોટો વેવ.

Ambalal Patel weather forecast: ગુજરાતમાં ચાતક નજરે વરસાદની રાહ જોઈ રહેલા લોકો અને ખેડૂતો માટે હવામાન નિષ્ણાત અંબાલાલ કાકાએ એક રાહત આપનારી આગાહી કરી છે. હાલમાં અલનીનોની અસર અને એક પછી એક આવી રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ચોમાસું અટકી પડ્યું છે અને આગળ વધી શક્યું નથી. પરંતુ, અંબાલાલ પટેલની આગાહી મુજબ નિરાશ થવાની જરૂર નથી, 22 જૂનથી ચોમાસું ફરીથી સક્રિય થવા જઈ રહ્યું છે અને જુલાઈ મહિનામાં વરસાદનું એક જોરદાર વેવ આવશે, જે આખા ચોમાસાને સદ્ધર કરી દેશે.

અંબાલાલ કાકાના જણાવ્યા અનુસાર, અત્યારે ગંગા અને યમુનાના મેદાનો જોઈએ તેટલા તપ્યા નથી, જેના કારણે વરસાદ લાવે તેવી સિસ્ટમ બની શકી નથી. ઉપરથી 18 જૂને હજુ એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા છે. જોકે, 18 થી 20 જૂન સુધીમાં આકાશમાં વાદળોનો જમાવડો શરૂ થઈ જશે. વાતાવરણમાં પલટો આવતા 22 જૂન સુધીમાં રાજ્યના કોઈ-કોઈ ભાગોમાં અચાનક જ અણધાર્યો વરસાદ વરસી શકે છે.

વરસાદની સત્તાવાર અને સારી શરૂઆત 23 જૂનથી થવાની પૂરી સંભાવના છે. 23 થી 26 જૂન વચ્ચે ઘણા વિસ્તારોમાં સારો એવો વરસાદ પડશે. ત્યારબાદ, 27 થી 29 જૂન દરમિયાન મહારાષ્ટ્ર અને મુંબઈ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામશે. જે લોકો વરસાદની ખેંચની ચિંતા કરી રહ્યા છે તેમના માટે સારા સમાચાર એ છે કે 29 જૂનથી લઈને 7 જુલાઈ સુધીના સમયગાળામાં સૌરાષ્ટ્ર, મુંબઈ અને દક્ષિણ ભારતના ભાગોમાં એક મજબૂત વરસાદી સિસ્ટમ બનશે.

એકંદરે, 22 જૂનથી ચોમાસાની ગાડી ફરી પાટા પર ચડી જશે. ભલે આ વર્ષે અલનીનોનું સંકટ છે અને સિઝન દરમિયાન વચ્ચે-વચ્ચે તેની અસર પણ ચોક્કસથી વર્તાશે, પરંતુ જુલાઈ મહિનામાં આવનારું વરસાદનું મોજું આખા ચોમાસાને બેઠું કરી દેશે અને લોકોને ગરમીમાંથી મોટી રાહત મળશે.

આ પણ વાંચોઃ IMD Alert: આગામી 7 દિવસ ભારે! આ રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે અતિભારે વરસાદની આશંકા

ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ. કે. દાસના જણાવ્યા અનુસાર, આગામી 7 દિવસ દરમિયાન રાજ્યમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. છેલ્લા 24 કલાકમાં ભાવનગરમાં સૌથી વધુ 41.4°C તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં આગામી દિવસોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગે આગામી દિવસો માટે વિગતવાર આ પ્રમાણે આગાહી કરી છે:

15થી 17 જૂન: દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. જ્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં હવામાન સંપૂર્ણપણે સૂકું રહેશે.

18થી 19 જૂન: વરસાદનો વ્યાપ થોડો વધશે. દક્ષિણ ગુજરાતના છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ ઉપરાંત સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો જેવા કે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ હળવો વરસાદ થવાની સંભાવના છે.

આ પણ વાંચોઃ આવતીકાલનું હવામાનઃ કાલે દેશના 19 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી, જાણો હવામાન અપડેટ

19થી 21 જૂન: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં હળવો વરસાદ ચાલુ રહેશે, જ્યારે ઉત્તર ગુજરાત અને કચ્છ પ્રદેશમાં હવામાન સૂકું રહેશે.

Frequently Asked Questions

અંબાલાલ પટેલની આગાહી મુજબ ચોમાસું ક્યારથી સક્રિય થશે?

અંબાલાલ પટેલની આગાહી અનુસાર, 22 જૂનથી ચોમાસું ફરી સક્રિય થશે. જુલાઈ મહિનામાં વરસાદનું એક જોરદાર મોજું આખા ચોમાસાને સદ્ધર કરી દેશે.

હાલમાં ચોમાસું શા માટે અટકી પડ્યું છે?

અલનીનોની અસર અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ચોમાસું અટકી પડ્યું છે. ગંગા અને યમુનાના મેદાનો જોઈએ તેટલા તપ્યા ન હોવાથી સિસ્ટમ બની નથી.

ગુજરાતમાં સત્તાવાર રીતે સારા વરસાદની શરૂઆત ક્યારથી થવાની શક્યતા છે?

વરસાદની સત્તાવાર અને સારી શરૂઆત 23 જૂનથી થવાની પૂરી સંભાવના છે. 23 થી 26 જૂન વચ્ચે રાજ્યના ઘણા વિસ્તારોમાં સારો વરસાદ પડશે.

જૂનના અંત અને જુલાઈની શરૂઆતમાં કયા વિસ્તારોમાં સારો વરસાદ જોવા મળશે?

27 થી 29 જૂન દરમિયાન મહારાષ્ટ્ર અને મુંબઈમાં વરસાદી માહોલ રહેશે. 29 જૂનથી 7 જુલાઈ સુધી સૌરાષ્ટ્ર, મુંબઈ અને દક્ષિણ ભારતમાં મજબૂત વરસાદી સિસ્ટમ બનશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
Advertisement

વિડિઓઝ

Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Embed widget