Amreli: સાવરકુંડલાના આ ગામમાં એક મહિનામાં 10થી વધુ વખત ભૂકંપના આંચકા આવતા ગ્રામજનોમાં ફફડાટ
Earthquake: જોકે આ અંગે સ્થાનિક તંત્ર અજાણ છે. એક મહિનામાં 10થી વધુ વખત ભૂકંપના આંચકા આ ગામમાં આવ્યા હોવાથી ગ્રામજનોમાં ફફડાટ છે.
Amreli Earthquake: સાવરકુંડલા તાલુકાના ગીરકાંઠાનું મીતીયાળા ગામ હાલ ભયના ઓથાર નીચે જીવી રહ્યું છે કારણ કે અહીં દિવસ કે રાત્રિ દરમિયાન ગમે ત્યારે ભૂકંપના નાના-મોટા આચકાઓ આવી રહ્યા છે. આજે વહેલી સવારે અહીં ભૂકંપનો આંચકો આવ્યો હતો. જોકે આ અંગે સ્થાનિક તંત્ર અજાણ છે. એક મહિનામાં 10થી વધુ વખત ભૂકંપના આંચકા આ ગામમાં આવ્યા હોવાથી ગ્રામજનોમાં ફફડાટ છે. ગામના સરપંચે મીડિયાને ધરતીકંપના આંચકાની માહિતી આપી છે.
ગામના 50 ટકા મકોનો કાચા
આ ગામમાં 50 ટકા જેટલા મકાનો કાચા છે લોકોના મકાનને ધરતી કંપના કારણે મકોનોની દીવાલોમાં તિરાડો પડવા લાગી છે પરંતુ એક માસથી સતત ભૂકંપના નાના-મોટા આંચકાઓ ગામ લોકો અનુભવી રહ્યા છે ત્યારે ગામ લોકોમાં ફફડાટ ફેલાયો છે. ભૂકંપ આવે એટલે ગામ લોકોને ઘર માંથી બહાર નીકળવું પડે છે. નાના મોટા તમામ લોકોને ભૂકંપનો ભય સતાવી રહ્યો છે.
ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે લોકો
છેલ્લા બે વર્ષથી ગામ લોકો ભૂકંપના નાના મોટા આંચકા અનુભવી રહ્યા છે. જેના કારણે તેઓ ભયના ઓથાર નીચે જીવે છે. ગત ઉનાળાથી ભૂકંપના આંચકા ચાલુ થયાં છે. ગામની નજીક જ સોનીયો ડુંગર તરીકે જાણીતું એક ડુંગર આવેલો છે. મોટાભાગના લોકો એવું કહી રહ્યા છે કે ડુંગરના તળમાં કોઈ હલચલ થઈ રહી છે કારણ કે ભૂકંપની શરૂઆત પણ આ દિશાથી થતી જોવા મળે છે.
ગુજરાત વિધાનસભામાં પ્રવેશ કરતાં પહેલા કયા ધારાસભ્યએ નતમસ્તક પ્રણામ કર્યા ?
ગુજરાત વિધાનસભા 2022 ની ચૂંટણીમાં જીતેલા તમામ ધારાસભ્યોની આજે શપથવિધિ છે, ત્યારે તમામ ધારાસભ્યો ગુજરાત વિધાનસભાની અંદર પહોંચી રહ્યા છે. આ દરમિયાન જુનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાએ વિધાનસભાની અંદર પગ મુકતા પહેલા મતમસ્તક પ્રણામ કર્યા હતા. તેમણે કહ્યું કે, વિધાનસભા ગૃહને પોતે ધારાસભ્ય તરીકે મંદિર માને છે. લોકોની સુખાકારીના કાર્યો અહીંથી તેમણે હવે કરવાના છે એટલા માટે એક ધારાસભ્ય તરીકે વિધાનસભા ગૃહની અંદર પ્રવેશ કરતા પહેલા તેઓએ નતમસ્તક પ્રણામ કર્યા હતા. ધારાસભ્ય તરીકે વિધાનસભા ગૃહની અંદર પ્રવેશ કરતા પહેલા એક વ્યક્તિ આ રીતે ઘૂંટણભેર બેસી માથું જમીને અડાડી અને વિધાનસભા ગૃહને મસ્તક પ્રણામ કરે તેવું આ એકમાત્ર દ્રશ્ય હતું.