શોધખોળ કરો

Women Cancer: મહિલાઓમાં સતત વધી રહ્યું છે કેન્સરનું પ્રમાણ, આનંદીબેને ચિંતા વ્યક્ત કરતાં પાટણમાં શું કહ્યું, જાણો

ખોડલધામના શિલાન્યાસ વિધિના પ્રસંગે આનંદીબેન પટેલે પોતાના સંબોધનમાં દેશ અને રાજ્યમાં સતત વધી રહેલા હાર્ટ એટેકના કેસો અને તેનાથી થતા મૃત્યુ વિશે ચિંતા વ્યક્ત કરી હતી

Patan KhodalDham: આજે દુર્ગાષ્ટમી નિમિત્તે પાટણમાં લેઉવા પાટીદાર સમાજના અગ્રણીઓએ એકઠા થયા હતા, આજે લેઉવા પાટીદાર સમાજ માટે એક ખુશીનો દિવસ છે કેમ કે આજે પાટણમાં એક વધુ ખોડલધામ બનવા જઇ રહ્યું છે. પાટણના સંડેરમાં બની રહેલા આ નવા ખોડલધામની આજે શિલાન્યાસ વિધિ પૂર્ણ થઇ છે, અને પ્રસંગે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ ત્યાં ઉપસ્થિત રહ્યાં હતા. 

ખોડલધામના શિલાન્યાસ વિધિના પ્રસંગે આનંદીબેન પટેલે પોતાના સંબોધનમાં દેશ અને રાજ્યમાં સતત વધી રહેલા હાર્ટ એટેકના કેસો અને તેનાથી થતા મૃત્યુ વિશે ચિંતા વ્યક્ત કરી હતી, તેમને આ સંદર્ભે એનાલિસીસ થવું જોઇએ એવું પણ કહ્યું હતુ. જોકે, આનંદીબેનના સંબોધનમાં આ ઉપરાંત મહિલાઓ પર ભાર મુકવામાં આવ્યો હતો, તેમને મહિલાઓમાં વધી રહેલા કેન્સર વિશે વાત કરી, જેમાં ખાસ કરીને મહિલાઓમાં ગર્ભાશયના કેન્સરને લઇને ચિંતા વ્યક્ત કરી હતી. 

પોતાના સંબોધન દરમિયાન આનંદીબેન પટેલે કહ્યું કે, મહિલાઓમાં આજે સૌથી વધુ કેન્સર થાય છે, મહિલાઓમાં ગર્ભાશયનું કેન્સર વધુ ઝડપથી વધે છે. જ્યારે મહિલાઓને કેન્સર થાય છે તો તેઓ વધુ પીડાય છે અને શરમના કારણે દવાખાને જતી નથી. છેવટે તેમના બાળકો અનાથ થાય છે અને પરિવાર સભ્ય ગુમાવે છે. 

આ ઉપરાંત આનંદીબેન પટેલે આગળ વધતા કહ્યું કે, હું ઉત્તર પ્રદેશમાં હતી ત્યારે એક ડૉક્ટર બેને મારી પાસે સહકાર માંગ્યો હતો, તેમને મને એક પ્રૉગ્રામ કરવા માટે સહકાર માંગ્યો હતો, આ પ્રૉગ્રામ મહિલાઓના કેન્સરને લઇને હતો. તેમને કહ્યું મારે 9 થી 14 વર્ષી દીકરીઓને મહિલા કેન્સર વિશે સમજ આપવાનો કાર્યક્રમ કરવો છે. ખાસ વાત છે કે, આનંદીબેન પટેલે ઉત્તર પ્રદેશમાં મહિલાઓના કેન્સર વિશે આંકડા પણ એકઠા કર્યા હતા, જેમાં 30થી લઇને 40 વર્ષી મહિલાઓમાં સૌથી વધુ કેન્સર જોવા મળ્યુ હતુ. 

પાટણના સંડેરમાં આજે ખોડલધામ સંકુલની શિલાન્યસ વિધિ યોજાઇ હતી, આ ખોડલધામ સંકુલ સૌરાષ્ટ્રના કાગવડ જેવું જ ભવ્ય હશે. અહીં વિવિધ પ્રકલ્પોનો પણ લાભ લઇ શકાશે. 

હાર્ટ અટેકથી વધતા મોતના કિસ્સા મુદ્દે પણ આનંદીબેને નિવેદન આપ્યુ હતુ. તેમને કહ્યું કે, દેશમાં અનેક લોકોના મોત હાર્ટ અટેકથી થઈ રહ્યા છે, નવરાત્રિમાં કેટલાક લોકોના મોત હાર્ટ અટેકથી થયા છે. આ સમગ્ર બાબતનું એનાલિસીસ થવું જરૂરી છે. ગરબા રમતા સમયે હાર્ટ અટેકથી મોતની ઘટનાઓમાં સતત વધી રહી છે. તેમને કહ્યું કે આટલા બધા હાર્ટ એટેકના કેસો કેમ વધી રહ્યાં છે તેના માટે એનાલિસીસ જરૂરી છે. જોકે તેમને એમ પણ કહ્યું હતુ કે, કોરોનાના કારણે હાર્ટ અટેકના કેસ વધ્યા તે વાત ખોટી છે. 

પાટણના સંડેરમાં બનશે સૌરાષ્ટ્રના કાગવડ જેવું જ ભવ્ય ખોડલધામ સંકુલ - 
આજે લેઉવા પાટીદાર સમાજ માટે એક ખુશીનો દિવસ છે કેમ કે આજે પાટણમાં એક વધુ ખોડલધામ બનવા જઇ રહ્યું છે. પાટણના સંડેરમાં બની રહેલા આ નવા ખોડલધામની આજે શિલાન્યાસ વિધિ પૂર્ણ થઇ છે, સંડેરનું અને ખોડલધામ સંકુલ સૌરાષ્ટ્રના કાગવડ જેવું જ ભવ્ય હશે. ખાસ વાત છે કે, અહીં વિવિધ પ્રકલ્પોનો પણ લાભ લઇ શકાશે. 

આજે દુર્ષાષ્ટમી છે અને આજનો દિવસ સમગ્ર લેઉવા પટેલ સમાજ માટે ખુશીનો દિવસ પણ બન્યો છે. આજે સંડેર ખાતે ખોડલધામ સંકુલની શિલાન્યાસ વિધિ પૂર્ણ કરાઇ છે. ખોડલધામ સંડેર ખાતે માં ખોડલના મંદિર સાથે શિક્ષણ, આરોગ્ય અને કૃષિના વિવિધ પ્રકલ્પો પણ ઊભા કરાશે. સંડેર બાદ હવે અમદાવાદમાં પણ નજીકના સમયમાં ખોડલધામનો શિલાન્યાસ કરવામાં આવશે. અમદાવાદ બાદ સ્ટેચ્યૂ અને ત્યારબાદ દક્ષિણ ગુજરાતમાં ખોડલધામનો શિલાન્યાસ કરવામાં આવશે. આગામી 21 જાન્યુઆરીના રોજ રાજકોટ ખાતે એક વિશાળ કેન્સર હૉસ્પીટલનું શિલાન્યાસ કરવાનું પણ આયોજન છે. આનાથી માત્ર લેઉવા પટેલ સામજ જ નહીં પણ રાષ્ટ્રસેવાની નેમ સાથે તમામ સમાજના લોકો ખોડલધામના વિવિધ પ્રકલ્પોનો લાભ લઈ શકશે.

પાટણના સંડેરમાં બની રહેલું આ નવુ ખોડલધામ સંકુલ ખાસ હશે, સૌરાષ્ટ્રના કાગવડ જેવું જ પાટણના સંડેરમાં પણ ખોડલધામ બનશે. પાટણના સંડેરમાં ખોડલધામના શિલાન્યાસની પૂજાવિધિ પૂર્ણ થઇ ચૂકી છે. દીકરીઓ અને ટ્રસ્ટીઓ દ્વારા શુભ મુહૂર્તમાં શિલાન્યાસ વિધિ પૂર્ણ કરી હતી. લેઉવા પટેલના કુળદેવી માં ખોડલ માતાજીનું ભવ્ય મંદિર પાટણના સંડેરમાં બહુ જલદી નિર્માણ પામશે. આજે નવરાત્રિના આઠમના દિવસે ભવ્ય ખોડલધામનું ભૂમિપૂજન થયુ છે. ખોડલધામમાં મંદિર ઉપરાંત શૈક્ષણિક સંકુલ અને હૉસ્પિટલ પણ અહી નિર્માણ પામશે. ખાસ વાત છે કે, સંડેરનું આ ખોડલધામ મંદિર ગુલાબી પથ્થરમાંથી બનાવાશે, આમાં 51 હજાર ઘનફૂટ પથ્થરોનો ઉપયોગથી ખોડલધામ મંદિર બનાવવામાં થશે. આ ગુલાબી પથ્થરો રાજસ્થાનના ભરતપુરમાંથી લાવવામાં આવશે. 50 વિઘા જમીનમાં 100 કરોડના ખર્ચે આ સમગ્ર ખોડલધામ મંદિર સંકુલ નિર્માણ પામશે. ખોડલધામ મંદિર ઉપરાંત સેવાકીય પ્રવૃત્તિ માટે પણ અહીં વિવિધ પ્રકલ્પોનું ખાસ નિર્માણ કરાશે. માત્ર લેઉવા પટેલ માટે નહીં સમગ્ર સમાજ માટે 250 બેડની અત્યાધુનિક હૉસ્પીટલ બનાવાશે. તમામ સમાજના યુવાઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે અહીં શૈક્ષણિક સંકુલ બનશે. ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે કૃષિ સહાયતા કેન્દ્ર પણ આ જ સંકુલમાં બનશે. 2 વર્ષમાં ખોડલધામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાય એ મુજબનું આયોજન કરાઈ રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખોડલધામના ભૂમિપૂજનમાં ઉપસ્થિત રહ્યાં હતા. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ ઉપસ્થિત રહ્યાં હતા. પ્રફુલ પટેલ અને ઉદ્યોગપતિ કરશનભાઈ પટેલ સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યાં હતા. ભૂમિપૂજનના સ્થળે 3 વિશાળ ડૉમ ઉભા કરવામાં આવ્યા હતા. સમગ્ર રાજ્ય અને દેશમાંથી લેઉવા પટેલ સમાજના હજારો લોકો સંડેર ખોડલધામ ભૂમિપૂજનમાં પહોંચ્યા હતા. ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલ સહિતના આગેવાનોની અહીં શિલાન્યાસ વિધિમાં ખાસ ઉપસ્થિતિ હતી. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
સાવધાન! ઠંડીમાં Room Heater માં થઈ શકે છે બ્લાસ્ત, આ 5 ભૂલો ભારે પડી શકે છે
સાવધાન! ઠંડીમાં Room Heater માં થઈ શકે છે બ્લાસ્ત, આ 5 ભૂલો ભારે પડી શકે છે
દવા લીધા બાદ પણ રહે છે યુરિક એસિડની સમસ્યા, આ આદતો હોઈ શકે છે કારણ
દવા લીધા બાદ પણ રહે છે યુરિક એસિડની સમસ્યા, આ આદતો હોઈ શકે છે કારણ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambalal Patel: Rain In Makar Sankranti: ઉત્તરાયણમાં તૂટી પડશે વરસાદ!, અંબાલાલ પટેલની મોટી આગાહીAhmedabad: આજથી ફ્લાવર શોનો પ્રારંભ, આ દિવસે જશો તો ટિકિટના આપવા પડશે 30 રૂપિયા વધારેBanaskantha News: વિભાજન બાદ ભાજપના નેતામાં જ ભારે નારાજગી, અણદાભાઈએ CMને લખ્યો પત્રAmreli Fake letter scandal: લેટરકાંડમાં આરોપીઓની જામીન અરજી પર આજે સુનાવણી Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
સાવધાન! ઠંડીમાં Room Heater માં થઈ શકે છે બ્લાસ્ત, આ 5 ભૂલો ભારે પડી શકે છે
સાવધાન! ઠંડીમાં Room Heater માં થઈ શકે છે બ્લાસ્ત, આ 5 ભૂલો ભારે પડી શકે છે
દવા લીધા બાદ પણ રહે છે યુરિક એસિડની સમસ્યા, આ આદતો હોઈ શકે છે કારણ
દવા લીધા બાદ પણ રહે છે યુરિક એસિડની સમસ્યા, આ આદતો હોઈ શકે છે કારણ
ટેસ્ટ બાદ હવે ODI કેપ્ટન તરીકે પણ રોહિતનું પત્તું કપાશે! જાણો કોણ હશે નવો કેપ્ટન, BCCI એ પણ....
ટેસ્ટ બાદ હવે ODI કેપ્ટન તરીકે પણ રોહિતનું પત્તું કપાશે! જાણો કોણ હશે નવો કેપ્ટન, BCCI એ પણ....
આ ખેડૂતોએ PM કિસાનના જમા થયેલા રૂપિયા પરત કરવા પડશે, જાણો 19મો હપ્તો ક્યારે જમા થશે
આ ખેડૂતોએ PM કિસાનના જમા થયેલા રૂપિયા પરત કરવા પડશે, જાણો 19મો હપ્તો ક્યારે જમા થશે
India Post Update: હવે આ કામ માટે નહીં ખાવા પડે પોસ્ટ ઓફિસના ધક્કા, ઓનલાઈન જ થઈ જશે કામ
India Post Update: હવે આ કામ માટે નહીં ખાવા પડે પોસ્ટ ઓફિસના ધક્કા, ઓનલાઈન જ થઈ જશે કામ
IND vs AUS: 185 રનમાં ઓલઆઉટ ટીમ ઈન્ડિયા, વિરાટ કોહલી ફરી નિષ્ફળ
IND vs AUS: 185 રનમાં ઓલઆઉટ ટીમ ઈન્ડિયા, વિરાટ કોહલી ફરી નિષ્ફળ
Embed widget