શોધખોળ કરો

ઉત્તર ગુજરાતના સૌથી મોટા શહેરમાં રેકોર્ડ બ્રેક લોકડાઉનની જાહેરાત, જાણ મે મહિનાની કઈ તારીખ સુધી રહેશે બધું બંધ ?

આ નિર્ણય પ્રમાણે મહેસાણા શહેરમાં 22 એપ્રિલ થી 2 મે સુધી સંપૂર્ણ લોકડાઉનનો અમલ કરાશે.

મહેસાણાઃ ઉત્તર ગુજરાતના સૌથી મોટા શહેર મહેસાણામાં કોરોનાના કેસો સતત વધતાં 11 દિવસના લોકડાઉનનો નિર્ણય લેવાયો છે. મહેસાણા શહેરનાં તમામ બજાર આગામી 11 દિવસ માટે બંધ રહેશે. આજે સવારે 11 વાગ્યે નગરાપાલિકાના હોદ્દેદારોની વહેપારીઓ સાથે બેઠક યોજાઈ હતી.  ટાઉન હોલ ખાતે મળેલી બેછકમાં મહેસાણા શહેરનું બજાર આગામી 11 દિવસ માટે બંધ રહેશે એવો નિર્ણય લેવાયો છે.

આ નિર્ણય પ્રમાણે મહેસાણા શહેરમાં 22 એપ્રિલ થી 2 મે સુધી સંપૂર્ણ લોકડાઉનનો અમલ કરાશે. લોકોને તકલીફ ના પડે એટલા માટે 20 એપ્રિલ અને 21 એપ્રિલના રોજ મહેસાણા શહેરના બજારો આખો દિવસ ચાલુ રહેશે.

મહેસાણા શહેરના ટાઉન હોલ ખાતે આજ રોજ વેપારીઓ અને મંત્રીની બેઠકમાં મહેસાણા શહેરનું બજાર સ્વૈચ્છિક બંધ રહેશે  તેવો નિર્ણય લેવાયો છે. કોરોનાનું સંક્રમણ અટકાવવા વેપારીઓ દ્વારા નિર્ણય લેવાયો છે.

મહેસાણામા કોરોનાના કેસો વધતાં  સ્થાનિક તંત્ર હરકતમાં આવ્યું છે અને ફ્રુટ અને શાકભાજીની લારીઓ પર ભીડ થતાં તેને દૂર કરવા  નિર્ણય લેવાયો છે. તોરણવાડી ચોક, જૂની તાલુકા પંચાયત,મોઢેરા રોડ,વી કે વાડી,આશ્રય હોટલ, દ્વારકાપુરી ફ્લેટ અને GEB પાસે લારીઓ હટાવાશે.

ઉત્તર ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસો સતત વધતાં સરકારી તેમજ ખાનગી દવાખાનાઓ કોરોના દર્દીઓ ઉભરાઈ રહ્યા છે. મૃતકોની સંખ્યામાં પણ ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. મહેસાણા જિલ્લામાં શનિ-રવિવારના દિવસે સ્વૈચ્છીક લોકડાઉન જાહેર કરી સંક્રમણ અટકાવવા પ્રયાસો થયા  છે. આમ છતાં કોરોના રોકેટ ગતિએ વધી રહ્યો છે.

મહેસાણા જિલ્લામાં સોમવારે કોરોનાના વધુ 390 કેસ જોવા મળ્યા હતા અને તેના કારણે લોકડાઉન લાદવું પડ્યું છે. મહેસાણામાં છેલ્લા 24 કલાકમાં 390 કોરોના પોઝિટિવ કેસ આવ્યા તે પૈકી શહેરી વિસ્તારમાં 172 પોઝિટિવ કેસ અને ગ્રામ્ય વિસ્તારમાં 218 પોઝિટિવ કેસ નોંધાયા છે. શહેરી વિસ્તાર કરતાં ગ્રામ્ય વિસ્તારમાં સંક્રમણ વધુ છે. હેસાણા શહેરમાં 106 પૉઝિટિવ કેસ છે અને હજુ પણ 1031 ટેસ્ટનાં પરિણામ પેન્ડિંગ છે. દિલ્લામાં કુલ એક્ટિવ કેસ 2877 થયા છે. તેની સામે આજે ડિસ્ચાર્જ માત્ર 11 દર્દીને કરાયા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Heat Wave: રાજ્યમાં કાળઝાળ ગરમીથી લૂ અને બેભાન થવાના કેસો વધ્યા, જાણો કેટલે પહોંચ્યો આંકડો
Heat Wave: રાજ્યમાં કાળઝાળ ગરમીથી લૂ અને બેભાન થવાના કેસો વધ્યા, જાણો કેટલે પહોંચ્યો આંકડો
Gujarat: ચૂંટણી પુરી થતાં જ નેતાઓનું નાટક શરૂ, ડેડીયાપાડા તા.પં. કચેરીમાં મનુસખ અને ચૈતર નાના બાળકોની જેમ ઝઘડ્યા
Gujarat: ચૂંટણી પુરી થતાં જ નેતાઓનું નાટક શરૂ, ડેડીયાપાડા તા.પં. કચેરીમાં મનુસખ અને ચૈતર નાના બાળકોની જેમ ઝઘડ્યા
Election Fact Check: પીએમ મોદીના ઘર છોડવાના આ સમાચાર છે ખોટા, ભાઈ પ્રહલાદ મોદીએ ક્યારેય નથી કહ્યું આવું, જાણો વાયરલ પોસ્ટની હકીકત
Election Fact Check: પીએમ મોદીના ઘર છોડવાના આ સમાચાર છે ખોટા, ભાઈ પ્રહલાદ મોદીએ ક્યારેય નથી કહ્યું આવું, જાણો વાયરલ પોસ્ટની હકીકત
Weather Updates: દિલ્હીમાં ગરમીએ તોડ્યો 14 વર્ષનો રેકોર્ડ, ગુજરાત સહિત આ રાજ્યોમાં 5 દિવસ ભીષણ લૂ નું એલર્ટ
દિલ્હીમાં ગરમીએ તોડ્યો 14 વર્ષનો રેકોર્ડ, ગુજરાત સહિત આ રાજ્યોમાં 5 દિવસ ભીષણ લૂ નું એલર્ટ
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Rajkot | ભારે પવન સાથે ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ સ્થિતિDwarka Alret | માછીમારો થઈ જજો એલર્ટ, દરિયામાં ઉછળશે ઊંચા મોજા | Watch VideoPadminiba Vala | સંકલન સમિતિને સવાલ કરતા કરતા કોંગ્રેસ વિશે શું બોલ્યા પદ્મિની બા? | Abp AsmitaAmreli | સતત ત્રીજા દિવસે માવઠાનો માર, સાવરકુંડલા અને લીલીયાના થયા કંઈક આવા હાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Heat Wave: રાજ્યમાં કાળઝાળ ગરમીથી લૂ અને બેભાન થવાના કેસો વધ્યા, જાણો કેટલે પહોંચ્યો આંકડો
Heat Wave: રાજ્યમાં કાળઝાળ ગરમીથી લૂ અને બેભાન થવાના કેસો વધ્યા, જાણો કેટલે પહોંચ્યો આંકડો
Gujarat: ચૂંટણી પુરી થતાં જ નેતાઓનું નાટક શરૂ, ડેડીયાપાડા તા.પં. કચેરીમાં મનુસખ અને ચૈતર નાના બાળકોની જેમ ઝઘડ્યા
Gujarat: ચૂંટણી પુરી થતાં જ નેતાઓનું નાટક શરૂ, ડેડીયાપાડા તા.પં. કચેરીમાં મનુસખ અને ચૈતર નાના બાળકોની જેમ ઝઘડ્યા
Election Fact Check: પીએમ મોદીના ઘર છોડવાના આ સમાચાર છે ખોટા, ભાઈ પ્રહલાદ મોદીએ ક્યારેય નથી કહ્યું આવું, જાણો વાયરલ પોસ્ટની હકીકત
Election Fact Check: પીએમ મોદીના ઘર છોડવાના આ સમાચાર છે ખોટા, ભાઈ પ્રહલાદ મોદીએ ક્યારેય નથી કહ્યું આવું, જાણો વાયરલ પોસ્ટની હકીકત
Weather Updates: દિલ્હીમાં ગરમીએ તોડ્યો 14 વર્ષનો રેકોર્ડ, ગુજરાત સહિત આ રાજ્યોમાં 5 દિવસ ભીષણ લૂ નું એલર્ટ
દિલ્હીમાં ગરમીએ તોડ્યો 14 વર્ષનો રેકોર્ડ, ગુજરાત સહિત આ રાજ્યોમાં 5 દિવસ ભીષણ લૂ નું એલર્ટ
Madresa Survey: આજથી ગુજરાતની તમામ મદરેસાઓમાં સર્વે શરૂ, રાષ્ટ્રીય બાળ આયોગે કર્યો આદેશ
Madresa Survey: આજથી ગુજરાતની તમામ મદરેસાઓમાં સર્વે શરૂ, રાષ્ટ્રીય બાળ આયોગે કર્યો આદેશ
Burning Bus: શ્રદ્ધાળુઓથી ભરેલી બસમાં આગ લાગતાં 8 ભડથું, 20થી વધુ ઘાયલ
શ્રદ્ધાળુઓથી ભરેલી બસમાં આગ લાગતાં 8 ભડથું, 20થી વધુ ઘાયલ
Vadodara: વડોદરામાં હિટવેવથી પ્રૌઢનું મોત, 2 લોકો થયા બેભાન
વડોદરામાં હિટવેવથી પ્રૌઢનું મોત, 2 લોકો થયા બેભાન
Gurucharan Singh: તારક મહેતાનો ‘રોશન સોઢી’ 25 દિવસ બાદ ઘરે પરત ફર્યો, કહી આ વાત
Gurucharan Singh: તારક મહેતાનો ‘રોશન સોઢી’ 25 દિવસ બાદ ઘરે પરત ફર્યો, કહી આ વાત
Embed widget