Gujarat Elections: વાંકાનેરમાં કેજરીવાલે કહ્યું, જો અમારી સરકાર બનશે તો મોરબીમાં આ કામ કરશે
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં ગુજરાત પ્રવાસે છે.
Gujarat Elections 2022: આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં ગુજરાત પ્રવાસે છે. આ દરમિયાન રવિવારે (6 નવેમ્બર) વાંકાનેરમાં તિરંગા યાત્રામાં કેજરીવાલે ભાગ લીધો હતો. કેજરીવાલે આક્ષેપ કર્યો હતો કે, મોરબી કેબલ બ્રિજનું સમારકામ કરનારા લોકોને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે, જો ગુજરાતમાં AAPની સરકાર બનશે તો મોરબીમાં વિશાળ પુલ બનાવશે.
મોરબી બ્રિજ દુર્ઘટનાનો કર્યો ઉલ્લેખઃ
મોરબી જિલ્લાના વાંકાનેર શહેરમાં 'તિરંગા યાત્રા' દરમિયાન અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, જો 'ડબલ એન્જિન' ભાજપને ફરીથી જનાદેશ મળશે તો ભવિષ્યમાં પણ મોરબી બ્રિજ દુર્ઘટના જેવી દુર્ઘટના થશે. "મોરબીમાં જે બન્યું તે ખૂબ જ દુઃખદ હતું. અકસ્માતમાં મૃત્યુ પામેલાઓમાં 55 બાળકોનો સમાવેશ થાય છે. તેઓ તમારા બાળકો હોઈ શકે છે. જે બન્યું તે ખૂબ જ દુઃખદ હતું, પરંતુ તેનાથી પણ વધુ દુઃખ એ વાતનું છે કે, આ દુર્ઘટના માટે જવાબદારોને બચાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. કેજરીવાલે કહ્યું કે, જો ગુજરાતમાં AAPની સરકાર બનશે તો મોરબીમાં પુલ બનાવશે.
કેજરીવાલે આ સવાલ કર્યાઃ
સીએમ અરવિંદ કેજરીવાલે પૂછ્યું, "તમે તેને કેમ બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છો? શું તમારો તેમની સાથે (અકસ્માત માટે જવાબદાર લોકો) કોઈ સંબંધ છે? તેઓ એકબીજા સાથે અમુક ચોક્કસ સંબંધ ધરાવે છે? અકસ્માતગ્રસ્ત પુલનું સમારકામ કરનાર ઓરેવા જૂથ અને તેના માલિકનું નામ એફઆઈઆરમાં નથી.'' તમને જણાવી દઈએ કે ગુજરાતમાં 182 વિધાનસભા સીટો માટે બે તબક્કામાં 1 અને 5 ડિસેમ્બરે મતદાન થવાનું છે. 8મી ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે.
'ગુજરાત પરિવર્તનનું તોફાન જોવાનું છે'
અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ગુજરાતમાં પરિવર્તનનું તોફાન આવવાનું છે. ભાજપ પર કટાક્ષ કરતા તેમણે કહ્યું હતું કે, અમને ડબલ એન્જિન નહીં પરંતુ નવી એન્જિન સરકાર જોઈએ છે. ડબલ એન્જિનને કાટ લાગી ગયો છે, તે જૂનું અને બરબાદ થઈ ગયું છે. ડબલ એન્જિન લાવશો તો મોરબીનો પુલ તૂટી જશે. જો તમે નવું એન્જિન લાવશો તો અમે મોરબીમાં એક વિશાળ પુલ બનાવીશું.
આજરોજ દિલ્લીના યશસ્વી મુખ્યમંત્રીશ્રી તથા 'આપ'ના રાષ્ટ્રીય સંયોજકશ્રી @ArvindKejriwal ની ઉપસ્થિતિમાં વાંકાનેર ખાતે ભવ્ય રોડ-શો યોજાયો.#એક_મોકો_કેજરીવાલને pic.twitter.com/sXAzrgN0eg
— AAP Gujarat | Mission2022 (@AAPGujarat) November 6, 2022