રાજ્યમાં ગઈકાલે 4.53 લાખ લોકોએ કોરોના રસી લીધી, 20 ટકા રસી આ બે જિલ્લામાંથી જ લીધી
બીજી તરફ ડાંગમાંથી સૌથી ઓછા ૪૬૫, જુનાગઢ શહેરમાંથી ૨ હજાર ૮૯, જામનગર શહેરમાંથી ૨ હજાર ૪૯૯નું કોરોના રસીકરણ થયું હતું.
રાજ્યમાં રસીકરણ મહાઅભિયાન અંતર્ગત મંગળવારે ચાર લાખ 53 હજાર 300 લોકોએ કોરોના રસી લીધી. આ પૈકી ૧ લાખ ૯૧૫ એટલે કે ૨૦ ટકાથી વધુ રસી અમદાવાદ, સુરત એમ બે જિલ્લામાંથી અપાઈ છે. રાજ્યમાં ૧૮-૪૫ સુધીના પ્રથમ ડોઝ લેનારા સૌથી વધુ ૩ લાખ ૧૦ હજાર હતા. આ સિવાય ૪૫થી વધુ ઉંમરના પ્રથમ ડોઝમાં ૬૭ હજાર ૭૫૯, ૪૫થી વધુ ઉંમરના બીજા ડોઝમાં ૫૦ હજાર ૧૧૯ હતા. અમદાવાદ શહેરમાંથી સૌથી વધુ ૪૦ હજાર ૩ અને સુરત શહેરમાંથી ૩૯ હજાર ૫૫૦, ભરૂચમાંથી ૧૯ હજાર ૭૪૬ લોકોએ રસી લીધી હતી.
બીજી તરફ ડાંગમાંથી સૌથી ઓછા ૪૬૫, જુનાગઢ શહેરમાંથી ૨ હજાર ૮૯, જામનગર શહેરમાંથી ૨ હજાર ૪૯૯નું કોરોના રસીકરણ થયું હતું. આ સાથે જ રાજ્યમાં કુલ રસીકરણનો આંક હવે ૨.૩૦ કરોડ છે. જેમાંથી અમદાવાદ શહેરમાંથી સૌથી વધુ ૨૬ લાખ ૮૦ હજાર, સુરત શહેરમાંથી ૧૮ લાખ ૯૦ હજાર, વડોદરા શહેરમાંથી ૧૧ લાખ ૧૯ હજાર રસીના ડોઝ અપાઇ ચૂકી છે. રાજ્યમાં ૯૯.૨૧ લાખ પુરુષ, ૮૧.૭૬ લાખ મહિલાઓએ કોરોના રસી લીધી છે.
ગુજરાતમાં કોરોના કેસ
ગુજરાતમાં કોરોનાની બીજી લહેરની ગતિ ધીમી પડી છે. રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ની રફતાર ધીમે પડી રહી છે. નવા કેસોની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. રાજ્યમાં ગઈકાલે 200થી પણ ઓછા નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં ગઈકાલે કોરોના સંક્રમણના 135 કેસ નોંધાયા છે. કોરોના વાયરસના સંક્રમણના કારણે 3 દર્દીના મૃત્યુ થયા છે. રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 10037 પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં ગઈકાલે 612 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં હાલ સાજા થવાનો દર 98.15 ટકા છે.
ગુજરાત આરોગ્ય વિભાગે આપેલા આંકડા પ્રમાણે ગઈકાલે સાંજના પાંચ વાગ્યા સુધી કુલ 4,53,300 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. જ્યારે રાજ્યમાં ગઈકાલે કુલ 612 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોનામાંથી સાજા થવાનો દર 98.15 ટકા છે.
જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં કુલ 5159 દર્દી એક્ટિવ છે. જે પૈકી 86 દર્દી વેન્ટિલેટર પર છે. 5073 લોકો સ્ટેબલ છે. 807424 દર્દી સાજા થઇ ચુક્યા છે. ગઈકાલે કોરોનાને કારણે અમદાવાદ કોર્પોરેશનમાં 1, આણંદ 1 અને જૂનાગઢ કોર્પોરેશનમાં 1 વ્યક્તિનાં મોત સાથે કુલ 3 લોકોના મોત થયા છે. કુલ 10037 લોકોનાં મોત નિપજ્યાં છે.
આજના નવા કેસની ચર્ચા કરીએ તો સૌથી વધુ અમદાવાદ શહેરમાં 30 કેસ નોંધાયા છે જ્યારે સુરત શહેરમાં 14 કેસ નોંધાયા છે જ્યારે રાજકોટ શહેરમાં 10, સુરત જિલ્લામાં 8, વડોદરા શહેરમાં 8, વડોદરા જિલ્લામાં 7, રાજકોટ શહેરમાં 6, જૂનાગઢમાં 5, કચ્છમાં 5, વલસાડમાં 5, દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથમાં 4-4 કેસ નોંધાયા છે.