શોધખોળ કરો

Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી

Bhavnagar News: ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ખરકડી ગામે બે દિવસ પહેલા યોજાયેલી એક દારૂની પાર્ટી બાદ કરૂણાંતિકા સર્જાઈ હતી

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ભાવનગરમાં નકલી દારૂ પીતા એકનું મોત, છની હાલત ગંભીર.
  • ખરકડી ગામે દારૂ પાર્ટીમાં ૧૪ લોકો સામેલ હતા.
  • ઠાસરામાં ગ્રામજનોએ દારૂના અડ્ડા પર દરોડો પાડ્યો.
  • પોલીસે 188 વિદેશી દારૂની બોટલો જપ્ત કરી.

Bhavnagar News: ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ખરકડી ગામે બે દિવસ પહેલા યોજાયેલી એક દારૂની પાર્ટી બાદ કરૂણાંતિકા સર્જાઈ હતી. મિજબાનીમાં કથિત રીતે દારૂનું સેવન કર્યા બાદ સાતેક યુવકની તબિયત લથડી હતી. જે પૈકી ઉપેન્દ્રસિંહ ગોહિલ નામના એક યુવકનું મોત થયું હતું જ્યારે અન્ય છને અલગ- અલગ હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયા છે. પોલીસે મોડી સાંજે આ દારૂકાંડમાં લઠ્ઠાકાંડની આશંકા વ્યકત કરી હતી. 

ભાવનગરના જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેયએ સ્પષ્ટ કર્યું કે નકલી રોયલ સ્ટેગ નામના દારૂનું સેવન કરતા એકનું મોત થયું છે જ્યારે અન્યોની તબિયત લથડી છે. ઘોઘાના ખરકડી ગામની વાડીમાં બે દિવસ પૂર્વે આ પાર્ટીનું આયોજન કરાયું હતું. આ પાર્ટીમાં ઉપેન્દ્રસિંહ ગોહિલ, વિશ્વરાજસિંહ ગોહિલ, ઘનશ્યામસિંહ જાડેજાએ દારૂની પાર્ટીની મોજ માણી હતી. પાર્ટી બાદ 35 વર્ષીય ઉપેન્દ્રસિંહને ઓચિંતા શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી અને બાદમાં ઉલ્ટી- ઉબકા શરૂ થયા હતા. સ્થિતિ વણસતા તેમને તાત્કાલિક ભાવનગરની સર ટી હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. આ દરમિયાન અન્ય સાથીદારો વિશ્વરાજસિંહ ગોહિલ, ઘનશ્યામસિંહ જાડેજા અને અજાણ્યા એક યુવકની તબિયત લથડતા અલગ -અલગ હોસ્પિટલ સારવારમાં ખસેડાયા હતા.

SDM તરફથી તૈયાર કરાયેલા રિપોર્ટમાં કુલ 14 વ્યકિતએ નશાનું સેવન કર્યાનો ખુલાસો થયો છે. SDMના રિપોર્ટ મુજબ મૃતક ઉપેન્દ્રસિંહ અને તેના ત્રણ મિત્રો વિશ્વરાજસિંહ, ઘનશ્યામસિંહ અને અજાણ્યા વ્યકિત ઉપરાંત બળદેવસિંહ ગોહિલ, કનકસિંહ ગોહિલ, હરપાલસિંહ ગોહિલ, હિતેશ જોશી, સંજયસિંહ ડોડિયા, સચિનભાઈ, કપિલ દેવમુરારી, અબ્દુલ હમીન ખાન, અભય દિહોરા અને ખિલાજી હાર્દિકનો સમાવેશ થાય છે. આ ઉપરાંત નરેન્દ્રસિંહ યાદવ નામના વ્યકિતનું શંકાસ્પદ મૃત્યું થયું છે.

ઠાસરા તાલુકામાં દારૂના દૂષણ સામે જનતાએ માંડ્યો મોરચો

ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના આજરોલી ગામે પોલીસની ઢીલી કામગીરી સામે ગ્રામજનોએ જાતે જ મોરચો માંડીને વિદેશી દારૂના અડ્ડા પર જનતા રેડ કરી છે. ગામમાં ખુલ્લેઆમ ચાલી રહેલા દારૂના વેચાણ અંગે ગ્રામજનોએ અગાઉ પોલીસને જાણ કરી હતી, પરંતુ પોલીસની તપાસમાં કંઈ જ હાથ લાગ્યું ન હતું. આખરે કંટાળેલા ગામના આશરે 30 જેટલા લોકોએ એકજૂથ થઈને મોડી રાત્રે બુટલેગરના અડ્ડા પર દરોડો પાડ્યો હતો અને વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી લીધો હતો. જનતા રેડ સફળ થતાં જ ગ્રામજનોએ પોલીસને સ્થળ પર બોલાવીને વિદેશી દારૂની 188 બોટલો જપ્ત કરાવી હતી, જોકે દારૂનો વેપલો કરતો મુખ્ય બુટલેગર અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયો હતો. ગામમાંથી દારૂના દૂષણને જડમૂળથી ખતમ કરવા માટે હવે ગ્રામ પંચાયતમાં કડક ઠરાવ કરવામાં આવશે અને ફરાર બુટલેગર સામે કડકમાં કડક કાનૂની કાર્યવાહી થાય તેવી ઉગ્ર માંગ ગ્રામજનો કરી રહ્યા છે.

Frequently Asked Questions

ભાવનગરમાં નકલી દારૂ પીવાથી શું ઘટના બની?

ભાવનગરના ઘોઘા તાલુકાના ખરકડી ગામે નકલી રોયલ સ્ટેગ દારૂ પીવાથી એક યુવકનું મોત થયું છે. અન્ય છ યુવકોની તબિયત લથડતાં તેમને સારવાર માટે ખસેડાયા છે.

ભાવનગરની ઘટનામાં મૃતક યુવકનું નામ શું છે?

ભાવનગરના ખરકડી ગામે બનેલી ઘટનામાં ૩૫ વર્ષીય ઉપેન્દ્રસિંહ ગોહિલનું મોત થયું છે. SDMના રિપોર્ટ મુજબ કુલ ૧૪ વ્યક્તિઓએ નશાનું સેવન કર્યું હતું.

ઠાસરા તાલુકાના ગ્રામજનોએ શા માટે જનતા રેડ કરી?

પોલીસની ઢીલી કામગીરી સામે કંટાળીને ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના આજરોલી ગામે ગ્રામજનોએ જનતા રેડ કરી હતી. તેમણે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો.

ઠાસરાની જનતા રેડમાં કેટલો દારૂ પકડાયો?

ગ્રામજનોએ બુટલેગરના અડ્ડા પર દરોડો પાડી વિદેશી દારૂની ૧૮૮ બોટલો જપ્ત કરાવી હતી. જોકે, મુખ્ય બુટલેગર ફરાર થઈ ગયો હતો અને ગ્રામજનો કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ
યુપી, બિહાર, ઝારખંડ સહિત 16 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન
યુપી, બિહાર, ઝારખંડ સહિત 16 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન
Embed widget