શોધખોળ કરો
ભુજ: સ્વામિનારાયણના સ્વામીએ મહિલાના માસિક ધર્મને લઈને વિવાદિત ટિપ્પણી કરી
સ્વામીજીનું પોતાના ભાષણમાં માસિક ધર્મને લઈ કથામાં કરેલું સંબોધન વાયરલ થયું હતું. તેમણે જણાવ્યું હતું કે, માસિક ધર્મમાં હોય તે મહિલાના હાથે ભોજન ન કરવું જોઈએ.

ભુજ: થોડા દિવસ પહેલાં સ્વામિનારાયણ સંપ્રદાય સંચાલિત ભુજની સહજાનંદ ગર્લ્સ કોલેજમાં 68 વિદ્યાર્થિનીઓ સાથે થયેલાં ગેરવર્તણૂંકથી સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચી ગયો છે. માસિક ધર્મમાં હોવા અંગે તપાસ કરવા સંચાલકોએ બાથરૂમમાં લઈ જઈ વિદ્યાર્થિઓનાં કપડાં ઉતરાવી ચેક કરાવ્યા હતા. હવે આ મુદ્દે વધુ વિવાદ વર્ક્યો છે. ભુજમાં સ્વામીનો વિવાદાસ્પદ વીડિયો વાયરલ થયો છે. એક વર્ષ જૂનો વીડિયો સોશીયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ અંગે અમે કોઈ પૃષ્ટિ કરતાં નથી. આ સ્વામીજીનું નિવેદન સાંભળીને સૌ કોઈ ચોંકી ગયા હતાં. સ્વામીજીનું પોતાના ભાષણમાં માસિક ધર્મને લઈ કથામાં કરેલું સંબોધન વાયરલ થયું હતું. તેમણે જણાવ્યું હતું કે, માસિક ધર્મમાં હોય તે મહિલાના હાથે ભોજન ન કરવું જોઈએ. આવી મહિલાના હાથે ભોજન કરવાથી કુતરા, બળદનો અવતાર મળે છે. ભુજમાં સ્વામી સ્ત્રીઓના માસિક ધર્મને લઈને કરેલી વાતનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં સ્વામી કહે છે કે, સ્ત્રી માસિક ધર્મ સમયે તેના હાથનો બનાવેલ રોટલો જો કોઈ પુરૂષ કે તેનો પતિ ખાય તો તેનો બળદમાં અવતાર આવે છે. તેઓએ કહ્યું કે, માસિક ધર્મ દરમિયાન મહિલાઓએ કામ ન કરવા જોઈએ. આ સમયે ઘરનું કામ કરવાથી અનિષ્ટ થાય છે. એકવાર તમે માસિક ધર્મમાં રહેલી સ્ત્રીના હાથના તમે રોટલા ખાઈ જાઓ એટલે બીજો અવતાર બળદનો જ છે. હવે તમને જે લાગવું હોય તે લાગે આ શાસ્ત્રની વાત છે. સ્વામીના આ વિવાદિત વીડિયોને લઈને પણ વિવાદ શરૂ થઈ ગયો છે.
વધુ વાંચો





















