શોધખોળ કરો

Accident: બાઈક સામે અચાનક આવી ગયો આખલો, ગંભીર અકસ્માતમાં પિતાનું મોત, પુત્ર ઘાયલ

કચ્છ: અંજારમાં સતાપર રોડ પર બાઈક પર જઈ રહેલા પિતા-પુત્ર આખલા સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. સતાપર રોડ પર પેટ્રોલપંપ પાસે અચાનક આખલો આવી જતા આ અકસ્માત સર્જાયો હતો.

કચ્છ: અંજારમાં સતાપર રોડ પર બાઈક પર જઈ રહેલા પિતા-પુત્ર આખલા સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. સતાપર રોડ પર પેટ્રોલપંપ પાસે અચાનક આખલો આવી જતા આ અકસ્માત સર્જાયો હતો. બનાવમાં પુત્રને સામાન્ય ઈજાઓ થઇ હતી જયારે પિતાનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું છે. રખડતા ઢોરોને પકડવા માટે સ્થાનિકો દ્વારા અનેક રજુઆતો કરવામાં આવી છે પંરતુ તંત્ર ઘોર નિંદ્રામાં સુતું હોય તેમ લાગી રહ્યું છે. તંત્રની બેદરકારીને કારણે રાજ્યમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. રખડતા ઢોર દ્વારા અવારનવાર સામાન્ય લોકો પર હુમલો કરવામાં આવે છે. જે અંગે અનેક રજુઆતો કરવામાં આવી હોવા છતા તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવતા નથી.

રાજ્યમાં 5 દિવસ ભારે વરસાદની આગાહી
સૌરાષ્ટ્રમાં આજે ફરી મેઘમહેર થઈ છે. મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં મન મૂકીને મેઘરાજા વરસ્યા છે. હવામાન વિભાગે  આગાહી કરી છે કે આગામી પાંચ દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદ વરસશે. ગુજરાતમાં  15 અને 16 ઓગસ્ટના ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે.   નજર કરીએ ક્યાં દિવસે કયા જિલ્લામાં વરસશે ધોધમાર વરસાદ તો 15 ઓગસ્ટના બનાસકાંઠા, સાબરકાંઠા અને વલસાડમાં વરસાદની શક્યતા છે.  16 ઓગસ્ટે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, નવસારી અને વલસાડમાં ધોધમાર વરસાદ વરસી શકે છે.  હવામાન વિભાગે એ પણ આગાહી કરી છે કે અરબી સમુદ્રમાં ડિપ્રેશન હોવાથી દરિયો તોફાની રહેશે.  આથી માછીમારો દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.   ગુજરાતના બંદરો પર 1 નંબરનું સિગ્નલ લગાવાયું છે.

મહેસાણા જિલ્લામાં ફરી મેઘમહેર થઈ છે. શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો છે.  સાર્વત્રિક ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે. શહેરમાં થોડા જ વરસાદે પ્રશાસનની પ્રિમોન્સૂનની પોલ ખોલી છે.  મહેસાણાનો મુખ્ય પ્રવેશ દ્વાર ગોપીનાળુ વરસાદી પાણીથી ભરાઈ જતા બંધ કરાયું છે. 

બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ

હવામાન વિભાગની આગાહી વચ્ચે બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.  બનાસકાંઠાના વાવ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વાવના કુડાલિયા,ચોથનેસડા, કારેલી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે.  પાલનપુર,કાંકરેજ ,થરાદ બાદ સરહદી વાવ પંથકમાં વરસાદની શરૂઆત થઈ છે. બનાસકાંઠા જિલ્લામાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે.  હવામાન વિભાગની આગાહીના પગલે જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે. જિલ્લામાં વરસાદને લઈને ધરતીપુત્રો અને લોકોમાં ખુશી છે. 

ગુજરાતમાં  અત્યાર સુધી સીઝનનો 82 ટકા વરસાદ

ગુજરાતમાં  અત્યાર સુધી સીઝનનો 82 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. કચ્છમાં સૌથી વધુ 133 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.  સૌરાષ્ટ્રમાં 78 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.  દક્ષિણ ગુજરાતમાં 92 ટકા અને મધ્ય ગુજરાતમાં 70 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં 69 ટકા વરસાદ વરસ્યો છે.   મેઘરાજા મન મૂકીને વરસતા જળાશયોમાં પાણીની સતત આવક થઈ રહી છે.  રાજ્યમાં 43 ડેમ નવા નીરથી છલકાઈ ચૂક્યા છે. હાલ રાજ્યમાં 68 ડેમ  હાઈએલર્ટ પર છે.  જ્યારે 16 ડેમ એલર્ટ પર છે. ઝોન વાઈઝ ડેમમાં પાણીના જથ્થાની સ્થિતિ પર નજર કરીએ તો  સૌરાષ્ટ્રના 141 ડેમમાં 64 ટકા પાણીનો જથ્થો છે.  કચ્છના 20 ડેમમાં 71 ટકા પાણીનો જથ્થો છે.  ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 34 ટકા પાણીનો જથ્થો છે. તો મધ્ય ગુજરાતના 17 ડેમમાં 54 ટકા પાણીનો જથ્થો છે. જ્યારે દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 75 ટકા પાણીનો જથ્થો છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 83 ટકા પાણીનો જથ્થો સંગ્રહિત છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India Victory Parade LIVE: ચેમ્પિયન્સનું  મુંબઇમાં ગ્રાન્ડ  વેલકમ, મરીન ડ્રાઇવ પર લાખો ફેન્સ થયા એકઠા
Team India Victory Parade LIVE: ચેમ્પિયન્સનું મુંબઇમાં ગ્રાન્ડ વેલકમ, મરીન ડ્રાઇવ પર લાખો ફેન્સ થયા એકઠા
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Champion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગતMehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટીAhmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદToday Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Victory Parade LIVE: ચેમ્પિયન્સનું  મુંબઇમાં ગ્રાન્ડ  વેલકમ, મરીન ડ્રાઇવ પર લાખો ફેન્સ થયા એકઠા
Team India Victory Parade LIVE: ચેમ્પિયન્સનું મુંબઇમાં ગ્રાન્ડ વેલકમ, મરીન ડ્રાઇવ પર લાખો ફેન્સ થયા એકઠા
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
આ લોકોને નવું આધાર કાર્ડ મેળવવામાં લાગે છે છ મહિના, જાણો UIDAIએ શું કર્યો છે મોટો ફેરફાર
આ લોકોને નવું આધાર કાર્ડ મેળવવામાં લાગે છે છ મહિના, જાણો UIDAIએ શું કર્યો છે મોટો ફેરફાર
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
Team India Victory Parade: વિક્ટરી પરેડની ક્યારે ને કઇ રીતે થઇ હતી શરૂઆત ? ટીમ ઇન્ડિયા બીજીવાર ઇતિહાસનું પુનરાવર્તન કરવા તૈયાર
Team India Victory Parade: વિક્ટરી પરેડની ક્યારે ને કઇ રીતે થઇ હતી શરૂઆત ? ટીમ ઇન્ડિયા બીજીવાર ઇતિહાસનું પુનરાવર્તન કરવા તૈયાર
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Embed widget