શોધખોળ કરો

ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રી સહિત ભાજપના બે નેતાને લાગ્યો કોરોનાનો ચેપ? જાણો કોણ છે આ બે નેતા?

હવે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ પણ કોરોના સંક્રમિત બની રહ્યા છે. હવે રાજ્ય સરકારના વધુ એક મંત્રી અને ભાજપના નેતા કોરોના સંક્રમિત થયા છે. બ્રિજેશ મેરજા અને વજુભાઈ વાળા કોરોના સંક્રમિત થયા છે.

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસોએ રફતાર પકડી છે, ત્યારે હવે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ પણ કોરોના સંક્રમિત બની રહ્યા છે. હવે રાજ્ય સરકારના વધુ એક મંત્રી કોરોના પોઝિટિવ આવ્યા છે. પંચાયત રાજ્ય મંત્રી બ્રિજેશ મેરજા કોરોના પોઝિટિવ આવ્યા છે. સામાન્ય લક્ષણો જણાતા કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. આ સિવાય ભાજપના વધુ એક દિગ્ગજ નેતા પણ કોરોના સંક્રમિત થયા છે. 

કર્ણાટકના પુર્વ રાજ્યપાલ અને ભાજપના દિગ્ગજ નેતા વજુભાઇ વાળા પોજીટીવ આવ્યા છે. વજુભાઇના ઘરે આરોગ્યની ટિમ પહોંચી છે. રાજકોટમાં રેલી બાદ વજુભાઇ વાળા મુખ્યમંત્રીને મળ્યા હતા. રાજકોટમાં અત્યાર સુધીમાં પાંચ જેટલા મોટા નેતાઓ જેઓ રેલીમાં સામેલ હતા તેઓ પોઝિટિવ આવ્યા છે. 

ગુજરાતમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે અને દૈનિક કેસો 10 હજારને પાર થઈ ગયા છે, ત્યારે હવે ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો પણ કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. અત્યાર સુધીમાં ભાજપ અને કોંગ્રેસના મળીને કુલ 14 ધારાસભ્યો કોરોના સંક્રમિત થયા છે. હવે ખંભાળિયાના કોગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ હોમ આઇસોલેટ થયા છે. તેમની તબિયત સારી છે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. હર્ષ સંઘવી તકેદારીના ભાગરૂપે હોમ આઇસોલેટ થયા હતા. નોંધનીય છે કે હર્ષ સંઘવી અગાઉ પણ કોરોના પોઝિટીવ આવ્યા હતા.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત રાજ્યના વધુ ત્રણ ધારાસભ્યો કોરોના સંક્રમિત થયા હતા. આરટી-પીસીઆર રિપોર્ટ પોઝિટીવ આવતા હર્ષ સંઘવી હોમ ક્વોરેન્ટાઇન થયા હતા. કોરોનાગ્રસ્ત અધિકારીઓના સંપર્કમાં આવ્યા હોવાના કારણે તેઓએ કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો. શરીરમાં કળતર જેવા સામાન્ય લક્ષણો જણાતા કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો. નોંધનીય છે કે કોરોનાની બીજી લહેરમાં પણ હર્ષ સંઘવી કોરોના પોઝિટીવ આવ્યા હતા.

આ પહેલા એક જ દિવસમાં ભાજપના બે ધારાસભ્યો કોરોના સંક્રમિત થયા હતા. અમદાવાદમાં સાબરમતીના ભાજપના ધારાસભ્ય અરવિંદ પટેલ કોરોના સંક્રમિત થતાં હોમ આઇસોલેટ થઈ ગયા છે. આ સિવાય આજે કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ કોરોના સંક્રમિત થયા છે. તેમણે ટ્વીટ કરીને જાણકારી આપી છે. આજરોજ મને કોરોનાના સામાન્ય લક્ષણો જણાયા બાદ મેં કોરોના ટેસ્ટ કરાવ્યો અને મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, છેલ્લા થોડાક દિવસોમાં મારા સંપર્કમાં આવેલ તમામ મિત્રો, શુભેચ્છકોને સ્વેચ્છાએ સાવચેતીના ભાગરૂપે તાત્કાલિક ટેસ્ટ કરાવી લેવા વિનંતી કરું છું.

આ પહેલા ભિલોડાના કોંગ્રેસના ધારાસભ્ય અનિલ જોશીયારા કોરોના સંક્રમિત થયા હતા. અનિલ ઝોશીયારા અને તેમના પત્ની કોરોના સંક્રમિત થતાં બંને ક્વોરેન્ટાઇન થયા છે. વડોદરાના માંજલપુરના ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી યોગેશ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કોરોનાના સામાન્ય લક્ષણો હોવાથી ઘરે જ સારવાર લઇ રહ્યા છે. ગઈ કાલે ભાજપના ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયા કોરોના સંક્રમિત થયા હતા. તેમણે જાણકારી આપતાં લખ્યું છે કે, અસ્વસ્થતાના લક્ષણો જાણવા મળતા મેં કોરોના ટેસ્ટ કરાવ્યો અને આજે મારો રિપોર્ટ પોઝિટિવ આવેલ છે. પાછલા થોડા દિવસોમાં જે કોઈ સાથી મિત્ર મારા સંપર્કમાં આવ્યા હોઈ, તેમને વિનમ્ર અનુરોધ કરું છે કે સ્વાસ્થ્ય કાળજી દાખવી સ્વયંને કોરેન્ટાઈન કરી કોવિડ-19ની યોગ્ય તપાસ કરાવો.

રાજકોટમાં જસદણના ધારાસભ્ય અને રાજ્ય સરકારના પૂર્વ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને કોરોના પોઝિટિવ આવ્યો છે. ટ્વિટ કરીને કુંવરજીભાઇ બાવળિયાએ જાણકારી આપી. ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોઘરા, મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખ ભંડેરી, જિલ્લા ભાજપના નેતા મનીષ ચાંગેલા અને હવે રાજકોટ જીલ્લાના ધારાસભ્ય પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા. મુખ્યમંત્રીની રેલી બાદ એક બાદ એક નેતાઓ કોરોના પોઝિટિવ આવી રહ્યા છેય

આ પહેલા અમરેલીમાં સાવરકુંડલા લીલીયાના ધારાસભ્ય પ્રતાપ દુધાત કોરોના ગ્રસ્ત થયા હતા. ગોવા ખાતે ફંક્શનમાં ગયા હતા દુધાત. સુરત પરત ફરતા કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. વેકસીનના બંને ડોઝ લીધા હોવા છતાં ધારસભ્ય પ્રતાપ દુધાત કોરોના ગ્રસ્ત થયા. હાલ સુરત ખાતે પોતાના ઘરમાં ધારસભ્ય પ્રતાપ દુધાત થયા હોમ આઇશોલેટ છે. 

આ સિવાય વડોદરામાં ડભોઇના ધારાસભ્ય શૈલેષ સોટ્ટા કોરોના પોઝિટિવ થયા હતા. ધારાસભ્ય શૈલેષ સોટ્ટાના પુત્ર ધ્રુમિલ મહેતા પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા. બંને પિતા પુત્ર હોમ આઇસોલેશનમાં હતા. આ પહેલા નવસારીના ધારાસભ્ય પિયુષ દેસાઈ અને પ્રદેશ મંત્રી શીતલ સોની પણ કોરોના પોઝિટિવ આવી ચૂક્યા છે. આ પહેલા ચોર્યાસીના ધારાસભ્ય ઝંખના પટેલ કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે. 

ધારાસભ્યોને કોરોના

બ્રિજેશ મેરજા, મંત્રી

વિક્રમ માડમ, ધારાસભ્ય, ખંભાળિયા

હર્ષ સંઘવી, રાજ્યકક્ષાના ગૃહ મંત્રી

અરવિંદ પટેલ, ધારાસભ્ય, સાબરમતી, અમદાવાદ

અક્ષય પટેલ, ધારાસભ્ય, કરજણ

અનિલ જોશીયારા, ધારાસભ્ય, ભીલોડા

કુંવરજી બાવળીયા, ધારાસભ્ય, જસદણ

પરસોત્તમ સાબરિયા, ધારાસભ્ય, ધ્રાંગધ્રા

યોગેશ પટેલ, ધારાસભ્ય, માંજલપુર

પ્રતાપ દૂધાત, ધારાસભ્ય, સાવરકુંડલા

શૈલેષ સોટ્ટા, ધારાસભ્ય, ડભોઈ

પિયુષ પટેલ, ધારાસભ્ય, નવસારી

ઝંખના પટેલ, ધારાસભ્ય, ચોર્યાસી

જીતુ ચૌધરી, મંત્રી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બનાસકાંઠા બાદ અન્ય  જિલ્લાઓનું પણ  થશે વિભાજન, જાણો  કયાં  નવા જિલ્લા આવશે અસ્તિત્વમાં
બનાસકાંઠા બાદ અન્ય જિલ્લાઓનું પણ થશે વિભાજન, જાણો કયાં નવા જિલ્લા આવશે અસ્તિત્વમાં
IND vs AUS: ઓસ્ટ્રેલિયા 181 રનમાં ઓલઆઉટ,ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલરોએ મચાવ્યો તરખાટ
IND vs AUS: ઓસ્ટ્રેલિયા 181 રનમાં ઓલઆઉટ,ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલરોએ મચાવ્યો તરખાટ
Rohit Sharma: સિડની ટેસ્ટમાંથી બહાર થયા બાદ રોહિત શર્માએ નિવૃત્તિને લઈને કર્યો મોટો ધડાકો
Rohit Sharma: સિડની ટેસ્ટમાંથી બહાર થયા બાદ રોહિત શર્માએ નિવૃત્તિને લઈને કર્યો મોટો ધડાકો
Nostradamus Predictions 2025: નાસ્ત્રેદમસની 5 ખતરનાક ભવિષ્યવાણી, જે વર્ષ 2025માં થઈ શકે છે સાચી સાબિત!
Nostradamus Predictions 2025: નાસ્ત્રેદમસની 5 ખતરનાક ભવિષ્યવાણી, જે વર્ષ 2025માં થઈ શકે છે સાચી સાબિત!
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બનાસકાંઠા બાદ અન્ય  જિલ્લાઓનું પણ  થશે વિભાજન, જાણો  કયાં  નવા જિલ્લા આવશે અસ્તિત્વમાં
બનાસકાંઠા બાદ અન્ય જિલ્લાઓનું પણ થશે વિભાજન, જાણો કયાં નવા જિલ્લા આવશે અસ્તિત્વમાં
IND vs AUS: ઓસ્ટ્રેલિયા 181 રનમાં ઓલઆઉટ,ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલરોએ મચાવ્યો તરખાટ
IND vs AUS: ઓસ્ટ્રેલિયા 181 રનમાં ઓલઆઉટ,ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલરોએ મચાવ્યો તરખાટ
Rohit Sharma: સિડની ટેસ્ટમાંથી બહાર થયા બાદ રોહિત શર્માએ નિવૃત્તિને લઈને કર્યો મોટો ધડાકો
Rohit Sharma: સિડની ટેસ્ટમાંથી બહાર થયા બાદ રોહિત શર્માએ નિવૃત્તિને લઈને કર્યો મોટો ધડાકો
Nostradamus Predictions 2025: નાસ્ત્રેદમસની 5 ખતરનાક ભવિષ્યવાણી, જે વર્ષ 2025માં થઈ શકે છે સાચી સાબિત!
Nostradamus Predictions 2025: નાસ્ત્રેદમસની 5 ખતરનાક ભવિષ્યવાણી, જે વર્ષ 2025માં થઈ શકે છે સાચી સાબિત!
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
Ekadashi 2025 List: 2025મા આવશે 24 એકાદશી, યજ્ઞ કરતાં પણ સારુ ફળ આપે છે એકાદશી વ્રત,નોંધી લો તારીખ
Ekadashi 2025 List: 2025મા આવશે 24 એકાદશી, યજ્ઞ કરતાં પણ સારુ ફળ આપે છે એકાદશી વ્રત,નોંધી લો તારીખ
General Knowledge: શા માટે કંપનીઓ 99.9% કીટાણું મારવાનો દાવો કરે છે? હંમેશા કેવી રીતે બચી જાય છે 1 બેક્ટેરિયા?
General Knowledge: શા માટે કંપનીઓ 99.9% કીટાણું મારવાનો દાવો કરે છે? હંમેશા કેવી રીતે બચી જાય છે 1 બેક્ટેરિયા?
Embed widget