શોધખોળ કરો

મતદાન પહેલા જ નવસારીમાં ભાજપનો સપાટો: 60 બેઠકો પર ઉમેદવારો બિનહરીફ વિજેતા

ગણદેવી નગરપાલિકામાં 24 માંથી 22 બેઠકો ભાજપે કબજે કરી લીધી; જિલ્લા, તાલુકા અને મહાનગરપાલિકામાં પણ ક્લીન સ્વીપ કરતા કાર્યકરોમાં જશ્નનો માહોલ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • નવસારી જિલ્લામાં 60 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા.
  • ગણદેવી નગરપાલિકાની 24 માંથી 22 બેઠકો પર વિરોધ પક્ષો મેદાન છોડી ગયા.
  • જિલ્લા અને તાલુકા પંચાયત સહિત કુલ 60 બેઠકો પર ભાજપનો દબદબો.
  • ચૂંટણી પહેલા જ વિરોધ પક્ષોએ હથિયાર હેઠા મૂક્યા, ભાજપનો ઐતિહાસિક વિજય.
  • નવસારી જિલ્લામાં મતદાન પહેલા જ ભારતીય જનતા પાર્ટીએ કુલ 60 બેઠકો પર બિનહરીફ વિજય મેળવીને દબદબો સાબિત કર્યો છે.
  • ગણદેવી નગરપાલિકાની 24 માંથી 22 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ થતા અહીં ચૂંટણી પહેલા જ ભાજપનું શાસન નિશ્ચિત થઈ ગયું છે.
  • ભાજપને જિલ્લા પંચાયતમાં 9, તાલુકા પંચાયતમાં 25, ગણદેવી પાલિકામાં 22 અને નવસારી મહાનગરપાલિકામાં 2 બેઠકો બિનહરીફ મળી છે.
  • ચીખલી જિલ્લા પંચાયતની ઘેજ, સમરોલી અને રૂમલા તેમજ જલાલપોર તાલુકાની પનાર, બોદાલી અને મટવાડ જેવી બેઠકો પર વિપક્ષ મેદાનમાં રહ્યો નથી.
  • ઉમેદવારી ફોર્મ પાછા ખેંચવાની પ્રક્રિયા બાદ સ્પષ્ટ થયું છે કે અનેક બેઠકો પર વિરોધ પક્ષોએ ચૂંટણી લડતા પહેલા જ હથિયાર હેઠા મૂકી દીધા છે.

Navsari local body elections: નવસારી જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મતદાન થાય તે પહેલા જ ભારતીય જનતા પાર્ટી (BJP) એ ઐતિહાસિક અને ભવ્ય વિજય મેળવી લીધો છે. ઉમેદવારી ફોર્મ પાછા ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થતા જ નવસારી જિલ્લામાં ભાજપના ઉમેદવારો એકસાથે 60 બેઠકો પર બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. આમાં સૌથી મોટી જીત ગણદેવી નગરપાલિકામાં થઈ છે, જ્યાં 24 માંથી 22 બેઠકો પર વિપક્ષ મેદાન છોડી ગયો છે. ચૂંટણી પહેલા જ આટલી મોટી સંખ્યામાં બેઠકો બિનહરીફ થતા નવસારી ભાજપ છાવણીમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

60 બિનહરીફ બેઠકોનું ગણિત: ક્યાં કેટલી બેઠકો મળી?

નવસારી જિલ્લા ભાજપે કઈ કઈ જગ્યાએ કેટલી બેઠકો બિનહરીફ જીતી છે તેના આંકડા પર નજર કરીએ તો, પાર્ટીએ ચોમેર પોતાનો દબદબો જાળવી રાખ્યો છે:

જિલ્લા પંચાયત: 9 બેઠકો

તાલુકા પંચાયત: 25 બેઠકો

ગણદેવી નગરપાલિકા: 22 બેઠકો (કુલ 24 બેઠકોમાંથી)

નવસારી મહાનગરપાલિકા: 2 બેઠકો (કુલ 52 બેઠકોમાંથી)

કુલ બિનહરીફ બેઠકો: 60 બેઠકો

ગણદેવી નગરપાલિકા પર તો અત્યારથી જ ભાજપનું શાસન નિશ્ચિત થઈ ગયું છે.

તાલુકા અને જિલ્લા પંચાયતમાં કઈ બેઠકો પર ભાજપનો વિજય?

આ બિનહરીફ વિજયમાં જિલ્લાના કેટલાક મહત્વના વિસ્તારોનો સમાવેશ થાય છે. ચીખલી જિલ્લા પંચાયતની વાત કરીએ તો ત્યાંની ઘેજ, સમરોલી અને રૂમલા જેવી મહત્વની બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે.

આ ઉપરાંત, તાલુકા પંચાયતમાં બિગરી, દેવસર, માસા, અજરાઈ અને વાઘરેચ બેઠક પર ભાજપે વિજય વાવટો ફરકાવ્યો છે. એ જ રીતે, જલાલપોર તાલુકામાં પનાર, બોદાલી, મટવાડ, ઓંજલ અને ભીનાર જેવી બેઠકો પર પણ કોઈ પણ હરીફ વિના ભાજપના ઉમેદવારોની વરણી થઈ ચૂકી છે. આ પરિણામો સ્પષ્ટ કરે છે કે નવસારી જિલ્લામાં વિરોધ પક્ષો ચૂંટણી લડ્યા પહેલા જ હથિયાર હેઠા મૂકી દીધા છે.

Frequently Asked Questions

નવસારી જિલ્લામાં કેટલી બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે?

નવસારી જિલ્લામાં કુલ 60 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે. આમાં જિલ્લા પંચાયતની 9, તાલુકા પંચાયતની 25 અને ગણદેવી નગરપાલિકાની 22 બેઠકોનો સમાવેશ થાય છે.

ગણદેવી નગરપાલિકામાં કેટલી બેઠકો પર ભાજપ બિનહરીફ જીત્યું છે?

ગણદેવી નગરપાલિકામાં કુલ 24 બેઠકોમાંથી 22 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે. આ જીત સાથે ગણદેવીમાં ભાજપનું શાસન નિશ્ચિત થઈ ગયું છે.

તાલુકા અને જિલ્લા પંચાયતમાં કઈ મહત્વની બેઠકો પર ભાજપનો બિનહરીફ વિજય થયો છે?

ચીખલી જિલ્લા પંચાયતની ઘેજ, સમરોલી અને રૂમલા જેવી બેઠકો પર ભાજપ બિનહરીફ થયું છે. તાલુકા પંચાયતમાં બિગરી, દેવસર, માસા, અજરાઈ અને વાઘરેચ જેવી બેઠકો પર પણ ભાજપે વિજય મેળવ્યો છે.

નવસારી મહાનગરપાલિકામાં ભાજપને કેટલી બેઠકો બિનહરીફ મળી છે?

નવસારી મહાનગરપાલિકામાં કુલ 52 બેઠકોમાંથી 2 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે.

ટોપ સ્ટોરી

ધર્મજમાં વડીલો માટે અનોખી સેવા, દરરોજ ઘરઆંગણે પહોંચાડાય છે ગરમાગરમ ભોજન
ધર્મજમાં વડીલો માટે અનોખી સેવા, દરરોજ ઘરઆંગણે પહોંચાડાય છે ગરમાગરમ ભોજન
Fraud News: હરિદ્વાર યાત્રાના નામે સિનિયર સિટીઝનો સાથે છેતરપિંડીના આક્ષેપ, ભાગવત કથાના નામે ઠગાઈનો ખેલ!
Fraud News: હરિદ્વાર યાત્રાના નામે સિનિયર સિટીઝનો સાથે છેતરપિંડીના આક્ષેપ, ભાગવત કથાના નામે ઠગાઈનો ખેલ!
PM મોદીના ગુજરાત પ્રવાસના શિડ્યુઅલમાં ફેરફાર, આ કારણે અંબાજી દર્શનનો પ્લાન રદ્દ, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
PM મોદીના ગુજરાત પ્રવાસના શિડ્યુઅલમાં ફેરફાર, આ કારણે અંબાજી દર્શનનો પ્લાન રદ્દ, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
'ભક્ત હિત સર્વોપરી' -પીએમ મોદીનો 14 નવેમ્બરનો અંબાજી કાર્યક્રમ મોકૂફ, ભક્તોની સુવિધાને અપાઇ પ્રાથમિકતા
'ભક્ત હિત સર્વોપરી' -પીએમ મોદીનો 14 નવેમ્બરનો અંબાજી કાર્યક્રમ મોકૂફ, ભક્તોની સુવિધાને અપાઇ પ્રાથમિકતા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સહકારી મંડળીમાં ડખા
Hun To Bolish : હું તો બોલીશ : યાત્રાના નામે નવડાવવાનો ધંધો
Hun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષે, નવી ઊર્જા
Ahmedabad Hit and Run Case: શીલજ હિટ એન્ડ રન કેસમાં ધારાસભ્યના ભત્રીજાને કલાકોમાં જામીન!
DyCM Harsh Sanghavi: વૃદ્ધાશ્રમમાં માતા-પિતાને મોકલનારાઓ સામે હર્ષ સંઘવીનું આકરું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું ઈરાન વિરુદ્ધ ફરી યુદ્ધ કરવાની તૈયારીમાં છે નેતન્યાહૂ? ટ્રમ્પ પર દબાણ કરવા US પહોંચ્યા મોસાદ ચીફ
શું ઈરાન વિરુદ્ધ ફરી યુદ્ધ કરવાની તૈયારીમાં છે નેતન્યાહૂ? ટ્રમ્પ પર દબાણ કરવા US પહોંચ્યા મોસાદ ચીફ
Gandhinagar: લોકભવનમાં PM મોદીનું રાજકીય મંથન!,  સરકાર અને સંગઠનને આપશે સુશાસનનો મંત્ર
Gandhinagar: લોકભવનમાં PM મોદીનું રાજકીય મંથન!,  સરકાર અને સંગઠનને આપશે સુશાસનનો મંત્ર
સરકારી કર્મચારીના મોત બાદ કોને મળશે ફેમિલી પેન્શન? સરકારે આપી જાણકારી
સરકારી કર્મચારીના મોત બાદ કોને મળશે ફેમિલી પેન્શન? સરકારે આપી જાણકારી
IND vs NZ 5th ODI: ટીમ ઈન્ડિયાને રાહત, પાંચમી વન-ડેમાંથી બહાર મેટ હેનરી
IND vs NZ 5th ODI: ટીમ ઈન્ડિયાને રાહત, પાંચમી વન-ડેમાંથી બહાર મેટ હેનરી
Ahmedabad: હિટ એન્ડ રન કેસમાં યુવકનું મોત, MLAના ભત્રીજાએ અકસ્માત કર્યાનો આરોપ, પોલીસ પર સવાલ 
Ahmedabad: હિટ એન્ડ રન કેસમાં યુવકનું મોત, MLAના ભત્રીજાએ અકસ્માત કર્યાનો આરોપ, પોલીસ પર સવાલ 
Assam Accident: આસામના કાઝીરંગામાં બસ અને ટ્રક વચ્ચે ભીષણ અકસ્માત, 23 લોકોના મોત
Assam Accident: આસામના કાઝીરંગામાં બસ અને ટ્રક વચ્ચે ભીષણ અકસ્માત, 23 લોકોના મોત
WhatsApp પર HD ફોટો મોકલ્યા પછી પણ ઘટી જાય છે ક્વોલિટી, આ છે યોગ્ય રીત
WhatsApp પર HD ફોટો મોકલ્યા પછી પણ ઘટી જાય છે ક્વોલિટી, આ છે યોગ્ય રીત
કંપનીમાં બદલાયો નોકરીનો ટ્રેડ, 100માંથી 17 કર્મચારી અસ્થાયી, મહિલાઓનો હિસ્સો ઘટ્યો
કંપનીમાં બદલાયો નોકરીનો ટ્રેડ, 100માંથી 17 કર્મચારી અસ્થાયી, મહિલાઓનો હિસ્સો ઘટ્યો
Embed widget