શોધખોળ કરો

સુરત ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ઝટકો: પોતાના જ ઉમેદવારોએ ફોર્મ ખેંચતા પક્ષમાં ખળભળાટ

મનપામાં 3 અને કામરેજમાં 2 ઉમેદવારોએ મેદાન છોડ્યું; ઓલપાડમાં ફોર્મ ખેંચનાર કોંગ્રેસ પ્રમુખને જ સસ્પેન્ડ કરાયા.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • સુરત મનપામાં કોંગ્રેસના બે ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચ્યા.
  • એક ઉમેદવારનું ટેકનિકલ કારણોસર ફોર્મ રદ થયું.
  • કામરેજ અને ઓલપાડમાં પણ કોંગ્રેસને ફટકો.
  • જિલ્લા પ્રમુખ સસ્પેન્ડ, પક્ષમાં ભારે અસંતોષ.

Surat Congress setback: સુરત મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં જાણે મોટું ભંગાણ પડ્યું હોય તેવો ઘાટ સર્જાયો છે. એક તરફ મનપાની ચૂંટણીમાં કોંગ્રેસના બે ઉમેદવારોએ અચાનક પોતાના ફોર્મ પાછા ખેંચી લીધા છે અને એક ઉમેદવારનું ફોર્મ રદ થયું છે. તો બીજી તરફ કામરેજ તાલુકા પંચાયત અને ઓલપાડમાં પણ પાર્ટીને જબરદસ્ત ઝટકા લાગ્યા છે. પોતાના જ ઉમેદવારો ચૂંટણી પહેલા શસ્ત્રો હેઠા મૂકીને પાર્ટીને હરાવવા બેઠા હોય તેવી તસવીરો સામે આવતા સુરત કોંગ્રેસની છાવણીમાં ભારે નિરાશા અને દોડધામ જોવા મળી રહી છે.

સુરત મનપામાં કોંગ્રેસને એકસાથે 3 ફટકા

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસને એક પછી એક એમ 3 મોટા ઝટકા લાગ્યા છે.

સૌથી પહેલા કોંગ્રેસના ઉમેદવાર ભુપેન્દ્ર છગન પટેલનું ઉમેદવારી ફોર્મ ટેકનિકલ કારણોસર રદ થયું હતું.

આ આઘાતમાંથી પાર્ટી બહાર આવે તે પહેલા જ વોર્ડ નંબર 1 માંથી કોંગ્રેસના ઉમેદવાર બોની પટેલે અચાનક પોતાનું ઉમેદવારી ફોર્મ પાછું ખેંચી લીધું હતું.

આટલું ઓછું હોય તેમ વોર્ડ નંબર 18 ના કોંગ્રેસના ઉમેદવાર સંજય રામાનંદીએ પણ મેદાન છોડી દીધું અને પોતાનું ફોર્મ પરત ખેંચીને પાર્ટીને મુશ્કેલીમાં મુકી દીધી.

મીડિયાથી મોઢું છુપાવીને ભાગ્યા બોની પટેલ

વોર્ડ 1 ના ઉમેદવાર બોની પટેલે ફોર્મ ખેંચતા અનેક સવાલો ઊભા થયા છે. કરોડો રૂપિયાની સંપત્તિ ધરાવતા બોની પટેલે છેલ્લી ઘડીએ કોંગ્રેસ સાથે આવો દગો કેમ કર્યો તે મોટો સવાલ છે. રાજકીય વર્તુળોમાં એવી જોરદાર ચર્ચા ચાલી રહી છે કે કોઈ મોટા દબાણના કારણે જ તેમણે આ પગલું ભર્યું છે. ફોર્મ ખેંચ્યા બાદ જ્યારે મીડિયાએ તેમને સવાલો પૂછવાનો પ્રયાસ કર્યો ત્યારે તેઓ કોઈ પણ જવાબ આપ્યા વિના કેમેરાથી મોઢું છુપાવીને પોતાની કારમાં બેસીને રફુચક્કર થઈ ગયા હતા.

કામરેજ અને ઓલપાડમાં પણ કોંગ્રેસમાં કડાકો

સુરત શહેર બાદ જિલ્લામાં પણ કોંગ્રેસની સ્થિતિ કફોડી બની રહી છે. કામરેજ તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસના 2 ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચી લીધા છે. જેમાં વાવ બેઠક પરથી કોંગ્રેસના કિરીટભાઈ અને કામરેજ 1 બેઠક પરથી ભાવેશ વઘાસીયાએ ઉમેદવારી પાછી ખેંચી છે.

બીજી તરફ, સુરત જિલ્લાના ઓલપાડ તાલુકા કોંગ્રેસમાં તો જાણે ભૂકંપ આવી ગયો છે. ઓલપાડ કોંગ્રેસના પ્રમુખ અશોક પટેલે જ અચાનક પોતાનું ઉમેદવારી ફોર્મ પાછું ખેંચી લેતા પાર્ટીએ કડક કાર્યવાહી કરી છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ કોંગ્રેસ હાઈકમાન્ડે અશોક પટેલને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે.

Frequently Asked Questions

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસને કેટલા ઝટકા લાગ્યા છે?

સુરત મનપામાં કોંગ્રેસને એકસાથે 3 મોટા ઝટકા લાગ્યા છે. એક ઉમેદવારનું ફોર્મ રદ થયું છે અને બે ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચ્યા છે.

વોર્ડ નંબર 1 માંથી કોંગ્રેસના કયા ઉમેદવારે ફોર્મ પાછું ખેંચ્યું?

વોર્ડ નંબર 1 માંથી કોંગ્રેસના ઉમેદવાર બોની પટેલે અચાનક પોતાનું ઉમેદવારી ફોર્મ પાછું ખેંચી લીધું હતું.

કામરેજ તાલુકા પંચાયતમાં કોંગ્રેસના કયા ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા?

કામરેજ તાલુકા પંચાયતમાં વાવ બેઠક પરથી કિરીટભાઈ અને કામરેજ 1 બેઠક પરથી ભાવેશ વઘાસીયાએ ફોર્મ પરત ખેંચ્યા છે.

ઓલપાડ કોંગ્રેસના પ્રમુખ અશોક પટેલ સામે શું કાર્યવાહી કરવામાં આવી?

ઓલપાડ કોંગ્રેસના પ્રમુખ અશોક પટેલે ફોર્મ પાછું ખેંચતા તેમને પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ કોંગ્રેસ હાઈકમાન્ડે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી

વિડિઓઝ

Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ
Hun To Bolish : હું તો બોલીશ : સંઘર્ષ કેમ ?
Gujarat Weather: કાલથી ગુજરાતમાં વધશે વરસાદનું જોર , 31મીએ અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે અતિભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે
GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ
Embed widget