શોધખોળ કરો

Morbi: ગાંધીનગર શપથગ્રહણમાંથી પરત ફરી રહેલ ભાજપ અગ્રણીની કાર પર પથ્થરમારો

મોરબી:  ગુજરાતમાં નવી સરકારના મંત્રીઓએ આજે શપથ લઈ લીધા છે અને તેમને સાંજે ખાતાની ફાળવણી પણ કરી દેવામાં આવી છે. આજે ઘણા ધારાસભ્યો તેમના નજીકના લોકો સાથે ગાંધીનગર પહોંચ્યા હતા.

મોરબી:  ગુજરાતમાં નવી સરકારના મંત્રીઓએ આજે શપથ લઈ લીધા છે અને તેમને સાંજે ખાતાની ફાળવણી પણ કરી દેવામાં આવી છે. આજે ઘણા ધારાસભ્યો તેમના નજીકના લોકો સાથે ગાંધીનગર પહોંચ્યા હતા. આજે ગાંધીનગરથી મોરબી પરત ફરતા સમયે મોરબી ભાજપ અગ્રણીની કાર પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. ગાંધીનગરથી શપથગ્રહણમાંથી પરત ફર્યા ત્યારે થયો પથ્થરમારો કરવામાં આવ્યો છે. હળવદનાં સુંદરગઢ નજીક આ ઘટના બની છે. જો કે, સદનસીબે કોઈ જાનહાની થઈ  નથી. પથ્થરમારો કોણે કર્યો અને શા માટે કર્યો તે જાણી શકાયું નથી. અન્ય વાહન ચાલકોને ભાજપ અગ્રણીઓ સાવચેત કર્યા હતા.

ભૂપેંદ્ર પટેલ સરકારમાં મંત્રીઓને કરાઈ ખાતાની ફાળવણી

 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારમાં મંત્રીઓને ખાતાઓની ફાળવણી કરવામાં આવી છે.  ગુજરાતમાં ભાજપની નવી સરકારની રચના બાદ સાંજે ગાંધીનગરમાં નવી સરકારની પહેલી કેબિનેટ બેઠક મળી હતી. જેમાં નવા મંત્રીઓને ખાતાની ફાળવણી કરવામાં આવી છે. કુબેર ડિંડોરને રાજ્યના શિક્ષણ મંત્રી બનાવવામાં આવ્યા છે. કુબેર ડિંડોરને આદિવાસી વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગ સોંપવામાં આવ્યો છે. 

1 ભુપેન્દ્ર પટેલ -મુખ્યમંત્રી - સામાન્ય વહીવટ, વહીવટી સુધારણા, તાલીમ અને આયોજન, ગૃહ અને પોલીસ હાઉસીંગ, મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, પંચાયત, માર્ગ અને મકાન અને પાટનગર યોજના, ખાણ અને ખનિજ, યાત્રાધામ વિકાસ, નર્મદા અને કલ્પસર, બંદરો, માહિતી અને પ્રસારણ, નશાબંધી અને આબકારી, સાયન્સ એન્ડ ટેકનોલોજી

2 કનુભાઈ દેસાઈ - નાણા ઉર્જા અને પેટ્રો કેમિકલ
3 ઋષિકેશ પટેલ -  આરોગ્ય અને કાયદા મંત્રી, સાથે ઉચ્ચ શિક્ષણની જવાબદારી
4 રાઘવજી પટેલ - કૃષિ પશુપાલન, ગૌ સંવર્ધન,મત્સ્ય ઉદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ
5 બળવંતસિંહ રાજપૂત - ઉદ્યોગ-લઘુ, શુક્ષ્મ અને મધ્ય ઉદ્યોગ,કુટીર,ખાદી અને ગ્રામોધ્યોગ,નાગરીક ઉડ્ડયન, શ્રમ અને રોજગાર
6 કુંવરજી બાવળિયા - પાણી પુરવઠા
7 મુળુભાઇ બેરા - પ્રવાસન,વન અને પર્યાવરણ
8 કુબેર ડિંડોર - પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ,આદિજાતિ વિકાસ વિભાગ
9 ભાનુબેન બાબરીયા - સામાજિક ન્યાય અધિકારીતા

10 હર્ષ સંઘવી -  ગૃહ રાજ્યમંત્રી,યુવા સાંસ્કૃતિક અને રમત ગમત વિભાગ 

11 જગદીશ પંચાલ -સહકાર, મિઠા ઉદ્યોગ,છાપકામ,લેખન સામગ્રીનો સ્વતંત્ર હવાલો, પ્રોટોકોલ,
12 પરસોતમભાઈ સોલંકી- મત્સ્ય ઉદ્યોગ અને પશુ પાલન
13 બચુભાઈ ખાબડ - પંચાયત અને કૃષિ
14 મુકેશ પટેલ - વન પર્ચાવરણ, ક્લાયમેટ ચેંજ,જળ સંપત્તિ અને પાણી પુરવઠા
15 પ્રફુલ પાનસેરીયા- સંસદીય બાબતો, પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ
16 ભીખુસિંહ પરમાર -  અન્ન અને નાગરિક પુરવઠો, સામાજીક ન્યાય અને અધિકારિતા
17 કુંવરજી હળપતિ- આદિજાતી વિકાસ, શ્રમ અને રોજગાર

ગુજરાત સરકારની શપથવિધિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી.નડ્ડા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહ સહિતના ૧૦ થી વધુ કેન્દ્રીય મંત્રીઓ પણ ઉપસ્થિતિ રહ્યા હતા. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત સહિત ભાજપા શાસિત રાજ્યોના અને એન.ડી.એ. સમર્થિત પક્ષોના રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ હાજર રહ્યા હતા.

 ભૂપેન્દ્ર પટેલ સરકારના એક માત્ર મહિલા મંત્રી કોણ છે ?

 ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આજે ભૂપેન્દ્ર પટેલે બીજી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. ભૂપેન્દ્ર પટેલની નવી સરકારમાં 16 ધારાસભ્યોએ મંત્રીપદના શપથ લીધા હતા. આઠ કેબિનેટ મંત્રીએ શપથ લીધા હતા. બે રાજ્યમંત્રીઓને સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો છે જ્યારે મંત્રીમંડળમાં છ રાજ્યમંત્રીઓએ શપથ લીધા હતા.  રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય ભાનુબેન બાબરીયાએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે. ભૂપેન્દ્ર પટેલ કેબિનેટમાં તેઓ એક માત્ર મહિલા મંત્રી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખૂટ્યું ખાતર?Hun To Bolish : હું તો બોલીશ : પોસ્ટમોર્ટમAmreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડીRajkot News: જેતપુર યાર્ડમાં મગફળીથી છલકાયું, બજાર કરતા સારા ભાવથી ખેડૂતો ખુશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન,  કિંમત જાણી ચોંકી જશો
336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન, કિંમત જાણી ચોંકી જશો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Embed widget