ભાજપના દિગ્ગજ નેતાના ડ્રાઇવરની ખુલ્લી દાદાગીરી, કાર અથડાવ્યાં બાદ બાઈકચાલકને ધમકાવ્યો
Surendranagar News : ભાજપના આ દિગ્ગજ નેતાના ડ્રાઈવરે એક બાઈક ચાલાક સાથે કાર અથડાવી અને ત્યારબાદ જાહેર રસ્તા પર આ બાઈક ચાલાકને ધમકાવતો જોવા મળ્યો હતો.
Surendranagar : સુરેન્દ્રનગરમાં ભાજપના એક દિગ્ગજ નેતાના ડ્રાઈવરની જાહેર રસ્તા પર ખુલ્લી દાદાગીરી કરવાની ઘટના સામે આવી છે. ભાજપના આ દિગ્ગજ નેતાના ડ્રાઈવરે એક બાઈક ચાલાક સાથે કાર અથડાવી અને ત્યારબાદ જાહેર રસ્તા પર આ બાઈક ચાલાકને ધમકાવતો જોવા મળ્યો હતો.
સુરેન્દ્રનગર શહેરના મુખ્ય બસ સ્ટેન્ડ રોડ પર પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ અને વઢવાણના પૂર્વ ધારાસભ્ય વર્ષાબેન દોશીની ખાનગી કારના ચાલકે બાઈક ચાલક યુવકને અડફેટે લેતા હોબાળો થયો હતો. અકસ્માત બાદ વર્ષાબેન દોશીની કારનો ચાલક યુવક સાથે દાદાગીરી અને ગેરવર્તન કરતો નજરે પડ્યો હતો. ઘટના સ્થળે ટ્રાફિક પોલીસ અને લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. મહત્વની વાત એ છે કે બનાવ બન્યો તે સમયે વર્ષાબેન કારમાં સવાર ન હતા.
યુવતીના પ્રેમલગ્નમાં માતા-પિતાની સંમતી ફરજિયાત કરવામાં આવે
રાજ્યમાં લવ જેહાદના વધતા જતા બનાવો વચ્ચે રાજ્યના વધુ એક ધારાસભ્યએ માંગ કરી છે કે યુવતીના પ્રેમલગ્નમાં માતા-પિતાની સંમતી ફરજિયાત કરવામાં આવે.
વલસાડમાં સર્વજ્ઞાતી સમૂહલગ્નના લાભાર્થે યોજાઈ રહેલી ભાગવત કથાના માધ્યમથી જાણીતા કથાકાર પ્રફુલ શુક્લ અને વલસાડના ભાજપના ધારાસભ્ય વલસાડના ધારાસભ્ય ભરત પટેલે માંગ કરી કે યુવતીના પ્રેમલગ્નમાં માતા-પિતાની સંમતી ફરજિયાત કરવામાં આવે. આ સાથે MLA ભરત પટેલે કહ્યું કે સમય આવે આ મુદ્દે કાયદો બનાવવા સરકાર સમક્ષ માગ પણ કરીશ. ઉત્તર ગુજરાતમાં પાટીદાર સમાજ બાદ હવે દક્ષિણ ગુજરાતમાં કથાકાર અને ધારાસભ્યએ પણ માંગ કરતા આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.
40 સેકન્ડની સામાન્ય સભા!
લોકોના કામની ચર્ચા અને વિકાસના કામો ને વેગ અને મંજૂરી આપવા માટે દરેક નગરપાલિકામા મહિનાના અંતે સામાન્ય સભા મળે એ જ રીતે નડિયાદ નગરપાલિકાની પણ સામાન્ય સભા મળી અને માત્ર 40 સેકન્ડમાં જ પ્રમુખ રંજનબેન વાઘેલા દ્વારા સભા બરખાસ્ત કરી દેવાઈ. નડિયાદ નગરપાલિકાના પ્રમુખ રંજનબેન ઉપપ્રમુખ કિન્તુ દેસાઈ અને ટીપી ચેરમેન વિજય પટેલના અંદરો અંદરનો વિખવાદ ચરમસીમાએ પહોચ્યો છે. અગાઉ થોડા દિવસ પહેલાં જ ઉપપ્રમુખ ટીપી ચેરમેન દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે પ્રમુખપતિ નગરપાલિકાના કામોમા હસ્તક્ષેપ કરે છે અને તે પોતાની મનમાની ચલાવે છે.