Botad: ગઢડા શહેર કોગ્રેસ પ્રમુખ સામે પોલીસ સ્ટેશનમાં અરજી, ધારાસભ્ય શંભુ પ્રસાદ ટુંડીયા વિરુદ્ધ કરી હતી ટિપ્પણી
Botad: બરવાળાના ભરત ડાભી નામના વ્યક્તિએ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી.
Botad: ઝાંઝરકાના મહંત અને ગઢડાના ધારાસભ્ય શંભુ પ્રસાદ ટુંડિયા વિરુદ્ધ સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરનારા સામે બરવાળા પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે. વાસ્તવમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની વર્લ્ડકપ મેચની ટિકિટને લઇને ગઢડાના ધારાસભ્ય વિરુદ્ધ ટિપ્પણી કરવામાં આવી હતી.
ધારાસભ્ય વિરુદ્ધના સોશિયલ મીડિયામાં વાયરલ કરાયેલા કેસ મામલે બરવાળાના ભરત ડાભી નામના વ્યક્તિની પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. ગઢડા શહેર કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ વેલાણી અને દશુભા ગોહિલ નામના વ્યક્તિ વિરુદ્ધ અરજી કરાઇ છે.
પોલીસની અરજીમાં ભરત ડાભીએ ગઢડા શહેર કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ વેલાણી અને દસુભા ગોહિલ વિરુદ્ધ ફોજદારી ગુનો નોંધી તપાસ કરવા માંગ કરી હતી. નોંધનીય છે કે ગઢડા શહેર કોંગ્રેસના પ્રમુખ કિશોર વેલાણીએ વીડિયો વાયરલ કરીને વર્લ્ડકપની મેચની નકલી ટિકિટને લઈને ધારાસભ્ય શંભુ પ્રસાદ ટુંડીયા પર ગંભીર આરોપ લગાવ્યા હતા અને રાજીનામાની માંગ કરી હતી. જે બાદ ધારાસભ્ય મીડિયા સમક્ષ આવ્યા અને શહેર પ્રમુખના આરોપને પાયાવિહોણા ગણાવી કોર્ટમાં જવાની ચીમકી ઉચ્ચારી હતી.
ગઢડા શહેરના કોંગ્રેસ પ્રમુખ કિશોર વેલાણીએ વીડિયો વાયરલ કરીને ગઢડાના ધારાસભ્ય શંભુપ્રસાદ ટુંડિયાની ભારત અને પાકિસ્તાન વચ્ચેની વર્લ્ડકપની મેચની નકલી ટિકિટ મામલે સંડોવણી હોવાના આક્ષેપ કર્યા હતા અને આ મામલે પોલીસ સ્ટેશન ખાતે તેમને નિવેદન આપવા જવું પડ્યુ હોવાના પણ આરોપ લગાવ્યા હતા. સાથે કિશોર વેલાણીએ ધારાસભ્યના રાજીનામા અને નિષ્પક્ષ તપાસની માંગ કરી હતી.
ધારાસભ્ય શંભુપ્રસાદ ટુંડિયાએ પ્રેસ કોન્ફરન્સ કરીને આરોપોને ફગાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે કોઈ અજાણી વ્યક્તિ દ્વારા તેમને વૉટ્સએપ પર એક ટિકિટ મોકલવામાં આવેલી હતી જે ટિકિટ ભારત પાકિસ્તાનના મેચની હતી અને તે ટિકિટ સાચી છે કે ખોટી તેની ખરાઇ કરવા કહ્યું હતું. હોય જે ટિકિટ સાચી છે કે ખોટી તે ખરાઈ કરવા જણાવેલ જે બાબતને લઈ વૉટ્સએપ પર ટિકિટ મોકલનાર વ્યક્તિ પરિચિતમાં હોય જેને લઇ શંભુપ્રસાદ ટુંડિયા દ્વારા પોતાને ટિકિટ સાચી છે કે ખોટી તેની કોઈપણ પ્રકારની માહિતી ન હોય મેચના સ્થળ પર પહોંચી જવાબદાર અધિકારી હોય તેમને ટિકિટ બતાવી ખરાઈ કરવા જણાવતા તે વ્યક્તિ ત્યાં પહોંચ્યો હતો, અને સ્ટેડિયમ પર જોધાણી નામની જવાબદાર વ્યક્તિ દ્વારા મોબાઈલ પર ધારાસભ્ય શંભુપ્રસાદ ટુંડિયા સાથે વાતચીત દરમિયાન ટિકિટ ડુપ્લીકેટ હોવાનું જણાવ્યુ હતુ, જે બાબતે ધારાસભ્ય દ્વારા ટિકિટ ખરીદનાર વ્યક્તિને કાયદાકીય કાર્યવાહી કરવા માટે અમદાવાદ કૃષ્ણનગર પોલીસ સ્ટેશન ખાતે જઈ અને કાયદેસરની કાર્યવાહી કરવા જણાવ્યુ હતુ