શોધખોળ કરો

Crime: નજીવી બાબતે બોલાચાલી થતાં પુત્રએ પિતાને ઝીંકી દીધા દાંતરડાના ઘા, પિતાનું મોત, આરોપી પુત્ર ફરાર

બોટાદ જિલ્લા ગઇકાલે હત્યાની ઘટના ઘટી છે, જિલ્લાના ગઢડાના પીપળ ગામમાં પિતા પુત્રને કોઇ વાતને લઇને બોલાચાલી થઇ હતી,

Botad Crime: બોટાદ જિલ્લામાંથી ગઇકાલે એક ગુનાખોરીની વિચિત્ર ઘટના સામે આવી છે, અહીં પિતા પુત્રની લડાઇમાં પુત્રએ પોતાના સગા બાપને મોતને ઘાટ ઉતારી દીધો છે, આ અંગે મૃતકના ભત્રીજાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, હાલમાં પોલીસ પકડથી આરોપી દુર છે. 

મળતી માહિતી પ્રમાણે, બોટાદ જિલ્લા ગઇકાલે હત્યાની ઘટના ઘટી છે, જિલ્લાના ગઢડાના પીપળ ગામમાં પિતા પુત્રને કોઇ વાતને લઇને બોલાચાલી થઇ હતી, આ બોલાચાલી બાદ પીપળ ગામના જ પરિવારમાં મોતનો માતમ છવાઇ ગયો, કેમ કે ખુદ પુત્રએ પોતાના પિતાને દાંતરડાના ઘા મારી દીધા અને આ કારણે તેના પિતા મોતને ઘાટ ઉતરી ગયા હતા. ખાસ વાત છે કે, પીપળ ગામમાં રહેતો આ પરિવાર મૂળ મધ્યપ્રદેશનો છે અને કામ-મજૂરી અર્થે અહીં આવ્યો હતો, અહીં આ પરિવાર મજૂરી કરીને ગુજરાન ચલાવતો હતો. પિતાની હત્યા કર્યા બાદ આરોપી પુત્ર ફરાર થઇ ગયો હતો. હત્યાની ઘટના અંગે મૃતકના ભત્રીજાએ ગઢડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીની પકડવાની અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

આ પહેલા કોલેજીયન યુવતીએ કરી હતી આત્મહત્યા - 

રાણપુર તાલુકાના ઉમરાળા ગામે 20 વર્ષીય યુવતીએ આપઘાત કર્યો છે. કોલેજમાં અભ્યાસ કરતી 20 વર્ષીય યુવતીએ તારીખ 27 જુલાઈના રોજ આપઘાત કર્યો હતો. જો કે, મૃતક યુવતી દ્રારા લખવામાં આવેલી સુસાઇડ નોટ બહાર આવતા તારીખ 2 ઓગષ્ટના રોજ રાણપુર પોલીસ સ્ટેશનમાં યુવતીના પિતાએ ફરિયાદ નોંધાવી છે. ધોરણ 8 માં અભ્યાસ કરતી હતી તે સમયથી લઈ કોલેજ સુધી હેરાન કરતા વિજય નામના યુવકના કારણે આપઘાત કર્યો હોવાની હકિકત સામે આવી છે. વિજય નામનો આ યુવાન મૃતક યુવતીના ઘર નજીક જ રહેતો હોય જેના કારણે અવાર નવાર તે તેમના ઘરે પણ આવતો જતો હતો. વિજય દ્રારા વારંવાર પ્રેમ કરવા દબાણ કરતો હતો. અંતે યુવતીએ કોલેજ સમયે પ્રેમનો સ્વીકાર કર્યો હતો. જો કે, પ્રેમ બાદ યુવક વિજયની અન્ય જગ્યાએ સગાઈ થતા કાયમ સાથ આપવાની વાત કરતા વિજયની સગાઈને લઈ યુવતીએ આપઘાત કરી લીધો હતો. આપઘાતનું કારણ સુસાઇડ નોટ સાથે મૃતક દ્રારા લખવામાં આવેલ વિગત બહાર આવતા રાણપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસ દ્રારા કલમ 306 મુજબ ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સુરતમાં AAPના 8 કોર્પોરેટર સહિત 9 સામે રાયોટિંગનો ગુનો દાખલ, મહાનગરપાલિકામાં ઘૂસીને મચાવ્યો હતો હંગામો

Salary Hike: આઠમા પગાર પંચમાં સરકારી કર્મચારીઓના પગારમાં કેટલો થશે વધારો? Goldman Sachsએ કર્યો ખુલાસો

સુરતમાં લવજેહાદ, હિંદુ નામ ધારણ કરી મુસ્લિમ યુવકે પરણીતા સાથે બાંધ્યા શારીરિક સંબંધ

Trump Tariff: વિદેશમાં બનેલી કારો પર 25 ટકા ટેરિફની ટ્રમ્પની જાહેરાત, દુનિયાભરના ઓટો સેક્ટરમાં ખળભળાટ

ABP Premium

વિડિઓઝ

Ahemdabad: પનીર ખરીદતા પહેલા ચેતી જજો, શ્રીકિષ્ના ડેરીમાંથી ઝડપાયો નકલી પનીરનો જથ્થોSurat Crime: લગ્નની લાલચ આપી ઓળખ છુપાવી નરાધમે આચર્યુ મહિલા પર દુષ્કર્મ, જાણો આખો મામલોGujarat: ગાંધીના ગુજરાતમાં આરોગ્યના નામે દારૂની પરમીટોની લ્હાણી, જુઓ વીડિયોમાંHun To Bolish : હું તો બોલીશ : મોબાઈલનું વળગણ મારી નાખશે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતમાં AAPના 8 કોર્પોરેટર સહિત 9 સામે રાયોટિંગનો ગુનો દાખલ, મહાનગરપાલિકામાં ઘૂસીને મચાવ્યો હતો હંગામો
સુરતમાં AAPના 8 કોર્પોરેટર સહિત 9 સામે રાયોટિંગનો ગુનો દાખલ, મહાનગરપાલિકામાં ઘૂસીને મચાવ્યો હતો હંગામો
Salary Hike: આઠમા પગાર પંચમાં સરકારી કર્મચારીઓના પગારમાં કેટલો થશે વધારો? Goldman Sachsએ કર્યો ખુલાસો
Salary Hike: આઠમા પગાર પંચમાં સરકારી કર્મચારીઓના પગારમાં કેટલો થશે વધારો? Goldman Sachsએ કર્યો ખુલાસો
સુરતમાં લવજેહાદ, હિંદુ નામ ધારણ કરી મુસ્લિમ યુવકે પરણીતા સાથે બાંધ્યા શારીરિક સંબંધ
સુરતમાં લવજેહાદ, હિંદુ નામ ધારણ કરી મુસ્લિમ યુવકે પરણીતા સાથે બાંધ્યા શારીરિક સંબંધ
Trump Tariff: વિદેશમાં બનેલી કારો પર 25 ટકા ટેરિફની ટ્રમ્પની જાહેરાત, દુનિયાભરના ઓટો સેક્ટરમાં ખળભળાટ
Trump Tariff: વિદેશમાં બનેલી કારો પર 25 ટકા ટેરિફની ટ્રમ્પની જાહેરાત, દુનિયાભરના ઓટો સેક્ટરમાં ખળભળાટ
બેન્ક ઓફ બરોડામાં બહાર પડી અનેક પદો પર ભરતી, જાણો અરજી કરવાની કઇ છે લાસ્ટ ડેટ

હવે Androidમાં આવી ગયું iPhone જેવું આ ફીચર, ફ્રેન્ડ્સ અને ફેમિલીને રાખશે સુરક્ષિત

RR vs KKR: રાજસ્થાનની સતત બીજી હાર, KKR એ ખોલ્યું જીતનું ખાતું; ક્વિન્ટન ડી કોકની તોફાની બેટિંગ

GPay, PhonePe સહિતની UPI સર્વિસ ડાઉન, પૈસા મોકલવામાં અને રિસીવ કરવામાં આવી રહી છે સમસ્યા

Embed widget