શોધખોળ કરો

પિતાની સહાયના રુપિયા માટે ભાઈએ જ કરી નાખી સગા ભાઈની હત્યા, જાણો વિગતો 

મૃતક પિતાની સહાયના રૂપિયા માટે એક ભાઈએ કરી નાખી ભાઈની જ હત્યા. જોકે પોલીસે ભાઈ સહિત કુલ ત્રણ આરોપીની ધરપકડ કરી છે. આ ઘટના તાપીના   ડોલવણ તાલુકાની છે.

તાપી: મૃતક પિતાની સહાયના રૂપિયા માટે એક ભાઈએ કરી નાખી ભાઈની જ હત્યા. જોકે પોલીસે ભાઈ સહિત કુલ ત્રણ આરોપીની ધરપકડ કરી છે. આ ઘટના તાપીના   ડોલવણ તાલુકાની છે.   કરંજખેડ ગામમાં રહેતા સાવકા ભાઈ સંપત કોંકણી અને સંદીપ કોંકણીના  પિતા આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા હતા. કોરોના કાળમાં પિતાનું મૃત્યુ થતા સહાયની રકમ માટે બંને સાવકા ભાઈ વચ્ચે ઝઘડો ચાલતો હતો.

સંપતના બાળકો બીમાર રહેતા હોવાથી વિધિના નામે સંદીપે તેને પદમડુંગરી ગામના જંગલ વિસ્તારમાં બોલાવ્યો હતો. જ્યાં મિત્રો સાથે મળી સંપતની હત્યા કરી નાખી હતી. 

હત્યા માટે સંદીપે તેના મિત્રોને ત્રણ લાખ રૂપિયાની સોંપારી પણ આપી હતી.કુલ ત્રણ આરોપીમાંથી એક આરોપી કિશોર છે.પોલીસે ત્રણેય હથિયારો સાથે દબોચી લીધા છે.   

પતિએ છરીના ઘા ઝીંકી પત્નીને મોતને ઘાટ ઉતારી

સુરતના ડિંડોલી વિસ્તારમાં ઘરકંકાસને લઈ પરિવાર વિખેરાઈ ગયો છે. પતિએ પત્નીની કરપીણ હત્યા કરી પોતે આપઘાત કરી લીધો છે. સંતાનમાં બંને દીકરીઓ એક વડોદરા અને બીજી અમદાવાદ અભ્યાસ કરે છે.  ઘટનાની જાણકારી મળતા જ બંને દીકરીઓ સુરત આવી પહોંચી હતી. જોકે હાલ પોલીસે પંચનામું કરી વધુ તપાસ હાથ ધરી છે.

સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતા અને સોનીની મજૂરી કામ સાથે સંકળાયેલા વ્યક્તિએ માનસિક તણાવમાં આ પગલું ભરી લીધું હતું. પહેલા પત્નીને ચપ્પુના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. બાદમાં પોતે પણ હાથની નસ કાપી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. 

મૂળ મહારાષ્ટ્રના અને સુરતના ડિંડોલી વિસ્તારમાં રહીને સોનીની મજૂરીકામ કરતાં રાજુભાઈ છેલ્લા એકાદ વર્ષથી બિમારીના કારણે ડિપ્રેશનનો ભોગ બની ગયાં હતાં. આ ડિપ્રેશનના કારણે પત્ની સાથે અવારનવાર ઝઘડાઓ થતાં હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે માનસિક તણાવમાં જ રાજુભાઈએ પોતાની પત્નીની હત્યા બાદ પોતે પણ આપઘાત કરી લઈને જીવન ટૂંકાવ્યું હતું. 

આ ચકચારી ઘટનાના કારણે પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. ડિંડોલી ખાતે આવેલા કૈલાશ નગરમાં રહેતા બે સંતાનના પિતા છેલ્લા ઘણા સમયથી ડિપ્રેશનમાં રહેતા હતાં. બિમારીના કારણે ડિપ્રેશનમાં રહેતા રાજુભાઈને સંતાનમાં બે દીકરીઓ હતી. મૃતક પત્ની સાયલા બેન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં મહિલા શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા. છેલ્લા ઘણા સમયથી ડિપ્રેશનમાં રહેવાના કારણે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયા બાદ  અંતિમ પગલું ભર્યું હોય તેવું પ્રાથમિક તબક્કે સામે આવી રહ્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી માટે મતદાન, 11 વાગ્યા સુધીમાં અંદાજે 14 ટકા વોટિંગ
માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી માટે મતદાન, 11 વાગ્યા સુધીમાં અંદાજે 14 ટકા વોટિંગ
Monsoon: હવામાન વિભાગની ચેતવણી, આગામી 3 કલાકમાં 6 જિલ્લામાં કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ
Monsoon: હવામાન વિભાગની ચેતવણી, આગામી 3 કલાકમાં 6 જિલ્લામાં કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને લઈ સરકાર એક્શનમાં, જોખમી હોર્ડિંગ્સ, નમેલા વૃક્ષો-વીજ પોલ હટાવવા સૂચના
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને લઈ સરકાર એક્શનમાં, જોખમી હોર્ડિંગ્સ, નમેલા વૃક્ષો-વીજ પોલ હટાવવા સૂચના
Gujarat Rain: ગુજરાતમાં આજથી મેઘરાજાનો નવો રાઉન્ડ, દક્ષિણ ગુજરાતથી લઈને અમદાવાદ સુધી એલર્ટ!
Gujarat Rain: ગુજરાતમાં આજથી મેઘરાજાનો નવો રાઉન્ડ, દક્ષિણ ગુજરાતથી લઈને અમદાવાદ સુધી એલર્ટ!

વિડિઓઝ

ભાવનગરમાં બેફામ દોડતા ડમ્પરનો કહેર, એક્ટિવા પર જતા દંપતિને મારી ટક્કર
માળીયા હાટીનામાં દીપડાનો આતંક, તાલુકા પંચાયત નજીક યુવાન પર હુમલો
છોટાઉદેપુરમાં દીપડાના હુમલામાં બાળકીનું મોત, ઘરઆંગણે રમતી બાળકી પર કર્યો હતો હુમલો
Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી માટે મતદાન, 11 વાગ્યા સુધીમાં અંદાજે 14 ટકા વોટિંગ
માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી માટે મતદાન, 11 વાગ્યા સુધીમાં અંદાજે 14 ટકા વોટિંગ
Gujarat Weather Forecast: રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખથી વરસાદનું એલર્ટ
Gujarat Weather Forecast: રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખથી વરસાદનું એલર્ટ
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને લઈ સરકાર એક્શનમાં, જોખમી હોર્ડિંગ્સ, નમેલા વૃક્ષો-વીજ પોલ હટાવવા સૂચના
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને લઈ સરકાર એક્શનમાં, જોખમી હોર્ડિંગ્સ, નમેલા વૃક્ષો-વીજ પોલ હટાવવા સૂચના
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
Gold-Silver Price Today 30 July 2026: સોનાની સાથે ચાંદીની કિંમતમાં પણ ફરી ઉછાળો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Gold-Silver Price Today 30 July 2026:સોનાની સાથે ચાંદીની કિંમતમાં પણ ફરી ઉછાળો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Vaibhav Sooryavanshi: કયા બોલરથી ડર લાગે છે? વૈભવ સૂર્યવંશીએ આપ્યો બેબાક જવાબ
Vaibhav Sooryavanshi: કયા બોલરથી ડર લાગે છે? વૈભવ સૂર્યવંશીએ આપ્યો બેબાક જવાબ
Gujarat Rain: ગુજરાતમાં આજથી મેઘરાજાનો નવો રાઉન્ડ, દક્ષિણ ગુજરાતથી લઈને અમદાવાદ સુધી એલર્ટ!
Gujarat Rain: ગુજરાતમાં આજથી મેઘરાજાનો નવો રાઉન્ડ, દક્ષિણ ગુજરાતથી લઈને અમદાવાદ સુધી એલર્ટ!
ક્યાંક તમે તો નથી લીધોને ખોટી રીતે લીધો PM આવાસનો લાભ! જાણો છેતરપિંડી કરવા પર શું મળે છે સજા?
ક્યાંક તમે તો નથી લીધોને ખોટી રીતે લીધો PM આવાસનો લાભ! જાણો છેતરપિંડી કરવા પર શું મળે છે સજા?
Embed widget