શોધખોળ કરો
Advertisement
રાધનપુર અને બાયડ વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણીની તારીખો જાહેર, જાણો
કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાતની 2 વિધાનસભા બેઠકો રાધનપુર અને બાયડની પેટા ચૂંટણીની તારીખ જાહેર કરી છે.
નવી દિલ્હી: કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાતની 2 વિધાનસભા બેઠકો રાધનપુર અને બાયડની પેટા ચૂંટણીની તારીખ જાહેર કરી છે. આ બેઠકો પર પણ ચાર બેઠકોની સાથે જ આગામી 21મી ઓક્ટોબરના રોજ મતદાન થશે. જ્યારે 24મી તારીખે પરિણામ જાહેર કરવામાં આવશે.
હાલ ગુજરાત વિધાનસભાની સાત બેઠકો ખાલી હતી જેમાંથી ગઈકાલે ચાર બેઠકોની પેટાચૂંટણી જાહેર કરવામાં આવી હતી, જ્યારે આજે ફરી બે બેઠકો રાધનપુર અને બાયડની તારીખો જાહેર કરવામાં આવી છે.
રાધનપુર બેઠક પરથી અલ્પેશ ઠાકોરે રાજીનામુ આપી ભાજપમાં સામેલ થતા આ બેઠક ખાલી થઈ હતી. એવી જ રીતે બાયડ બેઠક પરથી ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ રાજીનામુ ધરી ભાજપ પ્રવેશ કર્યો તેથી બંને બેઠકો ખાલી પડી હતી. ગઈકાલે અમરાઈવાડી, ખેરાલુ, થરાદ અને લુણાવાડા બેઠકોની પેટાચૂંટણી જાહેર થઈ હતી.
આજે બાયડ અને રાધનપુરની જાહેરાત કરવામાં આવી છે, જ્યારે મોરવાહડક બેઠકની પેટા ચૂંટણી અંગે જાહેરાત નથી થઈ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
ક્રિકેટ
ગુજરાત
Advertisement