શોધખોળ કરો
Advertisement
સ્થાનિક સ્વરાજ ચૂંટણીને લઈ ગુજરાત ભાજપ સંગઠનમાં મહત્વના હોદ્દા પર નિમણૂકો, કોને ઈલેક્શન ઈનચાર્જ બનાવાયા ? જાણો
ભાજપના હોદ્દેદારો અને સરકારના મંત્રીઓને એક-એક જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે. મંત્રી અને સંગઠનના જવાબદાર વ્યક્તિઓ પર ચૂંટણી જીતાડવાની જવાબદારી છે.
ગાંધીનગર: સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા હોદ્દેદારોની નિમણૂક કરી છે. ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલે મહત્વના પદ પર નિમણૂક કરી છે. ભાજપના હોદ્દેદારો અને સરકારના મંત્રીઓને એક-એક જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે. મંત્રી અને સંગઠનના જવાબદાર વ્યક્તિઓ પર ચૂંટણી જીતાડવાની જવાબદારી છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને આઈ કે જાડેજાને પ્રદેશ ઈલેક્શન ઈનચાર્જ બનાવવામાં આવ્યા છે. તેમની સાથે ભાર્ગવભાઈ ભટ્ટ અને મહેશભાઈ કસવાલાને પણ ઈલેક્શન ઈનચાર્જ બનાવાયા છે. ભાજપના હોદ્દેદારો અને સરકારના મંત્રીઓને એક-એક જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે. મંત્રી અને સંગઠનના જવાબદાર વ્યક્તિઓ પર ચૂંટણી જીતાડવાની જવાબદારી છે.
રાજ્યમાં આગામી ફેબ્રુઆરી-2021માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજવામાં આવશે. રાજ્યમાં સ્થાનિક ચૂંટણીને લઇને ભણકારા વાગી રહ્યાં છે. ભાજપ- કોંગ્રેસ દ્વારા ચૂંટણીને કવાયત શરૂ કરવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
સમાચાર
ગુજરાત
દેશ
Advertisement